હરીયાળ અથવા હરીયલ, જેને અંગ્રેજીમાં યલ્લો-ફુટ્ડ્ ગ્રીન-પીજન (Yellow-footed green pigeon) અને વૈજ્ઞાનીક નામે જેને ટ્રેરોન ફોએનિકોપ્ટેરા (Treron phoenicoptera) તરીકે ઓળખાય છે તે ગુજરાત રાજ્યના વનરાજી ધરાવતા વિસ્તારોમાં જોવા મળતું કપોત કુળનું મુખ્યત્વે લીલા રંગનું એક સામાન્ય પક્ષી છે. આ પક્ષીમાં નર અને માદા પક્ષીના રંગોમાં બહુ ઓછો તફાવત હોય છે. તે ભારતના મહારાષ્ટ્ર રાજ્યનું રાજ્ય-પક્ષી છે. અને મરાઠીમાં પણ એને હરીયલ તરીકે જ ઓળખવામાં આવે છે. આ પક્ષીનો મુખ્ય ખોરાક ફળો અને ખાસ કરીને અંજીર કુળના વૃક્ષોના ફળો છે. વહેલી સવારે આ પક્ષીઓ મોટેભાગે ઘટાદાર વૃક્ષોની ટોચ પર તડકાનો આનંદ લેતા જોવા મળે છે.

હરીયાળ
ભારતમાં જોવા મળતું હરીયાળ
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: કોર્ડાટા
Class: પક્ષી
Order: કપોતાકાર (અં:કોલમ્બીફોર્મસ)
Family: કપોત કુળ (અં: કોલમ્બીડી)
Genus: હરીત કપોત પ્રજાતિ (અં: ટ્રેરોન (Treron))
Species: ફોએનિકોપ્ટેરા (T. phoenicoptera)
દ્વિનામી નામ
ટ્રેરોન ફોએનિકોપ્ટેરા
(Latham, 1790)

સાસણ-ગીર જેવા ગુજરાતનાં જંગલોમાં તે આસાનીથી જોવા મળી જાય છે. જો પૂરતી વનરાજી મળે તો શહેરમાં પણ રહેવામાં આ પક્ષીને વાંધો આવતો નથી. મુંબઇમાં બોરીવલી નેશનલ પાર્ક અને અમદાવાદમાં હિરાવાડી, મેમ્કો, નરોડા, કઠવાડા, આઇઆઇએમ, અટીરા, ગુજરાત યુનિવર્સીટી, થલતેજ ટેકરા, ગુલબાઇ ટેકરા, જોધપુર ટેકરા, બોપલ વગેરે વિસ્તારોમાં આ પક્ષી જોવા મળે છે.

તસ્વીરો

ફેરફાર કરો