જૂન ૧૧
તારીખ
૧૧ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૦૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૮૬૬ – ભારતમાં અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલય (જે પછીથી આગ્રા ઉચ્ચ ન્યાયાલય બન્યું) ની રચના કરાઇ.
- ૧૯૫૬ – શ્રીલંકાના પૂર્વીય પ્રાંતમાં,લધુમતી શ્રીલંકન તમિલોને લક્ષ્યાંક બનાવીને, 'ગાલ ઓયા બળવો' (Gal Oya riots) શરૂ થયો, જેમાં અંદાજે ૧૫૦ લોકોનાં મૃત્યુ થયા.
- ૨૦૧૦ – દક્ષિણ આફ્રિકામાં પ્રથમ આફ્રિકન ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ થયો.
- ૨૦૧૭ – ફ્રેન્ચ ઓપન મેન્સ ટેનિસ: સ્પેનિશ ખેલાડી રાફેલ નડાલે સ્ટેન વાવરિન્કાને હરાવ્યો. ૧૦ વખત આ ટાઈટલ જીતનારો પ્રથમ ખેલાડી બન્યો.
જન્મ
ફેરફાર કરો- ૧૮૯૭ – રામ પ્રસાદ બિસ્મિલ, ભારતીય ક્રાંતિકારી અને હિંદુસ્તાન રિપબ્લીક એસોસિયેશનના સંસ્થાપક. (અ. ૧૯૨૭)
- ૧૯૪૭ – લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav), ભારતીય રાજકારણી અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી.
- ૧૯૯૭ – મિહિર સેન, લાંબા અંતરના પ્રખ્યાત ભારતીય તરવૈયા અને ઉદ્યોગપતિ. ઇંગ્લિશ ચેનલ પાર કરનારા પ્રથમ ભારતીય. (જ. ૧૯૩૦)
અવસાન
ફેરફાર કરો- ૧૯૬૨ – છબી વિશ્વાસ, ભારતીય ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક (જ. ૧૯૦૦)
- ૧૯૭૦ – લીલા રોય, કટ્ટરવાદી ડાબેરી ભારતીય રાજકારણી, સુધારક અને નેતાજી સુભાષચંદ્ર બોઝના નિકટના સાથી (જ. ૧૯૦૦)
- ૧૯૮૩ – ઘનશ્યામ દાસ બિરલા, ભારતીય ઉદ્યોગપતિ અને રાજકારણી (જ. ૧૮૯૪)