સોમનાથ મંદિર (બીલીમોરા)

સોમનાથ મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાના સૌથી મોટા શહેર બીલીમોરા ખાતે આવેલ એક ઐતિહસીક તેમ જ ભવ્ય મંદિર છે. આ મંદિર તાલુકા મથક ગણદેવીથી ૬ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. આ ધાર્મિક સ્‍થળ ખાતે વર્ષો પુરાણું સ્‍વંયભૂ શિવલીંગ છે. દર વર્ષે શ્રાવણ મહિના દરમિયાન એક માસ સુધી મેળો ભરાય છે, જેમાં સોમવારના દિવસે તો અહીં દર્શનાર્થીઓની ભારે ભીડ જામે છે. આ ઉપરાંત અહીં દર વર્ષે મહાશિવરાત્રી ઉત્‍સવ પણ યોજાય છે. આ પર્વ નિમિત્તે અહીં ઘી માંથી બનાવવામાં આવેલું કમળ ચઢાવવામાં આવે છે[૧].

આ સ્‍થાન વિશાળ મંદિર અને તેના પરિસરને કારણે અતિભવ્‍ય લાગે છે, જેમાં મોટું પ્રવેશદ્વાર પણ સામેલ છે. આ ઉપરાંત આ સ્‍થાનની આજુબાજુ ગાયત્રી શકિતપીઠ, જલારામ મંદિર, બ્રહ્માકુમારીનાં દર્શન કરવાલાયક સ્‍થાનો આવેલાં છે. આ સંકુલમાં લગ્‍ન ઉત્‍સવ માટે વાડી, બાગ તથા મનોરંજન માટે ઓડિટરીયમ પણ આવેલું છે. આ સ્‍થાનમાં રહેવાની સુવિધા પણ ઉપલબ્‍ધ છે.

સોમનાથ પહોંચવા માટે

ફેરફાર કરો

બીલીમોરા પશ્ચિમ રેલવેના અમદાવાદ - મુંબઇ વચ્ચે આવેલા સુરત અને વલસાડ વચ્ચેનું મહત્વનું સ્ટેશન હોવાથી રેલ્વે માર્ગ દ્વારા અહીં સરળતાથી પંહોચી શકાય છે. આ ઉપરાંત બીલીમોરા રાજ્ય ધોરી માર્ગ દ્વારા અમલસાડ, ચિખલી નવસારી જેવાં સ્થળો સાથે જોડાયેલું હોવાને કારણે સડક માર્ગે પણ બીલીમોરા સરળતાથી પંહોચી શકાય છે. રેલ્વે મથક તેમ જ બસ ડેપો પરથી ચાલતા કે રીક્ષા દ્વારા મંદિરે પંહોચી શકાય છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. "સોમનાથ મંદિર". ગણદેવી તાલુકા પંચાયત. ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૪. મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૮.