સવાર લઈને
સવાર લઈને ગુજરાત, ભારતના કવિ અનિલ ચાવડા દ્વારા લખાયેલી ગઝલોનો પ્રથમ સંગ્રહ છે. આ પુસ્તકની સમીક્ષા ચન્દ્રકાન્ત ટોપીવાળા, રઘુવીર ચૌધરી, ચિનુ મોદી, હર્ષ બ્રહ્મભટ્ટ અને સૌમ્ય જોશી સહિતના ગુજરાતી કવિઓ અને લેખકોએ કરી હતી.[૧]
લેખક | અનિલ ચાવડા |
---|---|
પૃષ્ઠ કલાકાર | અફાક મણિયાર |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
પ્રકાર | ગુજરાતી ગઝલો |
પ્રકાશક | નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ |
પ્રકાશન તારીખ | ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૨ |
માધ્યમ પ્રકાર | મુદ્રિત - પાકું અને કાચું પૂઠું. |
પાનાં | ૯૬ |
પુરસ્કારો |
|
ISBN | 978-81-8440-680-1 |
OCLC | 843085313 |
દશાંશ વર્ગીકરણ | 891.471 |
LC વર્ગ | PK1859.C285 |
સામગ્રી
ફેરફાર કરોઆ પુસ્તકમાં સિત્તેર ગઝલો છે, જે ચાર, પાંચ કે છ શેરના રૂપમાં રચાયેલી છે. કવિ દ્વારા આ ગઝલમાં અરબી મીટર (કાવ્ય પ્રકાર) 'રામલ', 'કતાવ', અને 'હઝાજ' નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પુસ્તકની કેટલીક ગઝલોમાં વપરાતું મીટર, ખૂબ જ સુંદર છે અને તેનો પ્રવાહ સરળ છે. આ ગઝલોમાં દર્શાવવામાં આવેલી બે મુખ્ય ભાવનાઓ છે - દુ:ખની તીવ્રતા અને સાંસારિક જીવન સાથે વિસંગતતા. કવિ, જોકે, પશ્ચિમીકરણની આધુનિક સંવેદનશીલતાનો પ્રતિનિધિ નથી, તેમ છતાં તેમણે આધુનિક જીવનની ગુંચવણ અને ગૂંગળામણ બતાવી છે. લાંબા મીટરમાં રચિત ગઝલ એ કવિની નોંધપાત્ર કૃતિ છે.[૨]
પુસ્તકમાં ૪૩ ગઝલો આપણને રમલ છંદ (- υ - -) માં પ્રાપ્ત થાય છે, એમાની કેટલીક ગઝલો રમલના મિશ્ર પ્રયોગવાળી પણ છે.[૩]
પુરસ્કાર
ફેરફાર કરોઆ પુસ્તકે તખ્તસિંહ પરમાર પારિતોષિક (૨૦૧૨-૧૩) મેળવ્યો. આ સાથે જ દિલ્હીની સાહિત્ય અકાદમી દ્વારા સ્થાપિત ૨૦૧૪ નો યુવા ગૌરવ એવોર્ડ પણ આ પુસ્તકે મેળવ્યો.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Purohit, Ramesh (15 April 2013). "Savaar Laine - Anil Chavda". Kavita (A Bimonthly Gujarati Poetry Journal). Mumbai: Janmbhoomi.
- ↑ Sheth, Chandrakant (5 August 2013). "Savaar Laine - Anil Chavda". Olakh (Monthly Gujarati Magazine). Ahmedabad: 10.
- ↑ "Sahityasetu- ISSN:2249-2372". sahityasetu.co.in. મેળવેલ 2021-01-25.