સ્વરચક્ર
સ્વરચક્ર એ એક ઓપન સોર્સ પ્રોજેક્ટ છે જે આઈ.ડી.સી, આઈ.આઈ.ટી., મુંબઇની આઈ.ડી.આઈ.ડી ટીમ દ્વારા ચલાવવામાં છે. સ્વરચક્ર એ ફ્રી એન્ડ્રોઇડ કી-બોર્ડ છે, જે અત્યાર સુધી ૧૨ ભારતીય ભાષાઓ માટે ઉપલબ્ધ છે. સ્વરચક્ર પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ભારતીય નાગરિકોને એમની સ્થાનિક ભાષાને હાલના ડિજીટલ યુગમાં ઉપયોગ કરવાનું સુચવે છે, મુખ્યત્વે જેઓ અંગ્રેજી ભાષાથી અપરિચિત છે.
સોફ્ટવેર વિકાસકર્તાઓ | આઈ.ડી.આઈ.ડી |
---|---|
પ્રારંભિક વિમોચન | ૨૫ ઓક્ટોમ્બર, ૨૦૧૩ |
Stable release | ૨.૦.૧
/ ૪ સપ્ટેમ્બર, ૨૦૧૪ |
ઓપરેટિંગ સિસ્ટમ | એન્ડ્રોઇડ(Android) |
ઉપલબ્ધતા | ભારતીય ભાષાઓ: (હિન્દી, મરાઠી, ગુજરાતી, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઓડિયા, પંજાબી, બંગાળી, કોંકણી, તમિલ) |
વેબસાઇટ | swarachakra |
હાલમાં સ્વરચક્ર ૧૨ ભારતીય ભાષાઓ (હિન્દી, મરાઠી, ગુજરાતી, તેલગુ, મલયાળમ, કન્નડ, ઓડિયા, પંજાબી, બંગાળી, કોંકણી, તમિલ અને આસામી) માં એન્ડ્રોઇડ માટે ઉપલબ્ધ છે.
પરિચય
ફેરફાર કરોભારતીય પ્રોધૌગીક સંસ્થાન (આઇ.આઇ.ટી) મુંબઈની "સ્વરચક્ર ટીમ" એ ભારતમાં વધતી મોબાઇલ સંખ્યા ને ધ્યાનમાં રાખીને ભારતીય ભાષામાં લખવાની સમસ્યાનો ઉકેલ નીકળે એવો પ્રયત્ન કરી રહી છે. એમણે આ સ્વરચક્ર નામનું ટચ-સ્ક્રીન કી-બોર્ડ બનાવ્યુ છે,[૧] જે ભારતીય ભાષાઓ ના મૂળભૂત માળખાને આધારિત છે. મતલબ કે ટાઈપિંગ દરમ્યાન સ્વરચક્ર કી-બોર્ડ ભાષાની વાક્યરચના ને સ્પષ્ટતાપૂર્વક જાળવી રાખે છે. આ કી-બોર્ડ માં અક્ષર અને માત્રાને એમના સ્વાભાવિક જોડીમાં ગોઠવાયા છે.
સ્વાભાવિક અને ભાષાને અનુરૂપ હોવાથી સ્વરચક્રની મદદ થી લોકો ગુજરાતી તેમજ અન્ય ભાષાઓમાં ઝડપથી ટાઇપ કરી શકે છે.[૨]
ઉપયોગ
ફેરફાર કરોસામાન્ય ગુજરાતી કી બોર્ડમાં કોઇપણ અક્ષરને માત્રાની સાથે લખવા માટે ઓછામા ઓછુ બે વખત બટન દબાવવું પડે છે.જેમ કે, ‘ધો’ લખવા માટે આપણે ‘ધ’ અને ‘ો’ બન્ને અલગ-અલગ બટન દબાવવા પડે છે. જ્યારે સવરચક્ર કી-બોર્ડ માં કોઇપણ વ્યંજન પર આગળી મુકવાથી એક ચક્ર ઉભરી આવે છે, જેમાં વ્યંજન (દા.ત. ‘
ધ’) અને તેની સાથે લાગતી માત્રા ઓ ના વિકલ્પ ('ધા', 'ધિ', 'ધી', 'ધૂ', 'ધુ', 'ધે', 'ધૈ', 'ધો', 'ઘૌ') જોવા મળે છે. ત્યારબાદ જોઇતો વિકલ્પ તમે તમારા આંગળી વડે ખસેડવાથી મેળવી શકાય છે.
જે લોકો ટાઈપિંગ જાણે છે તે લોકો ને પણ સામાન્ય રીતે જોડાક્ષર (સ્વ,ચ્ય, ક્ત) લખવા માં મુશ્કેલી થાય છે. પરંતુ સ્વરચક્ર એ એમના માટે પણ સરળ છે. ચક્ર માં હલન્ત જેમ કે (સ્) ઉપયોગ કરવાથી કી-બોર્ડ ના દરેક વ્યંજન ની સાથે અડધો સ લાગી જાય છે – ‘સ્ક’ , ‘સ્ખ’, ‘સ્ગ’, ‘સ્ઘ’ વગેરે. એવી જ રીતે રફાર (‘ર્સ’), રાષ્ટ્ર ચિન્હ (‘સ્ર’) અને નુક્તા (‘ખ઼’,’ડ઼’) પણ ફ્ક્ત એક્જ વખત બટન દબાવીને લખી શકાય છે. આંકડાઓ, વિશેષ ચિન્હ તેમજ અમુક જરૂરિયાત મંદ એવા વ્યંજન પણ શિફ્ટ બટન દબાવીને લખી શકાય છે.
ઈતિહાસ
ફેરફાર કરોછેલ્લા ૨૦૦૧ થી આઇ.ડી.સી ના સંશોધકો ભારતીય ભાષાને કોમ્પયુટર વડે સરળતાથી લખી શકાય તેના ઉપર સંશોધન કરી રહ્યા છે. પહેલાના અમુક પ્રોજેક્ટમાં હાર્ડવેર કી-બોર્ડ ડિઝાઇનને અનુલક્ષિત દ્ય્નકેય, બારાખડી, કી-લેખ[૩], ઇ-લેખ જોવા મળે છે. મોબાઇલ ફોન ના વધતા જતા વપરાશ ને જોઇને સંશોધકો એ મોબાઇલ ફોન વડે ભારતીય ભાષામાં લખી શકાય તે ઉપર કામ કરવાનુ શરુ કર્યુ અને ૨૦૦૭ માં સરલ[૪] નામના મોબાઇલ કી-બોર્ડ ની શોધ કરી. સ્વરચક્ર અને દિશા કિ-બોર્ડની ડિઝાઇન ની ૨૦૧૦ માં શોધ થઇ[૫].જુન ૨૦૧૩ માં સ્વરચક્રને એન્ડ્રોઇડ ફોન માટે અમલમા મુકવામા આવ્યુ. તેમજ સ્વરચક્રને અમુક સ્થાનીક સમાચારપત્રો તરફથી પ્રશંસા પણ મળી.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ આઈઆઈટીનાં છાત્ર કચ્છી યુવકની ટીમે બનાવ્યું 'સ્વરચક્ર' સોફ્ટવેર સંગ્રહિત ૨૦૧૪-૦૭-૧૪ ના રોજ વેબેક મશિન Sandesh.
- ↑ N.Malsattar, M.Joshi, N.Emmadi. "Testing the efficacy of an Indic script virtual keyboard: Swarachakra". IndiaHCI'14.CS1 maint: multiple names: authors list (link)
- ↑ Keylekh: a keyboard for text entry in indic scripts
- ↑ "Saral: Devanagari text input system in mobile phones" (PDF). મૂળ (PDF) માંથી 2015-02-03 પર સંગ્રહિત. મેળવેલ 2015-02-10.
- ↑ Design and evaluation of Devanagari virtual keyboards for touch screen mobile phones
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- સ્વરચક્ર એન્ડ્રોઇડ પ્લે-સ્ટોર સંગ્રહિત ૨૦૧૪-૧૧-૨૯ ના રોજ વેબેક મશિન
- સ્વરચક્ર વેબસાઈટ
- સ્વરચક્ર ટ્વીટર પર
- સ્વરચક્ર ફેસબુક પર
- આઈ.ડી.સી
- આઈ.આઈ.ટી બોમ્બે
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |