સમરજિતસિંહ ગાયકવાડ

ભારતીય ક્રિકેટ વહીવટકર્તા

સમરજીતસિંહ રણજીતસિંહ ગાયકવાડ (જન્મ ૨૫ એપ્રિલ ૧૯૬૭) ક્રિકેટ પ્રશાસક અને ભૂતપૂર્વ પ્રથમ શ્રેણી ક્રિકેટર છે. ગાયકવાડ ભારતના બરોડા સ્ટેટના રાજા છે. તેમને ૨૦૧૩ના સમાધાન અંતર્ગત પરિવારની સંપત્તિનો મોટો હિસ્સો મળ્યો હતો.[૧]

સમરજિતસિંહ રણજીતસિંહ ગાયકવાડ
વડોદરાના શીર્ષક મહારાજા
૨૦૧૭માં સમરજિતસિંહ ગાયકવાડ તેમની પત્ની રાધિકારાજે સાથે
વડોદરાના મહારાજા
Tenure૨૦૧૨ – હાલ
રાજ્યાભિષેક૨૦૧૨
પુરોગામીરણજીતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડ
વારસદારસંગ્રામસિંહ ગાયકવાડ
અંગત માહિતી
જન્મ૨૫ એપ્રિલ ૧૯૬૭
વડોદરા, ગુજરાત, ભારત
બેટિંગ શૈલીજમણેરી
સંબંધોજુઓ ગાયકવાડ રાજવંશ
સ્થાનિક ટીમ માહિતી
વર્ષટીમ
૧૯૮૭/૮૮–૧૯૮૮/૮૯વડોદરા ક્રિકેટ ટીમ
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ
મેચ
નોંધાવેલા રન ૧૧૯
બેટિંગ સરેરાશ ૧૭.૦૦
૧૦૦/૫૦ ૦/૧
ઉચ્ચ સ્કોર ૬૫
કેચ/સ્ટમ્પિંગ ૩/–
Source: ESPNcricinfo, ૭ સપ્ટેમ્બર ૨૦૧૯

પ્રારંભિક જીવન અને પરિવાર ફેરફાર કરો

સમરજીતસિંહનો જન્મ ૨૫ એપ્રિલ ૧૯૬૭ના રોજ રણજિતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડ અને શુભાંગિનીરાજેના એકમાત્ર પુત્ર તરીકે થયો હતો.[૨] તેમણે દેહરાદૂનની દૂન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો જ્યાં તેમણે એક સાથે શાળાની ક્રિકેટ, ફૂટબોલ અને ટેનિસ ટીમોની કેપ્ટનશીપ કરી હતી.[૩]

મે ૨૦૧૨માં તેમના પિતાના મૃત્યુ પછી, સમરજીતસિંહને ૨૨ જૂન ૨૦૧૨ના રોજ લક્ષ્મી વિલાસ મહેલમાં પરંપરાગત સમારોહમાં મહારાજાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.[૨] તેમણે ₹૨૦,૦૦૦ કરોડથી વધુ (૨૦૨૩માં ₹૩૪૦ બિલિયન અથવા ૪.૩ અબજ અમેરિકન ડોલરની સમકક્ષ) (૨૦૧૩માં ૩ અબજ અમેરિકન ડોલર) ના ૨૩ વર્ષ લાંબા કાનૂની વારસાના વિવાદનો ૨૦૧૩માં તેમના કાકા સંગ્રામસિંહ ગાયકવાડ સાથે સમાધાન કર્યું હતું. આ સમધાન દ્વારા સમરજીતસિંહે લક્ષ્મી વિલાસ પેલેસની માલિકી મેળવી હતી, જેમાં મોતી બાગ સ્ટેડિયમ અને મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ સહિત મહેલ નજીકની ૬૦૦ એકર (૨૪૦ હેક્ટર) જમીનની સ્થાવર મિલકત, રાજા રવિ વર્માના કેટલાક ચિત્રો તેમજ ફતેહસિંહરાવની જંગમ મિલકતો જેવી કે સોનું, ચાંદી અને શાહી દાગીનાનો સમાવેશ થાય છે.[૪][૫][૬][૭] તેમણે ગુજરાતમાં અને ઉત્તર પ્રદેશના વારાણસીમાં ૧૭ મંદિરોનું સંચાલન કરતા મંદિરોના ટ્રસ્ટનો પણ અંકુશ મેળવ્યો હતો.[૮]

અંગત જીવન ફેરફાર કરો

વર્ષ ૨૦૦૨થી સમરજિતસિંહના લગ્ન રાધિકારાજે સાથે થયા છે, જે વાંકાનેર રાજ્યના રાજવી પરિવારમાંથી આવે છે. દંપતીને બે પુત્રીઓ છે.[૫] આ ચારેય શુભાંગિનીરાજે સાથે લક્ષ્મી વિલાસ પેલેસમાં રહે છે, જે ભારતનું સૌથી મોટું ખાનગી નિવાસસ્થાન છે.[૯] મહારાજા બન્યા બાદ સમરજીતસિંહે તેમના લક્ષ્મી વિલાસ બેન્ક્વેટ્સ સાહસ હેઠળ ખાનગી સમારંભો માટે ભોજન સમારંભની સુવિધા તરીકે મહેલ સંકુલનો એક ભાગ ખુલ્લો મૂક્યો હતો.[૧૦][૯]

સમરજીતસિંહ નવેમ્બર ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા,[૧૧] પરંતુ ૨૦૧૭થી તેઓ રાજકારણમાં નિષ્ક્રિય છે.[૫]

ક્રિકેટ કારકિર્દી ફેરફાર કરો

સમરજીતસિંહ રણજી ટ્રોફીમાં બરોડા તરફથી ક્રિકેટ રમ્યા હતા. તેઓ ૧૯૮૭/૮૮ અને ૧૯૮૮/૮૯ની સિઝન વચ્ચે ટોપ ઓર્ડર બેટ્સમેન[૫] તરીકે છ પ્રથમ શ્રેણીની મેચો રમ્યા હતા.[૧૨] બાદમાં તેઓ ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર બન્યા અને બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે સેવા આપી.[૧૩] વર્ષ ૨૦૧૫થી તેઓ મોતી બાગ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી ચલાવે છે.[૧૪] ક્રિકેટ ઉપરાંત, તેઓ ગોલ્ફની રમતના ખેલાડી રહ્યા છે અને લક્ષ્મી વિલાસ પેલેસ સંકુલમાં ૧૦-હોલ ગોલ્ફ કોર્સ અને ક્લબહાઉસ બનાવ્યું.[૧૫][૩][૯]

સંદર્ભ ફેરફાર કરો

  1. Nelson, Dean (24 October 2013). "Baroda Maharaja settles £3 billion inheritance feud". The Telegraph. મૂળ સંગ્રહિત માંથી 30 July 2017 પર સંગ્રહિત. મેળવેલ 7 September 2019. CS1 maint: discouraged parameter (link)
  2. ૨.૦ ૨.૧ "Samarjitsinh crowned new Gaekwad of Vadodara". India Today. 23 June 2012. મેળવેલ 7 September 2019. CS1 maint: discouraged parameter (link)
  3. ૩.૦ ૩.૧ Mahurkar, Uday (29 August 2005). "Gaekwad inheritance: Legal battle for control of Vadodara royal family property gets messier". India Today. મેળવેલ 13 September 2019. CS1 maint: discouraged parameter (link)
  4. Pathak, Maulik (24 October 2013). "Vadodara's royal Gaekwad family ends inheritance dispute". Livemint. મૂળ સંગ્રહિત માંથી 31 January 2018 પર સંગ્રહિત. મેળવેલ 7 September 2019. CS1 maint: discouraged parameter (link)
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ Oza, Nandini (20 August 2017). "Flair apparent". The Week. મૂળ સંગ્રહિત માંથી 31 August 2019 પર સંગ્રહિત. મેળવેલ 7 September 2019. CS1 maint: discouraged parameter (link)
  6. Jolly, Asit (11 November 2013). "The Royal Bounty". India Today. મેળવેલ 8 September 2019. CS1 maint: discouraged parameter (link)
  7. "Members of ex-Indian royal family end dispute over palaces, diamonds". The Straits Times. 24 October 2013. મેળવેલ 10 September 2019. CS1 maint: discouraged parameter (link)
  8. Mallik, Pradeep (27 October 2013). "THE ROYAL TRUCE". Ahmedabad Mirror. મેળવેલ 7 September 2019. CS1 maint: discouraged parameter (link)
  9. ૯.૦ ૯.૧ ૯.૨ Sethi, Sunil (20 March 2017). "India's largest private residence unveiled: welcome to the Lukshmi Villas Palace". Architectural Digest. મેળવેલ 14 September 2019. CS1 maint: discouraged parameter (link)
  10. "Lakshmi Vilas Palace throws open doors to private banquets". The Indian Express. 18 October 2013. મેળવેલ 14 September 2019. CS1 maint: discouraged parameter (link)
  11. "Samarjitsinh Gaekwad joins BJP". The Times of India. 15 November 2014. મેળવેલ 7 September 2019. CS1 maint: discouraged parameter (link)
  12. "Samarjeet Gaekwad". ESPNcricinfo. મૂળ સંગ્રહિત માંથી 3 October 2016 પર સંગ્રહિત. મેળવેલ 7 September 2019. CS1 maint: discouraged parameter (link)
  13. "Scion of Gaekwad family reinstated as BCA president". The Times of India. 17 November 2016. મૂળ સંગ્રહિત માંથી 6 December 2016 પર સંગ્રહિત. મેળવેલ 7 September 2019. CS1 maint: discouraged parameter (link)
  14. Tere, Tushar (16 March 2015). "The 'other' royal Gaekwad to train Baroda cricketers". The Times of India. મૂળ સંગ્રહિત માંથી 20 July 2015 પર સંગ્રહિત. મેળવેલ 8 September 2019. CS1 maint: discouraged parameter (link)
  15. Chopra, Shaili (10 August 2012). "New king of Baroda Samarjit Sinh Gaekwad shares his thoughts on golf". The Economic Times. મેળવેલ 7 September 2019. CS1 maint: discouraged parameter (link)