એપ્રિલ ૧૪
તારીખ
૧૪ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૦૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૬૯૯ – ખાલસા (Khalsa): ખાલસા પંથનો જન્મ, (શીખ ધર્મમાં ભાઈચારો), નાનકશાહી પંચાંગ પ્રમાણે (Nanakshahi calendar).
- ૧૮૨૮ – 'નોહ વેબસ્ટરે' પોતાના પ્રથમ અંગ્રેજી શબ્દકોષનાં સર્વહક્ક(કોપીરાઇટ) નોંધાવ્યા. (જે હજુ "વેબસ્ટરર્સ ડિક્શનરી" થી પ્રખ્યાત છે.)
- ૧૮૬૦ – પ્રથમ 'પોની એક્સપ્રેસ' (Pony Express) સવાર 'સેક્રેમેન્ટો','કેલિફોર્નિયા' પહોંચ્યો.(અમેરિકાની આ શરૂઆતી ટપાલ સેવા હતી જેમાં ટટ્ટુ,નાનો અશ્વ,સવાર દ્વ્રારા પત્રો મોકલાતા).
- ૧૮૬૫ – અમેરિકાનાં પ્રમુખ 'અબ્રાહમ લિંકન'ની,ફોર્ડ થિએટરમાં,'જોહન વિલ્ક્સ બૂથ' દ્વારા ગોળી મારી હત્યા કરાઇ.
- ૧૮૯૪ – થોમસ આલ્વા એડિસને 'કાઇનેટોસ્કોપ' (kinetoscope)નું નિદર્શન કર્યું, જેમાં એક નાનાં કાણા મારફત ચિત્રોની હારમાળા પ્રદર્શિત કરી હલનચલનનો આભાસ ઉત્પન કરાતો હતો.આ સાધન ચલચિત્રનું પુર્વજ ગણાયું.
- ૧૯૧૨ – બ્રિટિશ યાત્રી જહાજ 'ટાઇટેનિક',ઉત્તર એટલાન્ટીક મહાસાગરમાં,રાત્રે ૧૧:૩૫ વાગ્યે બરફની શિલા સાથે ટકરાયું અને સવાર પડતામાં ડુબ્યું,જેમાં ૧,૫૧૭ લોકોની જાનહાની થઇ.
- ૧૯૪૪ – મુંબઇ વિસ્ફોટ (૧૯૪૪) (Bombay Explosion (1944)): મુંબઇનાં બંદરમાં ભયાનક વિસ્ફોટને કારણે ૩૦૦ લોકો માર્યા ગયા અને લગભગ ૨ કરોડ પાઉન્ડ (હાલના આશરે ૧.૫ અબજ રૂપિયા)નું આર્થિક નુકશાન થયું.
- ૧૯૫૬ – શિકાગો,અમેરિકામાં, પ્રથમ 'વિડિયોટેપ'નું નિદર્શન કરાયું.
- ૧૯૮૬ – બાંગ્લાદેશનાં ગોપાલગંજ જિલ્લામાં ૧ કિ.ગ્રા. વજનના કરા (hailstone) પડ્યા,જેનાથી ૯૨ લોકોનાં મૃત્યુ થયા. આ અત્યાર સુધીમાં નોંધાયેલ સૌથી મોટા કરા છે.
- ૨૦૦૩ – માનવ રંગસુત્રિય પરિયોજના (Human Genome Project) પૂર્ણ કરાઇ.જેમાં ૯૯% માનવ રંગસુત્રો (genome)ને, ૯૯.૯૯% ચોક્કસતા સાથે ચોક્કસ ક્રમાંકમાં ઓળખી કાઢવામાં આવ્યા.
જન્મ
ફેરફાર કરો- ૧૮૯૧ – ડૉ. બી. આર. આંબેડકર, ભારતીય અર્થશાસ્ત્રી, ન્યાયશાસ્ત્રી અને રાજકારણી, પ્રથમ ભારતીય કાયદા અને ન્યાય મંત્રી બંધારણનાં ઘડવૈયા. (અ. ૧૯૫૬)
- ૧૯૧૯ – કે. સરસ્વતી અમ્મા, મલયાલમ ભાષાના નારીવાદી લેખિકા. (અ. ૧૯૭૫)
- ૧૯૧૯ – શમશાદ બેગમ, ભારતીય ગાયિકા, હિન્દી ફિલ્મોના પ્રારંભિક પાર્શ્વગાયકો પૈકીના એક. (અ. ૨૦૧૩)
અવસાન
ફેરફાર કરો- ૧૯૫૦ – રમણ મહર્ષિ, તત્વચિંતક. (જ. ૧૮૭૯).
- ૧૯૬૨ – એમ. વિશ્વેશ્વરૈયા, ભારતીય ઇજનેર, રાજનેતા અને મૈસૂરના ૧૯મા દિવાન. (જ. ૧૮૬૦)
- ૧૯૬૩ – રાહુલ સાંકૃત્યાયન, ભારતીય ભાષાવિદ્ અને સાહિત્યકાર. (જ. ૧૮૯૩)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- આંબેડકર જયંતિ
- ભારતમાં - વૈશાખી (Vaisakhi).
- આસામ,ભારતમાં - રોંગાલી બિહુ (Rongali Bihu).
- બિસુ (Bisu),તુલુ નવવર્ષ તરીકે, કાંઠાળ કર્ણાટકમાં.
- ભારતમાં - રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન