મુખ્ય મેનુ ખોલો

૧૮૦૨ની સંધિ, ૧૮૦૨નો કરાર, ૧૮૦૨ની સમજુતિ અથવા ટ્રીટી ઓફ બેઝીન એ ઇ.સ. ૧૮૦૨ની સાલમાં પેશ્વા બાજીરાવ બીજા અને બ્રીટીશ ઇસ્ટ ઇંડીયા કંપની વચ્ચે વસઇના યુદ્ધ પછી થયેલા એક કરારનું નામ છે[૧].

અનુક્રમણિકા

સંધિનો દિવસફેરફાર કરો

આ સંધિ ૩૧ ડિસેમ્બર ૧૮૦૨ના દિવસે થઈ હતી[૧].

પક્ષકારોફેરફાર કરો

આ સંધિના પ્રથમ પક્ષકાર મરાઠા પેશ્વાઓ હતા અને સામેના પક્ષકાર તરીકે ઓનરેબલ ઇસ્ટ-ઇન્ડીયા કંપની નામ હેઠળની અંગ્રેજ સત્તા હતી[૧].

સંધિની માહિતીફેરફાર કરો

આ સંધિ તેના પેટા ક્રમાંક ૪ મુજબ પ્રથમ પક્ષકાર પેશ્વાઓએ ધંધુકા, ચૂડા, રાણપુર અને ઘોઘા પરના પોતાના બધા જ હક્કો અન્ય પક્ષકાર ઓનરેબલ ઇસ્ટ-ઇન્ડીયા કંપનીને આ સમગ્ર વિસ્તારની રખેવાળી અને રાખરખાવ કરવા માટેના ખર્ચ તરીકે સોંપી દેવાની થઈ હતી[૧]. ૧૮૧૬માં એક રેગ્યુલેશન પસાર કરીને આ બધા વિસ્તારોની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવા એમને અમદાવાદ કોર્ટના કાર્યક્ષેત્ર (તાબેદારી) હેઠળ મૂકવામાં આવ્યા હતા[૨].

સંધિનું મહત્વફેરફાર કરો

આ સંધિને કારણે કાઠીયાવાડ ભૂશીરના પ્રદેશોમાં અંગ્રેજ શાસનનો પગપેસારો શરૂ થયો. આ કરારના બદલામાં વાઇસરોય આર્થર વેલેસ્લીએ મે ૧૮૦૩માં પેશ્વા બાજીરાવ બીજાને પુણેની ગાદી પર પુનઃસ્થાપીત કર્યા હતા[૩].

સંદર્ભફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ જવેરીલાલ ઉમીયાશંકર યાજ્ઞીકના ૧૮૮૬માં પ્રકાશીત થયેલા પુસ્તક ગૌરીશંકર ઉદયશંકર, સી.એસ.આઇ. હવે સન્યાસીમાં પાના નં ૯ પરથી
  2. જવેરીલાલ ઉમીયાશંકર યાજ્ઞીકના ૧૮૮૬માં પ્રકાશીત થયેલા પુસ્તક ગૌરીશંકર ઉદયશંકર, સી.એસ.આઇ. હવે સન્યાસીમાં પાના નં ૧૦ પરથી
  3. એન્સઇક્લોપીડીયા બ્રીટાનીકા