ચિખલી

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

ચિખલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના ચિખલી તાલુકાનું તાલુકા મથક છે.

ચિખલી
નગર
ચિખલી is located in ગુજરાત
ચિખલી
ચિખલી
ચિખલીનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 20°45′N 73°04′E / 20.75°N 73.07°E / 20.75; 73.07
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોનવસારી
ઊંચાઇ૧૯ m (૬૨ ft)
વસ્તી
 (૨૦૧૧)[૨]
 • કુલ૭,૦૨૫
પિનકોડ
૩૯૬૫૨૧
ટેલિફોન કોડ૦૨૬૩૪
વાહન નોંધણીજીજે-૨૧

અહીંથી દિલ્હીથી મુંબઇ તરફ જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પસાર થાય છે. વળી બીલીમોરા, વાંસદા, વઘઇ, સાપુતારા, નાસિક, ખેરગામ, ધરમપુર, નાનાપોંઢા, વાપી વગેરે સ્થળો સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા ચિખલી જોડાયેલ છે. અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન ચિખલી રોડ (નેરોગેજ રેલ્વે માટે) ૨ (બે) કિલોમીટર જેટલા અંતરે ઉત્તર દિશામાં તેમ જ બીલીમોરા (બ્રોડગેજ રેલ્વે માટે) ૧૦ (દસ) કિલોમીટર જેટલા અંતરે પશ્ચિમ દિશામાં આવેલ છે.

ચિખલી ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર, ગુજરાત રાજ્ય પરિવહન નિગમનું બસ સ્ટેશન, માધ્યમિક શાળા, પૂર્વ પ્રાથમિક શાળા, પ્રાથમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, આર્ટસ તેમ જ કોમર્સ કોલેજ જેવી સવલતો પ્રાપ્ય છે. આ ઉપરાંત અહીં સિનેમા થીયેટર, શોપિંગ સેન્ટરો, રેસ્ટોરન્ટો વગેરે જોવા મળે છે. આસપાસના ગામોનું કેન્દ્ર હોવાને કારણે અહીં દરેક જાતની વસ્તુઓ માટેનું બજાર મોટા પાયે વિકસેલું જોવા મળે છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. Falling Rain Genomics, Inc - Chikhli
  2. "Chikhli Population, Caste Data Navsari Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૭ જુલાઇ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]