ઓક્ટોબર ૨૯
તારીખ
૨૯ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૦૨મો (લિપ વર્ષ દરમ્યાન ૩૦૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૬૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૭૮૭ – મોઝાર્ટના ઓપેરા ડોન જીઓવાન્નીનું પ્રાગમાં પ્રથમ જાહેર પ્રદર્શન યોજાયું.
- ૧૮૬૩ – જીનીવામાં યોજાયેલા અઢાર દેશોના સંમેલનમાં આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસની રચના કરવા સંમતિ સધાઈ.
- ૧૯૨૩ – ઓટ્ટોમન સામ્રાજ્યના વિસર્જન બાદ તુર્કી પ્રજાસત્તાક બન્યું.
- ૧૯૪૧ – પેરાશુટ રેજિમેન્ટની સ્થાપના કરવામાં આવી.
- ૧૯૬૯ – ARPANET પર સૌપ્રથમ કમ્પ્યુટર-થી-કમ્પ્યુટર કડી સ્થાપિત કરવામાં આવી.
- ૧૯૯૯ – ભારતના ઓડિશામાં ભીષણ ચક્રવાતે વિનાશ વેર્યો.
- ૨૦૦૫ – ભારતમાં દિલ્હી ખાતે બોમ્બ વિસ્ફોટોમાં ૬૦થી વધુ લોકો માર્યા ગયા.
- ૨૦૦૮ – પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ભૂકંપના ઝટકા આવ્યા, જેમાં ૨૦૧૫ લોકોના મોત થયા.
- ૨૦૧૫ – ચીને ૩૫ વર્ષ બાદ પોતાની એક સંતાનની નીતિનો અંત લાવવાની જાહેરાત કરી.
જન્મ
ફેરફાર કરો- ૧૯૯૬ – સ્વપ્ના બર્મન, ભારતીય હેપ્ટાથ્લીટ
અવસાન
ફેરફાર કરો- ૧૯૪૯ – જ્યોર્જ ગુર્જિયેફ, પશ્ચિમના દેશોના જાણીતા વિચારક અને ચિંતક (જ. ૧૮૭૭)
- ૧૯૮૮ – કમલાદેવી ચટ્ટોપાધ્યાય, ભારતીય સમાજ સુધારક, સ્વાતંત્ર્ય સેનાની તથા ભારતીય હસ્તકલાના ક્ષેત્રમાં પુનરુત્થાન લાવનારા ગાંધીવાદી મહિલા (જ. ૧૯૦૩)
- ૨૦૨૦ – કેશુભાઈ પટેલ, ભારતીય રાજકારણી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી (જ. ૧૯૨૮)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૪-૨૭ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર October 29 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.