કોચરબ આશ્રમ ભારતની આઝાદીની ચળવળના નેતા ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલો પ્રથમ આશ્રમ હતો. ૨૫ મે, ૧૯૧૫ના રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી[૧] અને તે ગાંધીજીના મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા તેમને ભેટ આપવામાં આવ્યો હતો.[૨][૩] આ આશ્રમ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલ છે. દક્ષિણ આફ્રિકાથી આવ્યા પછી, તેમના દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રથમ આશ્રમ હતો. વિદ્યાર્થીઓ અને નવયુવાનો માટે સત્યાગ્રહ, સ્વરોજગાર, સ્વદેશી ચીજોના હિમાયતી, ગરીબો, મહિલાઓ અને અસ્પૃશ્યોના ઉદ્ધાર માટેના કાર્યો, જાહેર શિક્ષણ, જાહેર શૌચાલય અંગેના ગાંધીજીના વિચારોના અભ્યાસ માટેનું મુખ્ય કેન્દ્ર હતું. આશ્રમનું નિર્માણ સાદગી, સમાનતા જેવા સિદ્ધાંતો પર થયું હતું.

હાલમાં આ આશ્રમનું સંચાલન ગુજરાત વિદ્યાપીઠ વડે થાય છે.[૧]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ABPL. "ગાંધીજીના પ્રથમ સ્થાપિત કોચર". www.gujarat-samachar.com. મેળવેલ 2020-04-28.
  2. ગાંધીજીની આત્મકથા: સત્યના પ્રયોગો
  3. "આજે ઐતિહાસિક કોચરબ સત્યાગ્રહ આશ્રમની શતાબ્દી". divyabhaskar. 2015-05-20. મેળવેલ 2020-04-28.

બાહ્ય કડીઓ ફેરફાર કરો