જુલાઇ ૯
તારીખ
૯ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯૦મો (લિપ વર્ષ દરમ્યાન ૧૯૧મો) દિવસ છે. આ દિવસ
પછી વર્ષ પુરું થવામાં ૧૭૫ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૮૧૦ – નેપોલિયને પ્રથમ ફ્રેન્ચ સામ્રાજ્યના ભાગ રૂપે હોલેન્ડ રાજ્ય પર કબ્જો જમાવ્યો.
- ૧૮૧૬ – આર્જેન્ટિનાએ સ્પેનથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
- ૧૮૭૫ – ભારતીય શેર બજાર બોમ્બે સ્ટોક એક્ષચેન્જની સ્થાપના કરવામાં આવી.
- ૧૮૯૩ – અમેરિકન હાર્ટ સર્જન ડેનિયલ હેલ વિલિયમ્સને એનેસ્થેસિયા વિના યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રથમ સફળ ઓપન-હાર્ટ સર્જરી કરી.
- ૧૯૪૮ – પાકિસ્તાને પોતાની પ્રથમ ટપાલ ટિકિટ (Postage stamp) પ્રકાશિત કરી.
- ૧૯૫૧ – જવાહરલાલ નેહરુએ સંસદમાં પ્રથમ પંચવર્ષીય યોજના રજૂ કરી.
- ૧૯૯૧ – દક્ષિણ આફ્રિકાને ૩૦ વર્ષના પ્રતિબંધ પછી ફરીથી ઓલિમ્પિક રમતોત્સવમાં પ્રવેશ મળ્યો.
- ૨૦૧૧ – દક્ષિણ સુદાન, સુદાનથી અલગ થઈ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.
જન્મ
ફેરફાર કરો- ૧૯૨૫ – ગુરુ દત્ત, ભારતીય અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા (અ. ૧૯૬૪)
- ૧૯૩૮ – સંજીવ કુમાર, ભારતીય ફિલ્મ અભિનેતા (અ. ૧૯૮૫)
અવસાન
ફેરફાર કરો- ૧૯૬૭ – ફાતિમા ઝીણા, પાકિસ્તાની દંત ચિકિત્સક, ચરિત્રલેખક, રાજનેત્રી, મહમદ અલી ઝીણાના નાના બહેન અને પાકિસ્તાનના મુખ્ય સંસ્થાપકોમાંના એક (જ. ૧૮૯૩)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર July 9 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.