કેન્દ્ર સરકારે બંધારણમાં એક મહત્ત્વનો અને ઐતિહાસિક સુધારો કરીને શિક્ષણને દેશના પ્રત્યેક નાગરિકનો મૂળભૂત અધિકાર ઘોષિત કર્યો છે. ઇ.સ. ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીએ ભારતનું બંધારણ અમલમાં આવ્યું તે પછી પહેલી વખત મૂળભૂત અધિકારોની યાદીમાં એક નવા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાઇટ ટુ એડયુકેશન એક્ટને કારણે ભારતમાં ૬- ૧૪ની વયજૂથના ૨૨ કરોડ બાળકોને અસર થશે, જેમાંના ૯૨ લાખ બાળકો હજી સ્કૂલમાં જઈ શકતા નથી. નવા કાયદા મુજબ જો કોઈ વાલી પોતાનાં બાળકને સ્કૂલે મોકલવામાં નિષ્ફળ જશે તો તેને ૧૦,૦૦૦ રૃપિયા સુધીનો દંડ પણ થઈ શકશે. આ કાયદા મુજબ દેશની તમામ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા બેઠકો ગરીબ બાળકો માટે અનામત રાખવાની રહેશે, જેમાં ફ્રીમાં શિક્ષણ આપવું પડશે. આ કાયદાને કારણે સ્કૂલે નહીં જતા ૯૨ લાખ બાળકો કદાચ સ્કૂલમાં જતાં થઈ જશે, પણ તેમને સારું અને સાચું શિક્ષણ જ મળશે, તેની કોઈ ગેરન્ટી નથી. ભારતના વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ સામાન્ય રીતે ટીવી પર આવીને દેશની પ્રજાને સંબોધન કરતાં નથી. શિક્ષણને મૂળભૂત અધિકાર ગણાવતું કાયદાનું તેમને એટલું બધું મહત્વ લાગ્યું છે કે, તેમણે ખાસ ટીવી ઉપર આવીને આ બાબતમાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં ડૉ. મનમોહનસિંહે કહ્યું હતું કે તેઓ અત્યારે જે કાંઈ છે તે શિક્ષણને કારણે જ છે. કેન્દ્ર સરકારે પ્રાથમિક શિક્ષણને મફત અને ફરજિયાત બનાવતો કાયદો કરીને તેની જાહેરાત કરી દીધી; પણ ભારતના સમવાયતંત્ર મુજબ શિક્ષણ એ રાજ્યનો વિષય છે. શિક્ષણની બાબતમાં નીતિઓ ઘડવાનું કામ કેન્દ્ર સરકાર કરે છે; પણ તેના અમલની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. કેન્દ્ર સરકારે જે કાયદો ઘડયો છે તેના અમલીકરણ માટે આવતા પાંચ વર્ષમાં ૧.૭૧ લાખ કરોડ રૃપિયાની જરૃર પડવાની છે. આ પૈકી ૫૫ ટકા રકમ કેન્દ્ર કાઢશે પણ બાકીના ૪૫ ટકા રકમનો ખર્ચ કરવાની જવાબદારી રાજ્ય સરકારોને સોંપવામાં આવી છે. જો રાજ્યો પાસે નાણાં નહિ હોય અથવા આ નવા કાયદાનો અમલ કરવાનો ઉત્સાહ નહીં હોય તો આ કાયદો પોથીમાંના રીંગણાં જેવો જ બની રહેશે. આજે શિક્ષણનું મોટા પાયે ખાનગીકરણ થઈ ગયું છે. સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવતું હોવા છતાં વાલીઓ ફીના આકરા ખર્ચાઓ કરીને પણ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણવા મોકલે છે. આ શાળાઓ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાને બહાને વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી તગડું ડોનેશન વસૂલ કરવા ઉપરાંત આકરી ફી પણ વસૂલ કરે છે. મુંબઈ અને અમદાવાદની કેટલીક પૉશ સ્કૂલોમાં તો મધ્યમ વર્ગના વાલીઓ પણ પોતાના બાળકો માટે પ્રવેશ નથી મેળવી શકતા. આવી ખાનગી સ્કૂલોમાં ૨૫ ટકા બેઠકો ગરીબ વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાના કાયદામાંથી આ સ્કૂલો કોઈ છટકબારી શોધી કાઢશે. અત્યારે મુંબઈની પૉશ હોસ્પિટલોમાં ૧૦ ટકા પથારીઓ ગરીબ દર્દીઓ માટે અનામત રાખવાનો કાયદો છે, પણ કોઈ ગરીબ દર્દી આ ફ્રી બૅડનો લાભ લેવા જાય તો તેને હડધૂત કરવામાં આવે છે. પૉશ સ્કૂલોમાં પ્રવેશ લેવા જતાં ગરીબ બાળકોના પણ આવા જ હાલ થશે. આજેે સારી કહેવાતી સ્કૂલોમાં પણ એક વર્ગમાં ૫૦થી ૬૦ વિદ્યાર્થીઓને ઘેટાંબકરાંની જેમ ભરવામાં આવે છે, જેને કારણે બાળકો ઉપર વ્યક્તિગત ધ્યાન આપી શકાતું નથી અને તેમણે ફરજિયાત ટયુશન લેવું પડે છે. આજના શિક્ષકોની મનોવૃત્તિ પણ એવી થઈ ગઈ છે કે તેઓ સ્કૂલમાં ઇમાનદારીથી ભણાવતા નથી પણ ટયુશન ક્લાસમાં જ ભણાવે છે. આ કારણે બાળકનો સમય સ્કૂલમાં અને ટયુશન ક્લાસમાં બરબાદ થાય છે. બે ઘરનો પરોણો ભૂખ્યો રહી જાય તેવી આજના વિદ્યાર્થીની હાલત છે. સ્કૂલોમાં અને ટયુશન ક્લાસોમાં પણ જે શિક્ષણ આપવામાં આવે છે તેની ગુણવત્તા હલકી હોય છે. વિદ્યાર્થીઓ પાઠય પુસ્તક વાંચવાને બદલે ગાઇડ વાંચીને પાસ થઈ જાય છે. તેમનું મોટા ભાગનું જ્ઞાાન સમજણ ઉપર નહીં પણ ગોખણપટ્ટી આધારીત જ હોય છે. પરીક્ષામાં તેમની સમજણની નહીં પણ ગોખણપટ્ટી કરવાની શક્તિની જ કસોટી થાય છે. આ કારણે આધુનિક શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓમાં ભણતર આવે છે પણ ગણતર નથી આવતું. સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ પોતાનો વ્યવસાય નથી કરી શકતા પણ નોકરીની લાઇનમાં ઊભા રહે છે. રાઇટ ટુ એડયુકેશન એક્ટની એક કલમ કહે છે કે, એકથી ચાર ધોરણમાં દર ૩૦ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હોવા જોઈએ અને ઉપલા વર્ગમાં ૩૫ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હોવા જોઈએ. આજની મોટા ભાગની સ્કૂલોમાં આ પ્રમાણ જાળવવા માટે જેટલા શિક્ષકોની જરૃર પડે તેના કરતા અડધા શિક્ષકો જ હોય છે. જો વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવી હશે તો શિક્ષકોની સંખ્યા વધારવી પડે. આ સંખ્યા વધારવા માટે વધારાનું ભંડોળ જોઈશે. ખાનગી સ્કૂલોમાં ૨૫ ટકા બેઠકો ગરીબ વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવશે. આ ગરીબ વિદ્યાર્થીઓની ફી રાજ્ય સરકારે ચૂકવવાની રહેશે. આ ભંડોળો રાજ્યો પાસે ક્યાંથી આવશે ? જે ગરીબ વાલીઓ ખાનગી સ્કૂલોમાં પોતાના બાળકોને ભણવા મોકલશે તેમના ફી ઉપરાંત યુનિફોર્મ, નોટબુક અને સ્કૂલ બસના પૈસા કોણ ચૂકવશે ? વર્ગખંડમાં વિદ્યાર્થીદીઠ શિક્ષકનો રેશિયો વધારવાથી લાખો નવા શિક્ષકોની જરૃર પડશે. આજના કાળમાં સંસ્કારી, ખાનદાન, નિષ્ઠાવાન અને સેવાભાવી શિક્ષકોની મોટી અછત છે. જે સારા શિક્ષકો છે તેઓ પણ શાળાઓમાં ભણાવવાને બદલે ટયુશન ક્લાસમાં ભણાવવાનું વધુ પસંદ કરે છે. આ સંયોગોમાં સરકાર નિષ્ઠાવાન શિક્ષકો કયાં કારખાનાંમાં પેદા કરશે ? જ્યાં સુધી શિક્ષકોની ગુણવત્તા નહીં સુધરે ત્યાં સુધી શિક્ષણની ગુણવત્તા અને ઉપયોગિતા સુધરે તેવી આશા રાખવી અસ્થાને છે. આજના શિક્ષણમાં બાળકને કેવી રીતે ભણાવવામાં આવે છે તેના કરતાં પણ મહત્ત્વની બાબત તેને શું ભણાવવામાં આવે છે અને શું નથી ભણાવવામાં આવતું તેનું છે. આપણી શાળાઓમાં આજે પણ મોગલોએ અને અંગ્રેજોએ લખેલો ખોટો ઇતિહાસ ભણાવવામાં આવે છે. લોર્ડ મેકોલોએ આજથી ૧૫૦ વર્ષ અગાઉ ભારતના નાગરિકોને અંગ્રેજોના ગુલામ બનાવવા અને ભારતની સંસ્કૃતિનો નાશ કરવા માટે જે શિક્ષણ પદ્ધતિ વિકસાવી કાઢી તેમાં આજે પણ ખાસ કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. આજે પણ આપણી શાળાઓમાં રામાયણ- મહાભારતના પાઠો ભણાવવામાં નથી આવતા પણ 'રીંગા રીંગા રોઝી' જેવી ફાલતુ અંગ્રેજી કવિતાઓ ભણાવવામાં આવે છે. આજે પણ આપણી સ્કૂલોમાં શહીદ ભગતસિંહ અને તાત્યા ટોપેની કુરબાનીનો ઇતિહાસ નથી ભણાવવામાં આવતો પણ લોર્ડ કોર્નાલિસે ભારતની પ્રજા ઉપર કયા મહાન ઉપકારો કર્યા હતા તેનો ઇતિહાસ ગોખાવવામાં આવે છે. શિક્ષણની આ પદ્ધતિ આજે પણ આપણા દેશમાં ગુલામ નાગરિકો પેદા કરે છે, જેઓ સરકારના અન્યાય અને અત્યાચારો સામે અવાજ નથી ઉઠાવી શકતા આ ગુલામીજનક પદ્ધતિ બદલવાને બદલ તેને ફરજિયાત બનાવી દેવાથી ફાયદો કરતા નુકસાન વધુ થવાની સંભાવના છે. આજની આપણી સ્કૂલો અને કોલેજો શિક્ષિત બેકારો પેદા કરતા કારખાનાંઓ જેવી બની ગઈ છે. સ્કૂલોના અને કોલેજોના અભ્યાસક્રમમાં ગોખણપટ્ટીને જેટલું મહત્ત્વ આપવામાં આવે છે તેના હજારમાં ભાગનું મહત્ત્વ પણ સ્કીલનો વિકાસ કરવાને આપવામાં આવતું નથી. આ કારણે આજની યુનિવર્સિટીના સ્નાતકો પણ કોઈ હુન્નર કરવા માટે નકામા થઈ જાય છે. આજના કોમર્સ ગ્રેજ્યુએટો પોતાનો નાનકડો ધંધો શરૃ કરવાની આવડત ધરાવતા નથી અને સાયન્સ ગ્રેજ્યુએટો કોઈ શોધખોળ કરવાનો ઉત્સાહ ધરાવતા નથી. આજના એમબીએ પણ પોતાનો વેપાર શરૃ કરવાને બદલે તૈયાર નોકરી જ શોધે છે. ભારતની યુનિવર્સિટીમાં એન્જિનિયર બનનાર યુવાનને પણ વિદેશી કંપનીમાં નોકરી જોઈતી હોય તો ખાસ તાલીમ લેવી પડે છે, એવી આપણા શિક્ષણની ગુણવત્તા છે. પ્રાથમિક શિક્ષણ ફરજિયાત મફત બનાવી દેવાથી શિક્ષણની આ હલકી ગુણવત્તા સુધરી જવાની નથી. આજની શિક્ષણ પદ્ધતિમાં નૈતિક કેળવણીનો જબરદસ્ત અભાવ છે. તેને કારણે જાહેરજીવનમાં નૈતિક મૂલ્યોનું ધોવાણ થઈ ગયું છે અને ભ્રષ્ટાચાર શિષ્ટાચાર થઈ ગયો છે. આજની શિક્ષણ પદ્ધતિમાં ડૉક્ટર બનનાર ગરીબ દર્દીની મફતમાં સારવાર કરવા તૈયાર નથી પણ તેના ભાગે પોતે માલદાર બનવા મંાગે છે. આજની કૉલેજોમાં એમબીએ થનાર વિદ્યાર્થીને ધંધામાં નીતિમત્તાના પાઠો ભણાવવામાં નથી આવતા પણ ગ્રાહકો સાથે સફેદ ઠગાઈ કરીને કંપનીનું વેચાણ કેવી રીતે વધારવું તેની તરકીબો શીખવવામાં આવે છે. આજની યુનિવર્સિટીના સ્નાતકો વૃદ્ધ મા-બાપની સેવા કરવા તૈયાર નથી હોતા પણ તેમને વૃદ્ધાશ્રમોમાં ધકેલી દે છે. આજની કૉલેજોમાં આઇટીનું શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓ સાઇબર ક્રાઇમ કરીને ધનવાન બનવાની કેળવણી પ્રાપ્ત કરે છે. મોટા ભાગના આર્થિક ગુનાઓ ભણેલાગણેલા લોકો જ કરતા હોય છે. સુપ્રિમ કોર્ટે ભારતની તમામ સ્કૂલોમાં નીતિની કેળવણી આપવાનું ફરજિયાત બનાવ્યું છે પણ સ્કૂલો પાસે કોઈ પાઠયક્રમ નથી અને વિદ્યાર્થીઓમાં નીતિમત્તાનું સિંચન કરી શકે તેવા ચારિત્ર્યવાન શિક્ષકો પણ નથી. શિક્ષણની આ બધી ગંભીર સમસ્યાઓ શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવી દેવાથી હલ થવાની નથી. શિક્ષણનો ઉદ્ધાર કરવા માટે તળિયાઝાટક ફેરફારો કરવા પડશે.

પ્રિય PATEL VISHNU, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--સતિષચંદ્રચર્ચા/યોગદાન