ભાઈશ્રી Prakashkhanchandani, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--સતિષચંદ્રચર્ચા/યોગદાન

જય વસાવડાની બાહ્ય કડીઓ ફેરફાર કરો

મિત્ર પ્રકાશભાઈ, આપ જય વસાવડાનાં લેખમાં જે ઓર્કુટ, ટ્વિટર અને તેવી અન્ય બાહ્ય કડીઓ ઉમેરો છો તે મેં આજે બીજી વખત દૂર કરી છે. ધ્યાન રાખો કે આ વિકિપીડિયા તે કોઈ જાહેરાતનું માધ્યમ નથી, કે નથીતો તે કોઈ સોશીયલ નેટવર્કિંગની જગ્યા, કે જ્યાં આપ વ્યક્તિ વિષેની આ બધી માહિતીઓ ઉમેરો. આ તેમના બાયોડેટાનું સ્થળ પણ નથી, માટે, સામાન્ય જનતાને જ્ઞાન મેળવવા માટે ઉપયોગી હોય તેવીજ માહિતી અહીં ઉમેરવી, તેમના માતા-પીતાએ પ્રેમ લગ્ન કર્યા હતા, તેનાથી જનતાને કોઇ લાભ થવાનો નથી, કે નથીતો તેમના ઓર્કુટના પાનાની મુલાકાત લેવાથી વિકિપીડિયાના વાંચકોનું તેમના વિષે કોઇ જ્ઞાન વધવાનું છે. માટે ધ્યાન રાખીને એક જ્ઞાનકોષને અનુરૂપ માહિતી જ અહીં ઉમેરશો તેવી વિનંતી છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૨, ૫ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

પ્રકાશભાઈ, સૌ પ્રથમ તો આપે ન ઉમેરેલી માહિતીનો ઉલ્લેખ આપની સાથેની ચર્ચામાં કરવા બદલ માફી ચાહું છું. અને કદાચ ઉપરનાં સંદેશાની શરૂઆતમાં લખેલી મારી ભાષા પણ તમને અયોગ્ય લાગી હોય, તે બદલ પણ ક્ષમા ચાહું છું. પરંતુ અચાનક આ લેખમાં આ પ્રકારના ફેરફારો થતા જોઈને મારાથી લખી દેવાયું હતું. આપે કહ્યું છે તેમ, જો કોઈ વ્યક્તિ વિષેની પુરતી માહિતી અન્ય જગ્યાએ ના હોય તો, તે લેખને સ્ટબ કક્ષાનો રહેવા દેવામાં કશો વાંધો નથી, સમય મળ્યે તેને સમૃદ્ધ કરતા રહેવો જોઈએ, જરૂરી નથી કે દરેક લેખો પ્રારંભથી જ ઉમદા હોવા જોઈએ. પરંતુ ઓર્કુટ અને ટ્વિટરની કડીઓ ઉમેરવાથી ભાગ્યેજ વ્યક્તિ વિષેની માહીતી મળી શકે છે, તે માધ્યમો જે તે વ્યક્તિની સાથે સંપર્કમાં રહેવાનાં છે. અંગ્રેજીમાં કેમ છે તેની મને ખબર નથી, પરંતુ, બહોળા પ્રમાણમાં વિકિની એક નીતિ છે કે અહીં બ્લૉગ સાઈટ્સની કડીઓ ના ઉમેરવી,ને ટ્વિટર એ માઇક્રો બ્લૉગિંગ સાઈટ જ છે, માટે મારો મત તો હજુ પણ તે કડીઓ અહીં ના ઉમેરવાનો જ છે. જો આપને લાગતું હોય કે આ કડીઓ ઉમેરવાથી જયભાઈ વિષેની કોઈ વધુ માહિતી વાંચકોને સાંપડી શકે છે, અને તે માહિતી અહીં ઉમેરી શકાય તેવી નથી, તો આપ તે કડીઓ ઉમેરી શકો છો, પરંતુ હું ફક્ત out of curiosity જાણવા માંગીશ કે એ કઈ માહિતી છે જે ત્યાંથી મળી શકે તેમ છે? (અને હા, એક વાત તરફ ધ્યાન દોરવાનું કે, નવી ચર્ચા શરૂ કરવા માટે ચર્ચાનાં પાનામાં "ફેરફાર કરો" ટેબની બાજુમાં "+"નું ચિહ્ન છે, તેના પર ક્લિક કરવાથી નવી ચર્ચા શરૂ થશે, જે પાનાંનાં અંતે ઉમેરાશે)--ધવલચર્ચા/યોગદાન ૦૯:૨૦, ૬ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)
પ્રકાશભાઈ, મારૂં સદનસિબ છે કે તમે મને સમજી શક્યા છો, અને મારી વાતનો ઉલટો અર્થ નથી લીધો, તથા આ ચર્ચામાં જોડાયા છો. હું તમારા આશય સાથે સહમત થાઉં છું કે ઓર્કુટ અને ટ્વિટર મારફતે વાંચકો લેખક સાથે સંકળાઇ શકે છે, પરંતુ, બ્લોગ્સ જે-તે વ્યક્તિનાં પોતાના વિચારો રજૂ કરવાનું માધ્યમ છે, અને માટે શક્ય છે કે ત્યાં લખેલી માહિતી પૂર્વાગ્રહ વાળી (Biased) હોય. અને આ જ કારણથી વિકિપીડિયામાં બ્લોગ્સનાં રેફરન્સ ઉમેરવા તે નીતિ વિરુદ્ધ છે, કેમકે અહીં રજૂ કરવામાં આવતી કોઈપણ માહિતી, કોઈ પણ પ્રકારનાં પૂર્વાગ્રહથી પ્રેરિત ના હોવી જોઇએ. તમે ધ્યાનમાં લીધું તે મુજબ જય વસાવડાએ પૂર્ણ કરેલી કૃતિની વાત મેં લેખમાંથી હટાવી કેમકે તે ભવિષ્યની વાત છે, જે લેખક સિવાય અન્ય કોઈ જાણતું ના હોય (માટે તેનો તટસ્થ સંદર્ભ આપવું અશક્ય છે) આ ઉપરાંત તે અનિશ્ચિત પણ છે, તથા એટલું જ નહી, તે વાતને વિવેચકો જાહેરાત તરિકે ગણાવી શકે છે, અને ફરી જાહેરાત તે પણ અહીંની નીતિ વિરુદ્ધ છે.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૮, ૬ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

મુખપૃષ્ઠ માટે સૂચન ફેરફાર કરો

પ્રકાશભાઈ, આપનું સુચન સારૂં છે અને સાચી વાત છે કે અનેક લોકો ગુગલ ટ્રાન્સલિટરેતરનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ મારા મતે મુખપૃષ્ઠ પર જ્યાં ઇન્ડિક સ્ક્રિપ્ટ સપોર્ટની લિંક આપી છે, ત્યાં તે ફક્ત એ જ ઉદ્દેશથી આપવામાં આવી છે, કે જો સભ્ય પોતાના કોમ્પ્યુટરમાં ઓફલાઈન ટાઇપ કરીને લખાણ અહીં અપલોડ કરવા માંગતા હોય તો તે પોતાના કમ્પ્યૂટરમાં તેનેેનેબલ કરી શકે છે. ગુગલ ટ્રાન્સલિટરેટરમાં ગુજરાતી ટાઈપ કરવા માટે ઓનલાઈન થવું પડે છે અને તે પછી કે ગુજરાતી ટાઈપીંગ ત્યાં થાય, તે જ અહિં વિકિમાં પણ ઓનલાઈન થઈને સરળતાથિઇ થઈ શકે છે. ગુગલ સિવાય અન્ય પણ અનેક વેબસાઈટ્સ છે જ્યાં આ સુવિધા છે, આપણે કોઈક એકને આગળ કરીને કામ ના કરી શકીએ તેમ મારૂં માનવું છે. અને મૂળ મુદ્દે તો જો ગુજરાતી ટ્રાન્સલિટરેટર અહીં થઈ શકતું હોય તો પછી અન્ય વેબસાઈટની કડી મુખપૃષ્ઠ પર આપવાની શું જરૂર છે? તમારૂં શું માનવું છે?--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૦, ૮ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

આપના પ્રતિભાવની આવશ્યકતા ફેરફાર કરો

મિત્ર Prakashkhanchandani, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર Mailing List અને ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૨, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)