છાંયા (તા. પોરબંદર)
છાંયા (તા. પોરબંદર) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા પોરબંદર જિલ્લામાં આવેલા પોરબંદર તાલુકામાં આવેલું એક શહેર છે. આ શહેર પોરબંદરનું જોડિયું શહેર છે.
છાંયા | |
— શહેર — | |
અક્ષાંશ-રેખાંશ | 21°37′38″N 69°38′12″E / 21.627192°N 69.636741°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | પોરબંદર |
તાલુકો | પોરબંદર |
વસ્તી | ૪૭,૬૯૯[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
પિન કોડ | ૩૬૦૫૭૮ |
ઇતિહાસ
ફેરફાર કરોરાણપુરને ત્યજ્યા પછી છાંયા જેઠવાઓની રાજધાની રહી હતી અને ત્યારબાદ પોરબંદર જેઠવાઓની રાજધાની બની. જૂનો ગઢ હજુ અસ્તિત્વ ધરાવે છે.[૨]
જેઠવાઓ મૂળે છાંયા ગામના હતા. તેમની રાજધાની ઇ.સ. ૯૦૦માં મોરબીમાં હતી અને ત્યારબાદ શ્રીનગર, ઢાંક, છાંયા, ઘુમલી, રાણપુર અને છેલ્લે ઇ.સ. ૧૬૮૫થી ૧૯૪૭ સુધી પોરબંદરમાં હતી.
ભૂગોળ
ફેરફાર કરોજુના છાંયા ગામની સાથોસાથ HMP સિમેન્ટ ફેક્ટરીની કોલોની તેમજ કર્લીના પુલને પેલે પાર સાંદિપની વિદ્યાનિકેતન સુધી નેશનલ હાઇવેના દક્ષિણે આવેલ લગભગ તમામ વિસ્તાર આજે છાંયા નગરપાલિકાની હદમાં આવે છે.
છાંયા પચ્ચીસ વર્ષથી નગરપાલિકા બન્યું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8B દ્વારા પોરબંદરમાં પ્રવેશ કર્યા બાદ, હોટલ કાવેરી સુધીના ડાબા હાથ તરફ આવતા વિસ્તારો છાંયા નગરપાલિકામાં ઉમેરાયેલા નવા વિસ્તારો છે.
વસ્તી
ફેરફાર કરો૧૮૮૧ની વસ્તી ગણતરી મુજબ છાંયામાં ૯૯૬ વ્યક્તિઓનો વસવાટ હતો.[૨] ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ છાંયાની વસ્તી ૪૭,૬૯૯ વ્યક્તિઓની હતી.
મુખ્ય આકર્ષણો
ફેરફાર કરોનવરાત્રી દરમ્યાન ઇ.સ. ૧૬૦૦ની આસપાસ બંધાયેલા દરબારગઢ વિસ્તારમાં પરંપરાગત ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીમાં માત્ર પરંપરાગત વાદ્યો અને ગરબાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આધુનિકતાથી પર એવી આ ગરબીનું આગવું મહત્વ છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Chhaya City Population Census 2011 - Gujarat". www.census2011.co.in. મેળવેલ ૨૩ માર્ચ ૨૦૧૭.
- ↑ ૨.૦ ૨.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૩.
આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૩. માંથી લખાણના અંશો ધરાવે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |