ઉના જિલ્લો
ઉના જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના ૧૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. ઉના જિલ્લાનું તેમ જ ઉના તાલુકાનું મુખ્ય મથક ઉના નગર ખાતે આવેલું છે. આ જિલ્લાની આસપાસ પંજાબ રાજ્યના હોશિયારપુર અને રુપનગર તેમ જ હિમાચલ પ્રદેશ રાજ્યના હમીરપુર, કાંગડા અને બિલાસપુર જિલ્લાઓ આવેલ છે. આ જિલ્લામાં પાંચ તાલુકાઓ છે -અમ્બ, બંગાણા, ઉના, ધનારી અને હરોલી.
આ જિલ્લામાં મુખ્યત્વે હિન્દી તથા પહાડી ભાષાનો ઉપયોગ લોકો સામાન્ય વ્યવહારમાં કરે છે. પંજાબની સીમા લાગતી હોવાને કારણે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પંજાબી ભાષાનો પણ ઉપયોગ થાય છે.
આ જિલ્લામાં ચિંતપૂર્ણી માતાનું મંદિર તથા થનિકપુરા (ગિરિમથક) પ્રખ્યાત જોવાલાયક સ્થળો છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- અધિકૃત જાળસ્થળ સંગ્રહિત ૨૦૧૬-૧૦-૨૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |