સુમન શાહ

ગુજરાતી લેખક

સુમન શાહ ગુજરાતી સાહિત્યકાર છે.

સુમન શાહ
સુમન શાહ, ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે, ઓગસ્ટ ૨૦૧૫
સુમન શાહ, ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે, ઓગસ્ટ ૨૦૧૫
જન્મનું નામ
સુમનચન્દ્ર ગોવીંદલાલ શાહ
જન્મસુમનચન્દ્ર ગોવિંદલાલ શાહ
(1939-11-01) 1 November 1939 (ઉંમર 84)
ડભોઇ, વડોદરા જિલ્લો, ગુજરાત
વ્યવસાયવિવેચક, નવલિકાકાર, નવલકથાકાર, નિબંધકાર, સંપાદક, અનુવાદક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ., પીએચ.ડી.
માતૃ શિક્ષણ સંસ્થા
સમયગાળોઅનુઆધુનિક ગુજરાતી સાહિત્ય
લેખન પ્રકારોટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, વિવેચન
સાહિત્યિક ચળવળઅસ્તિત્વવાદ, પરાવાસ્તવવાદ, આધુનિકતાવાદ, અનુ-આધુનિકતાવાદ, સંરચનાવાદ, અનુ-સંરચનાવાદ, અનુ-સંસ્થાનવાદ
નોંધપાત્ર પુરસ્કારો
  • સાહિત્ય અકાદમી એવોર્ડ (૨૦૦૮)
  • પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક (૨૦૧૩)
  • સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૨૦૧૪)
સક્રિય વર્ષો૧૯૫૭ - હાલ પર્યંત
જીવનસાથી
રશ્મિતા (લ. 1965–2016)
સંતાનોપૂર્વાર્ગ, મદિર
સહી
સુમન શાહ
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધસુરેશ હ.જોષી: તેમનું સાહિત્ય અને તેનો આધુનિક ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ (૨૦૦૦)
માર્ગદર્શકમોહનભાઈ પટેલ
વેબસાઇટ
www.sumanshah.com

શરૂઆતનું જીવન ફેરફાર કરો

સુમન શાહનો જન્મ ૧ નવેમ્બર ૧૯૩૯ના રોજ ડભોઇ (વડોદરા જિલ્લો, ગુજરાત) ખાતે ગોવિંદલાલ તથા કુંદનબેનને ત્યાં થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ ડભોઇ પ્રાથમિક શાળામાંથી લીધેલ હતું. તેમણે તેમનું માધ્યમિક શિક્ષણ ૧૯૫૭માં વિભાગ માધ્યમિક શાળા ખાતેથી મેળવ્યું હતું. તે વાણિજ્ય શાખામાં સ્નાતકના અભ્યાસ માટે એમ.એસ. યુનીવર્સિટીમાં જોડાયાં પરંતુ ૧૯૫૯માં આર્ટ્સ કોલેજ, ડભોઇમાં પ્રવેશ મળતાં એમ.એસ. યુનીવર્સિટીનો અભ્યાસ છોડી દીધો હતો. તેઓએ ૧૯૬૨માં મુખ્ય વિષય ગુજરાતી સાહિત્ય અને ગૌણ વિષય તરીકે સંસ્કૃતમાં સ્નાતકની પદવી મેળવી. ૧૯૬૪માં તેમણે એમ.એસ. યુનીવર્સિટી, વડોદરા ખાતેથી ગુજરાતી અને સંસ્કૃત સાહિત્યમાં અનુસ્નાતકની પદવી મેળવી. ૧૯૭૮માં મોહનભાઇ શંકરભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિદ્યાપીઠમાંથી “સુરેશ જોષી: સાહિત્ય અને આધુનિક ગુજરાતી સાહિત્ય પર તેની અસરો” વિષય પર શોધનિબંધ રજૂ કરી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરેલ છે.[૧][૨]

સર્જન ફેરફાર કરો

અનુવાદ ફેરફાર કરો

તેમણે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઘણાં પુસ્તકોનો અનુવાદ કરેલ છે. ચેખોવની થ્રી સિસ્ટર્સ નો ત્રણ બહેનો (૧૯૬૫), દોસ્તોવ્યેસ્કીની ધ મીક વન નો વનિતા (૧૯૮૫), બેકેટ્સની વેઇટીંગ ફોર ગોદોતનો ગોદોતની રાહમાં (૧૯૯૦), એમ.કે.નાયકની હિસ્ટરી ઓફ ઇંડીયન ઇગ્લીશ લિટરેચરનો ભારતીય અંગ્રેજી સાહિત્યનો ઇતિહાસ (૧૯૯૯) અને હારોલ્ડ પિંટરની અ સ્લાઈટ એચ નો ભમરી (૨૦૦૭) તરીકે અનુવાદ કરેલ છે. કન્નડ લેખક મીર્ગી અન્ના રે ની નવલકથા નિસર્ગનો પણ હિંદીમાંથી અનુવાદ કરેલ છે.[૩]

સંપાદન ફેરફાર કરો

તેમણે સાત પુસ્તકોના સંપાદન દ્વારા સાહિત્ય સ્વરૂપોનો પરીચય કરાવ્યો. આત્મકથા, નવલકથા, ટૂંકી વાર્તા, સોનેટ, લલિત નિબંધ અને ખંડકાવ્ય ૧૯૮૩ થી ૧૯૮૭ દરમ્યાન પ્રકાશિત થયા. તેમણે કેટલીક ટૂંકી વાર્તાઓનું સંપાદન કરેલું છે. જેમાં સુરેશ જોષીથી સત્યજીત શર્મા (૧૯૭૫), કેટલીક વાર્તાઓ (૧૯૯૨), કેટલીક ગુજરાતી ટૂંકી વાર્તાઓ (૧૯૯૩) (ગુલાબદાસ બ્રોકરના સહયોગમાં), કેટલીક વાર્તાઓ (૧૯૯૫), ઊજાણી (૨૦૦૪), (સુરેશ જોશી સાહિત્ય ફોરમ અંતર્ગત વાર્તાસંગ્રહ) અને વાર્તા રે વાર્તા (૨૦૧૫) ‍(૪૭ ટૂંકી વાર્તાઓનો સંપાદકીય નોંધ સાથે સંગ્રહ) નો સમાવેશ થાય છે. તેમના અન્ય નોંધનીય સંપાદન કાર્યોમાં આઠમા દાયકાની કવિતા (૧૯૮૨), આત્મનેપદી (૧૯૮૭), સુરેશ જોશીના સાક્ષાત્કાર અને વાંસલડી (૧૯૯૦) ‍(દયારામ કાવ્યસૃષ્ટિ સંદર્ભે લખાયેલાં લેખોનો સંગ્રહ) મુખ્ય છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. શુક્લા, કીરીટ (કીરીટ). ગુજરાતી સાહિત્યકાર પરીચય કોષ. ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી. પૃષ્ઠ ૬૫૪. ISBN 9789383317028. Check date values in: |date= (મદદ)
  2. મોહનલાલ (૧૯૯૨). એન્સાયક્લોપીડીઆ ઓફ ઇન્ડીયન લીટરેચર: સસાયથી ઝોરગોટ. નવી દિલ્હી: સાહિત્ય અકાદમી. પૃષ્ઠ ૩૯૪૬. ISBN 978-81-260-1221-3. મેળવેલ 12 January 2017.
  3. ડી.એસ.રાવ (૨૦૦૪). ફાઇવ ડીકેડ્સ; ધ નેશનલ એકેડમી ઓફ લેટર્સ, ઇન્ડીયા,; અ શોર્ટ હિસ્ટરી ઓફ સાહિત્ય અકાદમી. નવી દિલ્હી: સાહિત્ય અકાદમી. પૃષ્ઠ ૫૩. ISBN 978-81-260-2060-7. મેળવેલ 2 December 2017.

બાહ્ય કડીઓ ફેરફાર કરો