પ્રિય Ksoni, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--ધવલચર્ચા/યોગદાન ૧૨:૪૩, ૧૯ મે ૨૦૦૮ (UTC)

ડીલીશન ટૅગ માટે ખુલાસો

ફેરફાર કરો

કલ્પેશભાઇ, બે ખુલાસા કરવાના છે, એક તો એ કે ડીલીશન ટૅગ મેં નહોતું માર્યું, મેં તો ખાલી કોઇના મારેલા અને અન્ય કોઇ દ્વારા દૂર કરવામાં આવેલા ડીલીશન ટૅગને પાછુંજ વાળ્યું હતું, અને બીજો એ કે, વાંધો લેખ કોઇ વ્યક્તિ ઉપર છે કે ધાર્મિક લખાણ છે (ડીલીશન ટૅગની ટિપ્પણી) તેની સામે નથી, પરંતુ, લેખ અન્ય કોઇ જગ્યાએથી શબ્દશ: ઉઠાંતરી કરેલો છે એની સામે છે. આપ કોઇ પણ વ્યક્તિ વિષે નિષ્પક્ષ પણે લેખ લખી શકો છો અને તેમા કરેલા દાવાઓ માટે યોગ્ય પુરાવા (અન્ય સંદર્ભો કે કડીઓ) આપવી યોગ્ય રહેશે. આપ વિના સંકોચે યોગદાન કરવાનું ચાલુ રાખશો, અને ક્યાંય પણ મુંઝાવ તો મારો સંપર્ક કરશો.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૪૬, ૧૯ મે ૨૦૦૮ (UTC)

શ્રી કલ્પેશભાઇ, નમસ્કાર. "ચોતરા" પર જઇ ધવલભાઇને કાયમી પ્રબંધક માટે વોટ આપવા વિનંતી કરું છું. હવે એમને એક જ વોટ જોઇએ છે. આપની જેમ જ મને પણ ધવલભાઇ તરફથી અવારનવાર માર્ગદર્શન મળ્યું છે.--૧૮:૧૪, ૧૫ જૂન ૨૦૦૮ (UTC)

વિકિપીડિયા:પ્રબંધક

ફેરફાર કરો

મિત્ર, આપે પ્રબંધકના નોમિનેશન પેજ પર કોમેન્ટ મુકી છે, જેના પરથી એમ લાગે છે કે આપનો મત તરફેણમાં છે, આપે મુકેલો સંદેશો કૉમેન્ટ્સ હેઠળ્આ છે અને તે પણ અન્ય કોઇ વ્યક્તિએ લખેલી ટિપ્પણીમાં ભળી ગયો છે. આપ, તેને યથાયોગ્ય મથાળા (તરફેણમાં કે વિરુદ્ધમાં) હેઠળ મુકી શકશો?--ધવલચર્ચા/યોગદાન ૧૨:૪૩, ૨૧ ઓકટોબર ૨૦૦૮ (UTC)