માર્ચ ૧૭
તારીખ
૧૭ માર્ચ નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૭૬મો (લિપ વર્ષ દરમ્યાન ૭૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૮૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૯૪૮ – બેલ્જિયમ, ફ્રાંસ, લક્ઝેમ્બર્ગ, નેધરલેન્ડ અને યુનાઇટેડ કિંગડમે નાટોની સ્થાપના કરતી ઉત્તર એટલાન્ટિક સંધિની પુરોગામી બ્રસેલ્સ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
- ૧૯૫૮ – અમેરિકાએ સૌર ઊર્જાથી ચાલતા પ્રથમ ઉપગ્રહનું પ્રક્ષેપણ કર્યું, જે લાંબા ગાળાની ભ્રમણકક્ષા હાંસલ કરનારો પ્રથમ ઉપગ્રહ પણ છે.
- ૧૯૬૯ – ગોલ્ડા મેયર ઈઝરાયલના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
- ૧૯૭૩ – પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ફોટોગ્રાફ "બર્સ્ટ ઑફ જૉય" (Burst of Joy) લેવામાં આવ્યો, જેમાં ભૂતપૂર્વ યુદ્ધકેદીનું તેના પરિવાર સાથેનું પુનર્મિલન દર્શાવવામાં આવ્યું છે, જે વિયેતનામ યુદ્ધમાં યુનાઇટેડ સ્ટેટ્સની સંડોવણીના અંતનું પ્રતીક છે.
- ૧૯૯૨ – દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો અંત લાવવા માટેનો જનમત સંગ્રહ ૬૮.૭% વિ. ૩૧.૨% મતોથી પસાર કરવામાં આવ્યો.
જન્મ
ફેરફાર કરો- ૧૮૬૪ – જોસેફ બાપ્ટિસ્ટા, ભારતીય ઇજનેર, વકીલ અને રાજકારણી (અ. ૧૯૩૦)
- ૧૯૨૦ – શેખ મુજીબુર રહેમાન, બાંગ્લાદેશી રાજકારણી, બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ (અ. ૧૯૭૫)
- ૧૯૩૩ – નલિન રાવળ, ગુજરાતી કવિ, વાર્તાકાર અને વિવેચક (અ. ૨૦૨૧)
- ૧૯૪૫ – એસ્થર ડેવિડ ગુજરાતી લેખિકા, રૂબિન ડેવિડની પુત્રી.
- ૧૯૭૪ – શ્વેતા બચ્ચન – નંદા અમિતાભ બચ્ચનની પુત્રી.
- ૧૯૯૦ – સાયના નેહવાલ - પ્રસિદ્ધ ભારતીય બેડમિન્ટન ખેલાડી.
અવસાન
ફેરફાર કરો- ૧૫૨૭ – રાણા સાંગા, ભારતીય શાસક (જ. ૧૪૮૨)
- ૧૯૮૭ – શૂન્ય પાલનપુરી, ગુજરાતી ભાષાના ગઝલકાર (જ. ૧૯૨૨)
- ૧૯૯૦ – દિનકર જી. કેલકર, ભારતીય લેખક, સંપાદક, કલા સંગ્રાહક અને ઇતિહાસકાર. (જ. ૧૮૯૬)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૯-૨૬ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર March 17 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |