ઢાંક (તા. ઉપલેટા)

ભારતના ગુજરાત રાજ્યના ઉપલેટા તાલુકાનું એક ગામ

ઢાંક ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા ઉપલેટા તાલુકામાં આવેલું એક ગામ છે.

ઢાંક
—  ગામ  —
ઢાંકનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°44′28″N 70°16′42″E / 21.74103°N 70.278236°E / 21.74103; 70.278236
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો ઉપલેટા
વસ્તી ૭,૦૮૭[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

ઢાંક ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં વીજ ઉત્પાદન માટે પર્વતોની તળેટીમાં વિપુલ પ્રમાણમાં પવનચક્કીઓ લગાવવામા આવેલી છે. તેમજ સૂર્યપ્રકાશમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે એકમો લગાવવામાં આવેલ છે.

લોકવાયકા ફેરફાર કરો

ઢાંક ગામને લોકકથા કે લોકવાયકામાં માયાવી નગરી તરીકે દર્શાવવામાં આવી છે. એક લોકવાયકા મુજબ ઢાંક ગામ એ દટ્ટણ સો પટ્ટણ બાદ સાતમી વખત વસેલું નગર છે.[સંદર્ભ આપો] ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધારમાં આ સાથે સંબંધીત એક લોકકથા મળે છે.[૨]

જોવાલાયક સ્થળો ફેરફાર કરો

ઢાંક ગામ આલેચ ડુંગર પર વસેલું ગામ છે. ઢાંક ગામની દક્ષિણ દિશામાં આવેલા દિવ્યેશ્વર તળાવનાં કિનારે શ્રી હિંગળાજ માતાજી અને મહાદેવના મંદિરો તેમજ આલેચ ડુંગરની ટોચ પર મહાદેવનું મંદિર આવેલું છે. ઢાંક ગામથી પશ્ચિમ તરફની દિશામાં આલેચ ડુંગરની વિશાળ પર્વતમાળામાં ઝીઝુડાની ખાણ પાસે પ્રાચીન બૌદ્ધ ઢાંક ગુફાઓ આવેલી છે. ઢાંક ગામમાં આવેલું શ્રી ગણપતિબાપાનું પ્રાચીન મંદિર તેમજ આલેચ પર્વતની ટોચ પર આવેલું ડુંગરેશ્વર મહાદેવ અને શ્રી ખોડિયાર માતાજીનું અર્વાચીન મંદિર જોવાલાયક સ્થળો છે. ઢાંક ગામની ભાગોળે શ્રી રામ મંદિર, શ્રી રાંદલ માતાજી અને શિવજીનું મંદિર આવેલું છે. ઢાંક ગામથી નજીક આવેલા સિદસર ગામમાં વેણુ નદીના કાંઠે શ્રી ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. ગામથી ૨ કિલોમીટર ના અંતરે વેણુ નદીના કાંઠે વેણુ-૨ બંધ અને શ્રી ગાયત્રી માતાજીનું મંદિર (ગાયત્રી આશ્રમ) મુખ્ય આકર્ષણો છે.

અહીંના પ્રવાસ માટે રાજકોટથી (૧૩૦ કિ.મી.) ગોંડલ, વીરપુર, જેતપુર, ધોરાજી, ઉપલેટા થઈને જઈ શકાય છે. જામનગરથી દક્ષિણ તરફ ૧૦૮ કિ.મી. અને જુનાગઢ શહેરથી અંદાજે ૬૦ કિ.મી. જેટલું થાય છે.

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Dhank Village Population, Caste - Upleta Rajkot, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-08-09 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ જુલાઇ ૨૦૧૮.
  2. સૌરાષ્ટ્રની રસધાર ૨/૧. ધૂંધળીનાથ અને સિદ્ધનાથ, વિકિસ્રોત પર

બાહ્ય કડીઓ ફેરફાર કરો