સાયના નેહવાલ

ભારતીય બેડમિન્ટન ખેલાડી

સાયના નેહવાલ એ એક પ્રસિદ્ધ ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. સાયનાનો જન્મ સત્તરમી માર્ચ, ૧૯૯૦ના દિવસે ઉત્તર ભારતના હરિયાણા રાજ્યમાં આવેલા હિસાર શહેરમાં થયો હતો. હાલમાં સાયનાને વિશ્વ બેડમિંટન સંઘ દ્વારા વિશ્વમાં ચોથો ક્રમ મળ્યો છે. [] સાયના ઑલમ્પિક રમતોત્સવમાં એકલ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા છે, તથા વિશ્વ કનિષ્ઠ બેડમિંટન ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય છે. સાયનાનું નામ વિશ્વ ઇતિહાસમાં ૨૧ જૂન, ૨૦૦૯ સુવર્ણ અક્ષરે લખવામાં આવ્યું, જ્યારે સાયનાએ ઇંડોનેશિયાઈ ઓપન પછી ચીન દેશની લિન વાંગ નામની ખેલાડીને જાકાર્તા ખાતે હરાવીને સુપર સીરીઝ ટૂર્નામેન્ટ જીતી લીધી.

સાયના નેહવાલ
જન્મ૧૭ માર્ચ ૧૯૯૦ Edit this on Wikidata
Dhindar Edit this on Wikidata
વ્યવસાયબેડમિન્ટન ખેલાડી Edit this on Wikidata
જીવન સાથીParupalli Kashyap Edit this on Wikidata
પુરસ્કારો
  • Major Dhyan Chand Khel Ratna Award in Sports and Games (૨૦૧૦)
  • Padma Shri in sports (૨૦૧૦)
  • Arjuna Award (૨૦૦૯) Edit this on Wikidata

તેણીને રમતગમત ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૦ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા[].

  1. "વિશ્વ બેડમિંટન સંઘ વિશ્વ ક્રમાંક - મહિલા એકલ રમત". મૂળ માંથી 2012-08-15 પર સંગ્રહિત. મેળવેલ 2012-08-20.
  2. "This Year's Padma Awards announced" (પ્રેસ રિલીઝ). Ministry of Home Affairs (India). ૨૫ જાન્યુઆરી ૨૦૧૦. http://www.pib.nic.in/release/release.asp?relid=57307. 

બાહ્ય કડીઓ

ફેરફાર કરો