બુદ્ધિસાગરસુરિ
બુદ્ધિસાગરસુરિ (૧૮૭૪-૧૯૨૫) જૈન સન્યાસી, દાર્શનિક અને બ્રિટીશ ભારતના લેખક હતા. હિંદુ કુટુંબમાં જન્મેલા, તે જૈન સાધુ દ્વારા પ્રભાવિત હતા અને પાછળથી તેને સંન્યાસની શરૂઆત કરવામાં આવી હતી, અને બાદમાં આચાર્યની પદવી તરીકે ઉન્નતિ આપવામાં આવી હતી. તેમણે સો કરતા વધારે પુસ્તકો લખ્યા.
બુદ્ધિસાગરસુરિ | |
---|---|
બુદ્ધિસાગર સુરિ | |
અંગત | |
જન્મ | બેચરદાસ પટેલ ૧૮૭૪ |
મૃત્યુ | ૧૯૨૫ |
ધર્મ | જૈન |
પંથ | શ્વેતાંબર |
સહી |
બુદ્ધિસાગરસુરીનો જન્મ ઉત્તર ગુજરાતના વિજાપુર ખાતે ૧૮૭૪માં શિવાભાઇ અને અંબાબેનના હિંદુ પરિવારમાં બેચરદાસ પટેલનો નામે થયો હતો. તેમણે છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો. તેમણે જૈન સાધુ મુનિ રવિસાગરને મળ્યા અને તેમના શિષ્ય બન્યા. તેમણે મહેસાણામાં ધાર્મિક અધ્યયનની શાળા, યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કર્યો. તેમણે આજોલમાં ધાર્મિક ગુરુની નોકરી લીધી. ૧૮૯૮માં રવિસાગરના અવસાન પછી, તેમની આધ્યાત્મિક શોધ તીવ્ર બની. રવિસાગરના શિષ્ય, સુખસાગરે તેમને ૧૯૦૧માં જૈન સાધુ તરીકે દીક્ષા આપી હતી. તેમનું નવું નામ મુનિ બુદ્ધિસાગર અપાયું. તેમને યોગ-નિષ્ઠાના અનૌપચારિક બિરુદથી નવાજવામાં આવ્યા, જેનો શાબ્દિક અર્થ "યોગમાં મક્કમ" થાય. ૧૯૧૪ માં માણસામાં તેમને આચાર્યની પદવી અપાઇ . [૧] [૨] [૩] તેમણે ૧૯૧૭માં મહુડી જૈન મંદિરની સ્થાપના કરી. [૪] તેમને વડોદરા, ઇડર અને પેથાપુરના રાજવીઓએ ત્યાં ઉપદેશ આપવા આમંત્રણ આપ્યું હતું. ૧૯૨૫માં વિજાપુરમાં તેમનું અવસાન થયું. વિજાપુરમાં જૈન મંદિર અને એક સ્મારક મંદિર બનાવવામાં આવ્યું હતું જ્યાં બુદ્ધિસાગરસુરિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
કાર્યો
ફેરફાર કરોતેમણે સો(૧૦૦) કરતાં વધારે પુસ્તકો લખ્યા.[૧] તેમણે લગભગ ૨૦૦૦ કવિતાઓ લખી છે. તેમણે સાબરમતી નદી વિશે મોટી સંખ્યામાં કવિતાઓ લખી છે. [૩] તેમનું પ્રથમ પુસ્તક 'જૈન ધર્મ ખ્રિસ્તી ધર્મનો મુકાબ્લો' હતું, જેમાં જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મની વચ્ચેની તુલના છે. તેમણે ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મ અને તેની મિશનરી પ્રવૃત્તિઓની ટીકા કરી હતી.
તે સમયે તે મૂર્તિપૂજાને લગતી અનેક ચર્ચાઓમાં સામેલ થયા હતા. તેમણે તેનો બચાવ કર્યો અને જૈન સુત્રોમાં મૂર્તિપૂજા (જૈન ધર્મગ્રંથોમાં મૂર્તિપૂજા) પુસ્તિકાની રચના કરી. તેમણે મૂર્તિઓને(ચિહ્નો) પ્રેમ અને ભક્તિનું એક સ્વરૂપ ગણાવ્યું. [૧]
પસંદ કરેલી કૃતિઓ
ફેરફાર કરો- સમાધિ શતક, ધ્યાન પર સો શ્લોક
- યોગ દીપક, યોગ અંગે માર્ગદર્શિકા
- ધ્યાન વિચાર, ધ્યાન પરનું પુસ્તક
- અધ્યાત્મ શાંતિ, આધ્યાત્મિક શાંતિ પરની કૃતિ
- કર્મયોગ, કર્મનો સિદ્ધાંત
- અધ્યાત્મ ગીતા
- આત્મા શક્તિ પ્રકાશ
- આત્મા દર્શન
- શુદ્ધોપયોગ
- સમ્ય શતક
- શિષ્યોપનિષદ
- આત્મના શસન
- આનંદઘન પદ ભાવાર્થ સંગ્રહ, જૈન રહસ્યમય કવિ આનંદઘનના સ્તોત્રોનો સંગ્રહ અને તેનો અર્થ
- શ્રીમદ્ દેવચંદ્રજી, દેવચંદ્રનું જીવનચરિત્ર
- કુમારપાલા ચરિત્ર, ચૌલુક્ય શાસક કુમારપાળનું જીવનચરિત્ર
- યશોવિજય ચરિત્ર, યશોવિજયનું જીવનચરિત્ર
- અધ્યાત્મ ભજન સંગ્રહ ૧–૧૪, ગીતોનો સંગ્રહ
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ John Cort (16 November 2009). Framing the Jina: Narratives of Icons and Idols in Jain History. Oxford University Press. પૃષ્ઠ 250–251. ISBN 978-0-19-973957-8.
- ↑ "Acharya Shri Buddhi Sagarji►Biography". herenow4u.com. 31 January 2012. મેળવેલ 10 August 2014.
- ↑ ૩.૦ ૩.૧ "पीएम मोदी ने जिन जैन मुनि का ज़िक्र किया वो कौन हैं". BBC News Hindi (હિન્દીમાં). 2019-08-16. મેળવેલ 2020-11-07.
- ↑ Dave, Pranav (2 November 2013). "Kali Chaudas havan revered by all faiths". The Times of India. Ahmedabad. મેળવેલ 2 November 2013.