હિન્દુ પૌરાણિક કથા પ્રમાણે જ્વારાસુર તાવના દૈત્ય અને શીતળાદેવીના જીવનસાથી છે.

હિંદુ પૌરાણિક કથાઓ પ્રમાણે ફેરફાર કરો

એક દંતકથા અનુસાર, જ્વારાસુરનો જન્મ ધ્યાનમગ્ન શિવજીના કપાળના પરસેવાથી થયો હતો અને જે દેવતાઓ માટે જોખમરૂપ હતું. એકવાર વિષ્ણુ જ્યારે હયગ્રીવ અવતાર ધારણ કરેલું ત્યારે જ્વારાસુરના તાવથી પીડિત હતા. તેથી તેમણે તાવના રાક્ષસ જ્વારાસુરને મારી નાખ્યો.[૧][૨] તેમણે તેમના સુદર્શન ચક્રથી તેના ત્રણ ટુકડા કરી નાખ્યા. જો કે, બ્રહ્મા દ્વારા જ્વારાસુરને પુનઃસજીવન કરવામાં આવ્યા અને તેના ત્રણ ભાગો જોડ્યા. પરંતુ તે સમયે દરેક ત્રણ ભાગોમાંથી માથું અને અંગોનો વિકાસ થઇ ગયો. આમ જ્વારાસુરના ત્રણ ચહેરાઓ અને ત્રણ પગવાળો તરીકે દર્શાવવામાં આવે છે અને એક જ સમયે તમામ દિશામાં જવાની અસાધારણ ક્ષમતા ધરાવે છે. બાદમાં તેઓ શીતળા માતાના જીવનસાથી તરીકે પસંદ કરવામાં આવ્યા.[૧]

બીજી દંતકથા અનુસાર, માઁ દુર્ગા દેવીએ કાત્યાયની (ઋષિ કાત્યાયનની પુત્રી તરીકે વિશ્વના તમામ ઘમંડી દુષ્ટ શેતાની શક્તિઓનો નાશ કરવા) તરીકે અવતાર લીધો હતો અને કાલ્કેયા દ્વારા મોકલવામાં આવેલા ઘણા રાક્ષસોને માર્યા હતા.

જ્વારાસુર નામના તાવના રાક્ષસે, કાત્યાયનીના બાળપણના મિત્રોમાં અસાધ્ય રોગો જેમ કે કોલેરા, મરડો, ઓરી, શીતળા જેવા રોગો ફેલાવવાની શરૂઆત કરી. તેથી કાત્યાયનીએ તેના રોગપિડીત મિત્રોની સારવાર કરી. ત્યારબાદ વિશ્વને બધા જ તાવ અને રોગોથી રાહત અપાવવા માટે, કાત્યાયનીએ શીતળા માતાનું સ્વરૂપ ધારણ કર્યુ. તેમણે પોતાના ચાર હાથમાંથી એક હાથમાં ટૂંકી સાવરણી, બીજા હાથમાં છાંટવાનો પંખો, ત્રીજા હાથમાં ઠંડા પાણીનું પાત્ર અને ચોથા હાથમાં પીવાનો પ્યાલો ધારણ કર્યા હતા. તેમણે પોતાની શક્તિથી બધા બાળકોનાં રોગોની સારવાર કરી. પછી કાત્યાયનીએ તેના મિત્ર બટુકને વિનંતી કરી કે બહાર જા છે અને રાક્ષસ જ્વારાસુર સાથે યુદ્ધ કર. તેથી બટુક અને રાક્ષસ જ્વારાસુર વચ્ચે યુદ્ધ છેડાયું. રાક્ષસ જ્વારાસુર બટુકને હરાવવામાં સફળ થયો, ત્યારબાદ બટુક મૃત પડી ગયો અને ધૂળમાં ચમત્કારિક રીતે નિસ્તેજ થઇ ગયો. જ્વારાસુરને આઘાત લાગ્યો કે બટુક અદ્રશ્ય થઇને ક્યાંક જતો રહ્યો હતો. પણ તે જાણતો જ ન હતો કે બટુકે એક ભયાનક પુરુષનું સ્વરૂપ ધારણ કરી નાખ્યું હતું. આ પુરુષની ત્રણ આંખો અને ચાર હાથ હતા. આ પુરુષનું માથું રાક્ષસ જેવુ અને તેમણે કુહાડી, તલવાર, ત્રિશૂલ ધારણ કર્યુ હતું. તેમનો રંગ ઘેરો કાળો હતો. તેમના વાળ ઉડતા હતા. આંખો ક્રોધથી સળગી રહી હતી. આ પુરુષે વાઘની ચામડી અને કંકાલની માળા ધારણ કરેલી હતી. બટુકે ભગવાન શિવના ભયંકર સ્વરૂપ કાળભૈરવનું રૂપ ધારણ કરી દીઘું હતું. પછી કાળભૈરવ જ્વારાસુરને ઠપકો આપે છે અને તેને કહે છે કે તે માઁ દુર્ગા દેવી (કાત્યાયની દેવી) ના સેવક છે. તેમની વચ્ચે લાંબી ચર્ચા થયા છે પણ પછી તે યુદ્ધમાં રૂપાંતરિત થઇ જાય છે. જ્વારાસુરે તેની શક્તિથી ઘણા રાક્ષસો બનાવ્યા પરંતુ કાળભૈરવે બધાનો નાશ કરી નાખ્યો. અંતે, કાળભૈરવે જ્વારાસુર સાથે કુસ્તી કરી અને તેમણે પોતાના ત્રિશૂલથી તેને મારી નાખ્યો.

શીતળા માતા-જ્વારાસુરનો સંપ્રદાય બંગાળી સંસ્કૃતિમાં બહોળા પ્રમાણમાં લોકપ્રિય છે. આકસ્મિક રીતે, બંગાળી, ઑડિયા અને હિન્દી ભાષાઓમાં, તાવને જ્વારા તરીકે ઓળખવામાં આવે છે અને અસુર એટલે રાક્ષસ થાય છે. જ્વારાસુરનું નામ આ બે શબ્દોનું સંયોજન છે - જ્વારા (એટલે તાવ)[૩] અને અસુર (એટલે રાક્ષસ) - જ્વારાસુર. આમ, જ્વારાસુર એટલે તાવનો રાક્ષસ થાય છે. તેમ કહેવાય છે કે શીતળા માતા અને જ્વારાસુર તેમના ગર્દભ પર એક સાથે મુસાફરી કરે છે. જ્વારાસુર યુવાન સેવકના રૂપમાં હોય છે. ઉત્તર ભારતના બધા જ ગામોમાં લોકો દ્વારા જ્વારાસુરની પત્ની શીતળા માતાને શીતળા અને તાવના રોગોના રક્ષક તરીકે પૂજા કરે છે.[૪]

બોદ્ધ ધર્મમાં ફેરફાર કરો

બૌદ્ધ સંસ્કૃતિમાં, જ્વારાસુરને પાર્ણશબરી (બૌદ્ધ ધર્મ પ્રમાણે રોગોની દેવી) ના પતિ તરીકે દર્શાવવામાં આવ્યા છે. કેટલાક ચિત્રોમાં આ દેવતાઓને વજ્રયોગિની (બૌદ્ધ દેવી અને રોગવિનાશક) ના ક્રોધથી દૂર ભાગી ઉડતા બતાવવામાં આવ્યા છે.[૨]

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ The Divine consort: Rādhā and the goddesses of India By John Stratton Hawley, Harvard University. Center for the Study of World Religions. 1982.
  2. ૨.૦ ૨.૧ P. K. Mishra (1999). Studies in Hindu and Buddhist art.
  3. Alf Hiltebeitel (1991). On Hindu ritual and the goddess.
  4. Fruits of worship: practical religion in Bengal By Ralph W. Nicholas. 2003.