આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ

આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ (ગુજરાતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી) એ સૌથી મોટું અને સૌથી પ્રાચીન જૈન ટ્રસ્ટ છે, જેનું સંચાલન જૈનો દ્વારા કરવામાં આવે છે, []તેનું મુખ્ય મથક અમદાવાદમાં છે જે ૧૨૦૦ થી વધુ જૈન મંદિરોનું સંચાલન કરે છે. [] [] કહેવામાં આવે છે કે મૂળ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના ૧૬૩૦-૪૦ ન દશકમાં ક્યારેક થઈ હતી અને ૧૭૨૦ ના દાયકાથી આણંદજી કલ્યાણજી ની પેઢી અથવા આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ નામથી ચાલે છે. []

શેઠ આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ દાનની રસીદ

શરૂઆતમાં તેની સ્થાપના શેત્રુંજય પર્વત પરના પાલિતાણા મંદિરોના સંચાલન માટે કરવામાં આવી હતી, પરંતુ હવે તે શ્વેતાંબર પરંપરા સાથે જોડાયેલા ઘણા જૈન તીર્થો અને મંદિરોનું સંચાલન કરે છે. [] એવું કહેવામાં આવે છે કે તે શાંતિદાસ ઝવેરી દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી અને તેનું નેતૃત્વ સદીઓથી એક જ કુટુંબ પાસે છે, જેઓ અમદાવાદના નગરશેઠ હતા. [] કસ્તુરભાઈ લાલભાઈ, એક ઉદ્યોગપતિ અને શિક્ષણવિદ, તે કુટુંબના અગિયારમી પેઢીએ વારસ હતા, તેઓ ૫૦ વર્ષ થયા ટ્રસ્ટનું નેતૃત્વ કરતા હતા ત્યાર બાદ શ્રેણિક કસ્તુરભાઇ લાલભાઇએ ૩૦ વર્ષથી સુધી ટ્રસ્ટની દેખરેખ રાખી. []હાલમાં સમવેગ લાલભાઇ ટ્રસ્ટના વડા છે.

શેઠ આનંદજી કલ્યાણજી પેઢી એ નામ સૂચવે છે કે તે કલ્યાણજીના પુત્ર શેઠ આણંદજીની વેપારી પેઢી છે અલબત્ આ નામ કાલ્પનિક છે અને તે જૈન યાત્રાળુઓને આનંદ અને કલ્યાણ આપવાની ટ્રસ્ટની ભૂમિકાને દર્શાવે છે. []

ઉપલબ્ધ દસ્તાવેજીકરણ ટ્રસ્ટનો ઇતિહાસ સંવત ૧૭૭૭ (ઈ. સ, ૧૭૨૦) સુધી લઈ જાય છે.

વ્યવસ્થાપન

ફેરફાર કરો
 
શત્રુંજય મંદિરો
 
રાણકપુર મંદિર

ટ્રસ્ટ નીચેના તીર્થો અથવા મંદિરોનું સંચાલન કરે છે. []

  • બનારસ કોઠી
  • ચિત્તોડગઢ સત્તાવીસ દેહરા મંદિર
  • ગિરનાર
  • કુંભારિયા
  • માકસી ( દિગમ્બરો સાથે વહેંચાયેલું)
  • મુછાળા મહાવીર મંદિર
  • રાણકપુર -૧૯૩૨ માં નવીનીકરણ કરાયું. []
  • રિખબદેવ ( દિગમ્બર અને હિન્દુઓ સાથે વહેંચાયેલું)
  • સંમેત શિખર (વિવાદો હેઠળ દિગમ્બરસ સાથે વહેંચાયેલા, શ્વેતામ્બરો દિગમ્બરોના સંચાલનના અધિકારને માન્યતા આપતા નથી)
  • શત્રુંજય
  • શેરીસા
  • તારંગા (દિગમ્બરસ સાથે વહેચાયેલ, અજિતનાથ મંદિર શ્વેતામ્બરના કબજામાં છે. ૧૯૬૩ માં નવીનીકરણ કરાયું.)
  • વામજ

સિરોહીના શેઠ કલ્યાણજી પરમાનંદજી પેઠી, તેની સહિયારી સંસ્થા છે જે માઉન્ટ આબુ ખાતે દેલવાડા, બામનવડ અને મુંદાલસ્થ મંદિરોનું સંચાલન કરે છે. ખાતે આબુ.

ટ્રસ્ટ દ્વારા શ્વેતામ્બર જૈન તીર્થોને લગતા પુસ્તકો પણ પ્રકાશિત કરવામાં આવે છે.

વિવિધ જૈન મંદિરોના સમાર કામમાં દર વર્ષે ટ્રસ્ટ વર્ષે ૧૫ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરે છે. ટ્રસ્ટના સભ્યો વર્ષમાં બે વાર મળે છે. []

સત્તાવાર વેબસાઇટ

ફેરફાર કરો
  1. Not including the Digambara Bhattaraka institutions, some of which go back several centuries. The Humcha Battaraka seat goes back to 8th century.
  2. ૨.૦ ૨.૧ "Ahmedabad mourns demise of industry doyen, philanthropist Shrenik Lalbhai". The Indian Express. Ahmedabad. 19 June 2014. મેળવેલ 28 June 2014.
  3. Sheth Anandji Kalyanji Pedhino Itihas 1, Ratilal Dipchand Desai, Shilchandrasuri,Anandji Kalyanji Pedhi Ahmedabad 1983
  4. Sheth Anandji Kalyanji Pedhino Itihas 1, Ratilal Dipchand Desai, Shilchandrasuri,Anandji Kalyanji Pedhi Ahmedabad 1983; pp:6
  5. Dharna Vihara, Ranakpur, Saryu Doshi, Thomas Dix Opus, Vol. 17, Edition Axel Menges, 1995
  6. ૬.૦ ૬.૧ ૬.૨ Yagnik, Bharat (22 November 2013). "The silent force behind Shwetamber Jains". The Times of India. મેળવેલ 1 July 2014.
  7. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનો ઇતિહાસ ભાગ 2,Sheth Anandji Kalyanji Pedhino Itihas Part 2, Ratilal Dipchand Desai, Anandji Kalyanji Pedhi Ahmedabad, 1986
  8. Sunil Siddharth Lalbhai: The Life and Times of Shri Kasturbhai Lalbhai, Global Education & Leadership Foundation (tGELF), Oct 16, 2013