જાન્યુઆરી ૨૩
તારીખ
૨૩ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૨૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૫૫૬ – ચીનના શાંક્સી પ્રાંતમાં ઇતિહાસનો સૌથી ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો. અંદાજે ૮,૩૦,૦૦૦ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો.
- ૧૮૪૯ – એલિઝાબેથ બ્લેકવેલને ન્યૂયોર્કની જિનેવા મેડિકલ કોલેજ દ્વારા એમ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી. તેઓ યુનાઇટેડ સ્ટેટ્સના પ્રથમ મહિલા ડોક્ટર બન્યા.
- ૧૯૫૦ – ક્નેસેટ (ઇઝરાયલની ધારાસભા)એ જેરુસલેમને ઇઝરાયલની રાજધાની બનાવવાનો નિર્ણય કર્યો.
- ૧૯૬૪ – રાષ્ટ્રીય ચૂંટણીઓમાં મતદાન વેરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણમાં ૨૪મા સુધારાને બહાલી આપવામાં આવી.
- ૧૯૬૭ – સોવિયેત યુનિયન અને આઇવરી કોસ્ટ વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા.
- ૨૦૦૨ – અમેરિકાના પત્રકાર ડેનિયલ પર્લનું પાકિસ્તાનના કરાચીમાં અપહરણ કરવામાં આવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી.
- ૨૦૨૦ – વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવિડ-૧૯ રોગચાળાને આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી.
જન્મ
ફેરફાર કરો- ૧૮૦૯ – સુરેન્દ્ર સાએ, ભારતીય ક્રાંતિકારી (અ. ૧૮૮૪)
- ૧૮૯૪ – જ્યોતિર્મયી દેવી, ભારતીય લેખક (અ. ૧૯૮૮)
- ૧૮૯૭ – સુભાષચંદ્ર બોઝ, ભારતીય સ્વતંત્રતા સેનાની અને રાજનેતા (અ. ૧૯૪૫)
- ૧૯૨૬ – બાળાસાહેબ ઠાકરે, શિવસેનાની સ્થાપના કરનાર ભારતીય રાજકારણી (અ. ૨૦૧૨)
અવસાન
ફેરફાર કરો- ૨૦૧૮ – હ્યુ માસેકેલા, દક્ષિણ આફ્રિકાના ટ્રંપટ વાદક, ફ્લુગેલહોર્ન વાદક, કોર્નેટ વાદક, સંગીતકાર અને ગાયક (જ. ૧૯૩૯)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર January 23 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |