ગઢા (તા.હિંમતનગર) મારૂં ગામ ના તો રાજાઓએ વસાવેલું, ના તો પીર પયગંબર કે ના સાધુ સંતો એ.

નાનકડું ગામ સુંદર, સ્વચ્છ અને ગોકુળ જેવું, વસ્તી તો ઘણી જ ઓછી પણ વસ્તાર ખુબ જ. સારા માણસો, વૃધ્ધો, વડીલો અને માસ્તરો, નોકરીયાત તથા ખેડૂતો, પુરૂષ અને સ્ત્રીવર્ગ, બાળકો અને ટાબરીયાઓ તથા વિધાર્થીઓ, હિન્દુ અને મુસ્લીમ મળી ને કૂલ ૩૦૦૦ કરતાં પણ ઓછી વસ્તીવાળું આ ગામ એક આગવી ઓળખ ધરાવે છે.

જેમાં ના તો કોઇ બાદશાહની બાદશાહી કે ના કોઇ ઠાકોર નું રાજ. પણ એક છે સ્વરાજ (માજી સરપંચનું ટ્રેકટર).

ગામની સુંદરતા તો કંઇ ક અનોખી જ, ગામની પૂર્વ અને દક્ષિણ દિશામાં એમ બે બાજુ બે મોટા તળાવ આવેલા છે, બાલમંદિરથી માંડીને પ્રાથમિક શાળા તથા ધોરણ ૮, ૯, અને ૧૦ સુધીની સેકન્ડરી સ્કૂલ અને ઇસ્લામિક તાલીમ માટે ગામડાઓ લેવલે ખુબ જ વિશાળ ઇસ્લામિક મદ્રેસો તથા બીજી ચાર મસ્જિદ પૈકી એક ગામની શાન સમાન ગામના બસ સ્ટેન્ડ (હવાડા) સામે એક નવિ જ મસ્જિદ (મસ્જિદે અહમદ રઝા) પોતાની ગામની આગવી ઓળખ ધરાવે છે. ગામની સેવા સહકારી મંડળી અને ચાર થી વધારે પ્રાઇવેટ દૂધ મંડળી અને બે નાના દવાખાના તથા અને હવાડાની વાત કરૂ તો ગામમાંથી ચોમાસામાં પાણીનું વહેતું વાંઘું અને વાંઘાની એક બાજું ગામ પંચાયત ઓફિસ, પંચાયત ઓફિસ સામે દુકાનો અને દુકાનો સામે સરકારી દવાખાનું તથા નજીકમાં જ પ્રાથમિક શાળા અને ગામના પ્રવેશ માર્ગ પર ટેલિફોન એક્ષચેન્જ આમ દરેક નાની મોટી સુવિધાઓ પુરી થઇ શકે એવું ‘‘મલ્ટી વિલેજ’’ મારૂ ગામ……

આગળ વધતાં જણાવું કે મારા ગામમાં નદી નથી પણ નદી જેવી એક નાનકડી નહેર (વાંઘું) જે ગામમાં થી દરેક ને પોતાના દર્શન કરાવીને મારા ઘરની પાછળના ભાગમાંથી વહેતી જાય છે. અને મોટી નદી નહીં પણ એક નાનકડી નદી (નામે ભમરા) ને ભેટે છે.

ગામ એક પ્રગિત તરફ આગળ વધતું ને વધતું જાય છે. ૩૦૦ થી વધારે વ્યક્તિ ઓ વિદેશમાં રહે છે. સારા એવા ધંધાદારી વ્યક્તિ તથા જમિનદારો, આવક તો કોઇ શહેર કરતાં ઓછી પણ નથી. અને એક ખાસ વ્યક્તિની ઓળખ જેમને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ (અબ્દુલકલામ આઝાદ) ના હાથે પોતાની ખોજ માટે એક વૈજ્ઞાનિકના રૂપમાં એવોર્ડ મળ્યો હતો. અને હાલમાં ચૂંટાયેલા સરપંચ પદે ફરજ બજાવતા ગામના પ્રથમ જ નવજુવાન છે.


પ્રિય Imran~guwiki, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--સતિષચંદ્રચર્ચા/યોગદાન

Your account will be renamed ફેરફાર કરો

૦૭:૧૬, ૧૮ માર્ચ ૨૦૧૫ (IST)

૧૩:૧૦, ૧૯ એપ્રિલ ૨૦૧૫ (IST)