ખારવા
ખારવા એ માછીમારી કરતી ભારતની, અને ખાસ કરીને ગુજરાતની[૧] સાહસિક જ્ઞાતિ છે.
ઇતિહાસ અને મૂળ
ફેરફાર કરોખારવા માછીમારી કરતો સમૂહ છે જે સૌરાષ્ટ્રનાં પોરબંદર, વેરાવળ, માંગરોળ,સુરત, જામનગર, કોડીનાર, દીવ, દમણ, જાફરાબાદ વિગેરે જેવા સમૂદ્ર કિનારાનાં સ્થળોએ પથરાયેલો છે. એવું માનવામાં આવે છે કે ખારવા સમૂદાય રાજસ્થાનથી દશમી શતાબ્દીમાં સ્થળાંતર કરીને કિનારાનાં પ્રદેશોમાં આવેલો છે. તે પછી તેઓએ માછીમારીની શરૂઆત કરી, જે તેઓ કોળી સમૂદાય પાસેથી શીખ્યા. તેમાંના ઘણાં રાજપૂત હોવાનો દાવો પણ નોંધાવે છે, અને પોતાને સોલંકી તરીકે ઓળખાવે છે.[૧]
વર્તમાન સ્થિતિ
ફેરફાર કરોહાલ માછીમારી એ પારંપારિક વ્યવસાય રહ્યો છે. આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ખારવા સમાજ મોટાભાગે માછીમારી વ્યવસાય પર નિર્ભર છે, તેઓ તેમની પારંપારિક આવડત વડે અરબી સમુદ્રમાંથી માછલી પકડે છે. ઐતિહાસિક રીતે ઘણાં ખારવાઓ પર્શિયાનાં અખાતમાં ચાંચિયાગીરી પણ કરતા હતા. હવે તેઓ યાંત્રિક હોડીઓ વાપરે છે અને પરસ્પર સહાય માટે સહકારી મંડળીઓ પણ રચે છે. તેઓ ધર્મે હિંદુ છે અને વિવિધ સંપ્રદાયોમાં જોડાયેલા હોય છે. સૌરાષ્ટ્ર માં પોરબંદર, વેરાવળ અને માંગરોળ બંદરોમાં ખારવા સમાજની મુખ્યત્વે પ્રજા વસે છે,તેઓ સંગઠિત સમાજ વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવે છે, સમાજમાં પટેલશાહી આજે પણ અસ્તિત્વમાં છે,સમાજના લોકોના મોટા ભાગના વિવાદિત કેશોનું સમાધાન અને નિરાકરણ સમાજના ચૂંટાયેલ પટેલ અને પંચ સભ્યો દ્વારા કરવામાં આવે છે, ખારવા સમાજના પૂર્વજો દ્વારા સમાજ વ્યવસ્થાની સુંદર વ્યવસ્થા ગોઠવાઈ છે,
સંદર્ભો
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |