અમદાવાદમાં શિક્ષણ
અમદાવાદ ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ગણવામાં આવે છે.
અમદાવાદમાં ૨૦૦૧ માં ૭૯.૮૯% ની સાક્ષરતા દર હતી જે 2011 માં વધીને ૮૯.૬૨% થઈ. ૨૦૧૧ ની વસતી ગણતરી મુજબ પુરુષ અને સ્ત્રીની સાક્ષરતા અનુક્રમે ૯૩.૯૬ અને ૮૪.૮૧ ટકા છે.[૧]
અમદાવાદમાં શાળાઓ એએમસી દ્વારા અથવા ખાનગી વ્યક્તિઓ અને ટ્રસ્ટો દ્વારા ચલાવવામાં આવે છે. મોટા ભાગની શાળાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) સાથે જોડાયેલી છે. દિલ્હી પબ્લિક સ્કૂલ અને કેન્દ્રીય વિદ્યાલયો જેવી કેટલીક સ્કૂલોએ સેન્ટ્રલ બોર્ડ માધ્યમિક શિક્ષણ (CBSE) સાથે સંકળાયેલા છે. તેમના માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, વિદ્યાર્થીઓ જુનિયર કોલેજમાં ખાસ કરીને ત્રણમાંથી એક સ્ટ્રીમ્સમાં નોંધણી કરાવે - આર્ટસ, કૉમેર્સ, અને સાયન્સ. જરૂરી અભ્યાસક્રમ પૂર્ણ કરવા પર, વિદ્યાર્થીઓ વ્યવસાયિક અથવા સામાન્ય ડિગ્રી માટે નોંધણી કરે.
મોટી સંખ્યામાં કોલેજો શહેરમાં ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે અને જે મેડિસિન, એન્જિનિયરિંગ, આર્ટસ, સાયન્સ, કોમર્સ, કાયદો અને મેનેજમેન્ટ જેવા અભ્યાસક્રમો ઓફર કરે છે. ગુજરાત વિદ્યાપીઠ, નિરમા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જેવી અન્ય ડીમ્ડ યુનિવર્સિટીઓ અમદાવાદમાં છે.[૨]
અમદાવાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન, મુદ્રા ઇન્સ્ટિટયૂટ ઓફ કમ્યૂનિકેશન અમદાવાદ, નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ફેશન ટેકનોલોજી, સેન્ટર ફોર એન્વાયર્મેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી, અને બી. જે. મેડિકલ કોલેજ પ્રતિષ્ઠિત સંસ્થાઓ માટે ઘર છે.
રાષ્ટ્રીય પ્રતિષ્ઠા વાળી ઘણી શૈક્ષણિક અને વૈજ્ઞાનિક સંસ્થાઓ વિક્રમ સારાભાઇના પ્રયાસોને કારણે અમદાવાદમાં પણ સ્થાપવામાં આવી હતી. આમાંથી સૌથી મહત્વના ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા અને અવકાશ વિનિયોગ કેન્દ્ર જે અમદાવાદ કેન્દ્રના ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન હેઠળ આવે છે.[૩] આ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર વિજ્ઞાનના વિવિધ પાસાઓ વિશે બાળકો શિક્ષિત કરવાનો ઉદ્દેશ ધરવે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Literacy in Gujarat". મેળવેલ ૧ જાન્યુઆરી ૨૦૧૪.
- ↑ "University Grants Commission, Universities of Gujarat". મૂળ માંથી ૨૦૦૫-૧૨-૨૩ પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૬-૦૩-૩૦.
- ↑ "Department of Space, ISRO - Ahmedabad Centre". મૂળ માંથી ૨૦૦૫-૧૨-૨૩ પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૬-૦૩-૩૦.