ડાળખીથી સાવ છૂટાં

ગુજરાતી કાવ્યસંગ્રહ

ડાળખીથી સાવ છૂટાંઅશોક ચાવડા 'બેદિલ' દ્વારા લખાયેલ ગુજરાતી કાવ્યસંગ્રહ છે. સાહિત્ય અકાદમી, નવી દિલ્હી દ્વારા સ્થાપિત વર્ષ ૨૦૧૩નો યુવા પુરસ્કાર આ પુસ્તકે મેળવ્યો છે. પુસ્તકમાં ગઝલ, ગીત અને એકલ શેર જેવા કવિતાના વિવિધ સ્વરૂપોમાં કવિની ઊંડી અને તીવ્ર લાગણીઓ વ્યક્ત થઈ છે. આ પુસ્તકની કવિતાઓ ભારતના સામાજિક મુદ્દાઓ, જેમ કે જાતિવાદ અને અસ્પૃશ્યતા સાથે સંકળાયેલી છે.

ડાળખીથી સાવ છૂટાં
લેખકઅશોક ચાવડા
પૃષ્ઠ કલાકારસંજય વૈદ્ય
દેશભારત
ભાષાગુજરાતી
વિષયકવિતા
પ્રકારગઝલ, ગીત, એકલ શેર
પ્રકાશકરન્નાદે પ્રકાશન, અમદાવાદ
પ્રકાશન તારીખ
૬ ડિસેમ્બર ૨૦૧૨
માધ્યમ પ્રકારમુદ્રિત (પાકું અને કાચું પૂઠું)
પાનાં૮૨
ISBN978-93-82456-08-7
દશાંશ વર્ગીકરણ
891.471

વાંચન સામગ્રી

ફેરફાર કરો

પુસ્તકમાં ૨૪ ગઝલો, ૩ મુક્તકો, ૧૫ ગીતો અને ૧૦ એકલ શેર છે. આ પુસ્તકની મોટાભાગની ગઝલો અરબી મીટર 'ખફીફ', 'રામલ' અને 'હઝાજ'માં રચાયેલ છે. આ પુસ્તકની કૃતિઓ દેશમાં ઊંડી ઉતરેલી જાતિવાદી પદ્ધતિ, પેઢી દર પેઢી પસાર થતી ઐતિહાસિક અને સામાજિક દુર્ઘટનાઓ અને દલિતોના વિખેરાયેલા સપનાઓની આસપાસ કેન્દ્રિત છે.[]

પ્રતિભાવ

ફેરફાર કરો

આ પુસ્તક પર રઘુવીર ચૌધરી, ચન્દ્રકાન્ત ટોપીવાળા, રાજેશ પંડ્યા અને નીરવ પટેલ સહિત અનેક ગુજરાતી ભાષાના લેખકો અને વિવેચકોની વિવેચન કર્યું છે. આ પુસ્તકની એક ગઝલ, બહાર રાખ્યો છે, દલિત સમુદાયની લાગણીઓને પ્રતિબિંબિત કરે છે. કેટલાક વિવેચકોને તેને ગઝલ વર્ગમાં શ્રેષ્ઠ માને છે. આ ગઝલ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત વર્ષની પસંદ કરેલી કવિતાઓ - કવિતાચયન (૨૦૦૯) માં પણ પ્રગટ થઈ છે. ચન્દ્રકાન્ત ટોપીવાળાએ સમીપે (અંક - મે ૨૦૧૪) માં નોંધ્યું છે કે, "હરિ નું ઘર આમ હોય છે કેવુ?, કેમ પુછી શકાય હરિજન થી? એ પંક્તિ ચાબખાના કાવ્ય પ્રકારની ચરમ સીમા સ્પર્શે છે."[]

પુરસ્કાર

ફેરફાર કરો

આ પુસ્તકને સાહિત્ય અકાદમી, નવી દિલ્હી દ્વારા સ્થાપિત વર્ષ ૨૦૧૩નો યુવા ગૌરવ પુરસ્કાર અને ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૪માં દાસી જીવણ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[]

  1. ચૌહાણ, સુધા (સપ્ટેમ્બર ૨૦૧૫). "ડાળખીથી સાવ છૂટાં". પરબ.
  2. ટોપીવાળા, ચન્દ્રકાન્ત (મે ૨૦૧૪). "પત્રચર્યા". સમીપે.
  3. "જામનગરના બેદિલને 2 એવોર્ડ". દિવ્ય ભાસ્કર. ૩ માર્ચ ૨૦૧૬. મેળવેલ ૧૧ માર્ચ ૨૦૧૬.