સાબરમતી એ અમદાવાદનો એક વિસ્તાર છે.[]

સાબરમતી
વિસ્તાર
સાબરમતી is located in ગુજરાત
સાબરમતી
સાબરમતી
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 23°05′N 72°40′E / 23.083°N 72.667°E / 23.083; 72.667
દેશ India
રાજ્યગુજરાત
જિલ્લોઅમદાવાદ
સરકાર
 • માળખુંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિન્દી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિનકોડ
૩૮૦૦૦૫
ટેલિફોન કોડ૯૧-૦૭૯
લોક સભા વિસ્તારઅમદાવાદ
શહેરી વિસ્તારઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

સાબરમતી વિસ્તાર સાબરમતી નદી ના કાંઠે આવેલો છે. સાબરમતી એ પશ્ચિમ અમદાવાદનો વિકસિત અને શ્રીમંત વિસ્તાર છે. સાબરમતીના મુખ્ય વિસ્તારોમાં રામનગર, ધર્મનગર, જવાહર ચોક, કબીરચોક, રાણિપ, મોટેરા, જનતાનગર, ચાંદખેડા અને ડી-કેબિનનો સમાવેશ થાય છે.

સાબરમતીમાં વસતા લોકોમાં મુખ્યત્વે હિંદુ અને જૈન ધર્મના લોકોનો સમાવેશ થાય છે. સાબરમતીમાં ગુજરાત ક્રિકેટ એશોસિએશન (મોટેરા સ્ટેડિયમ), ટોરેન્ટ પાવર હાઉસ અને સાબરમતી નદીનો સમાવેશ થાય છે. અહીં મોટી સંખ્યામાં હોટેલ અને ખાણી-પીણીની સુવિધાઓ પ્રાપ્ત છે. શહેરીજીવનની મોટાભાગની સુવિધાઓ જેવી કે બસ સ્ટોપ, સાબરમતી રેલ્વે સ્ટેશન, બેંક, પોસ્ટ ઓફિસ અને ચિકિત્સાલયો અહીં આવેલ છે. નજીકનું આંતર રાષ્ટ્રિય વિમાન મથક ૧૦ કિમીના અંતરે આવેલું છે.

  1. Urban open spaces as civic nodes: Ahmedabad. Vastu Shilpa Foundation for Studies and Research in Environmental Design. ૨૦૦૨. મેળવેલ ૨૪ માર્ચ ૨૦૧૨.