જાન્યુઆરી ૧૩
તારીખ
૧૩ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૮૭૯ – ગૌરીશંકર ઉદયશંકર ઓઝા ભાવનગર રાજ્યના મુખ્ય કારભારી પદેથી સેવા નિવૃત્ત થયા.
- ૧૮૮૮ – ધ નેશનલ જિયોગ્રાફિક સોસાયટીની સ્થાપના વોશિંગ્ટન ડી.સી. માં કરવામાં આવી.
- ૧૯૪૨ – હેનરી ફોર્ડે સોયાબીન કારના પેટન્ટ અધિકારો મેળવ્યા, જેની બળતણ કાર્યક્ષમતા સામાન્ય કાર કરતા ૩૦ ટકા વધુ હતી.
- ૧૯૮૮ – લી ટેંગ-હુઈ તાઇવાન મૂળના ચીનના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.
- ૧૯૯૩ – રાસાયણિક શસ્ત્ર સંમેલન (સીડબ્લ્યુસી) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
- ૨૦૧૮ – હવાઈમાં આગામી મિસાઇલ હુમલાની ખોટી ઇમરજન્સી ચેતવણીરાજ્યમાં વ્યાપક ગભરાટનું કારણ બની.
- ૨૦૨૦ – થાઈ જાહેર આરોગ્ય મંત્રાલયે ચીનની બહાર કોવિડ-૧૯ના પ્રથમ કેસની પુષ્ટિ કરી.
- ૨૦૨૧ – અમેરિકાના નિવૃત્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક અઠવાડિયા પહેલા કેપિટોલમાં તોફાન બાદ બળવાને ઉશ્કેરવાના આરોપમાં બીજી વખત મહાભિયોગ ચલાવવામાં આવ્યો.
જન્મ
ફેરફાર કરો- ૧૯૨૦ – પ્રિયબાળા શાહ, ગુજરાતી લેખક, સંશોધક અને ભારતીય સંસ્કૃતિ અને કલાના તજજ્ઞ (અ. ૨૦૧૧)
- ૧૯૪૯ – રાકેશ શર્મા, ભારતીય કમાન્ડર, પાઇલટ અને અવકાશયાત્રી
- ૧૯૭૮ – મોહિત શર્મા, ભારતીય સેના અધિકારી (અ. ૨૦૦૯)
અવસાન
ફેરફાર કરો- ૧૯૯૧ – સુંદરમ્, ગુજરાતી ભાષાના કવિ અને લેખક (જ. ૧૯૦૮)
- ૨૦૧૬ – જે.એફ.આર. જેકબ, બાંગ્લાદેશ મુક્તિયુદ્ધ ૧૯૭૧માં અગત્યની ભૂમિકા ભજવનાર ભારતીય સેનાના લેફ્ટિનેંટ જનરલ (જ. ૧૯૨૧)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- બિહૂ (આસામ)
- લોહરી (પંજાબ, હરિયાણા)
- ભોગી (આંધ્ર પ્રદેશ, તમિલનાડુ
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર January 13 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |