હનુમાન મંદિર, સાળંગપુર
હનુમાન મંદિર, સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે.
શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર | |
---|---|
સાળંગપુર | |
કષ્ટભંજન હનુમાનજી મહારાજ | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | બોટાદ |
દેવી-દેવતા | હનુમાન |
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ઇતિહાસ
ફેરફાર કરોમંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી હતી. વાઘા ખાચરના આગ્રહથી ગોપાળાનંદ સ્વામી સાળંગપુરમાં વિક્રમ સંવત ૧૯૦૪માં આવ્યા. ગામનો સૌથી મોટો પાળિયો હતો તેમાંથી બોટાદના કાના કડિયાને ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ બનાવવાનું કહ્યું. ગોપાળાનંદ સ્વામીએ ૨૦૦ સ્વામીનારાયણ સંતો અને ૨૫ બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં યજ્ઞ કરાવી આ સંવત ૧૯૦૫ની આસો વદ પાંચમના દિવસે હનુમાનજીની નવી મૂર્તિની પ્રાણપ્ર્તિષ્ઠા કરાવી હતી. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા.[૧][૨]
નવી પ્રતિમા અને વિવાદ
ફેરફાર કરો૬ એપ્રિલ ૨૦૨૩ના રોજ ભારતના ગૃહ મંત્રી અમિત શાહે હનુમાન દાદાની ૫૪ ફીટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ મૂર્તિ ૩૦,૦૦૦ કિગ્રા વજન ધરાવે છે અને ૭ કિમી દૂરથી જોઇ શકાય છે. આ મૂર્તિ બનાવવાનો ખર્ચ લગભગ ૧૧ કરોડ રૂપિયા થયો હતો.[૩] ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨૩ દરમિયાન આ મૂર્તિ નીચે લગાવેલા ભીંતચિત્રોને કારણે વિવાદ ઊભો થયો હતો અને છેવટે આ ચિત્રો હટાવવામાં આવ્યા હતા.[૪]
સ્થાન
ફેરફાર કરોઆ સ્થળ અમદાવાદથી આશરે ૧૫૩ કી.મી દૂર આવેલું છે અને નજીકનું મોટું શહેર બોટાદ છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ મહંત પુરાણી સ્વામી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી (અથાણાવાળા). "સારંગપુર હનુમાનજી મંદિર". salangpurhanumanji. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુર. મૂળ માંથી 2017-02-24 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ એપ્રિલ ૨૦૧૭.
- ↑ "શ્રી કષ્ટભજન દેવનો સંપૂર્ણ ઇતિહાસ". સમાચાર. www.gujaratijagran.com. ૧૭ ઓગસ્ટ ૨૦૨૩. મેળવેલ ૧૭ ઓગસ્ટ ૨૦૨૩.
- ↑ "Hanuman Jayanti: 11 करोड़ का खर्चा, 54 फीट ऊंची बजरंगबली की प्रतिमा, 7 किमी दूर से हो सकेंगे दर्शन".
- ↑ "સાળંગપુર હનુમાન મંદિર વિવાદ: આજે સૂર્યોદય પહેલાં તમામ વિવાદિત ભીંતચિત્રો હટાવાયા, વિવાદનો સુખદ અંત આવ્યો". Gujarati Jagran. 2023-09-05. મેળવેલ 2023-09-06.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |