ડિસેમ્બર ૩૦
તારીખ
૩૦ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૬૪મો (લિપ વર્ષ દરમ્યાન ૩૬૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૮૮૨ – ગુજરાત રાજ્યના ભાવનગર શહેરમાં બાર્ટન પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી.
- ૧૮૯૬ – કેનેડિયન આઇસ હોકી ખેલાડી એર્ની મેકલિયાએ સ્ટેનલી કપ પ્લેમાં પ્રથમ હેટ્રિક ફટકારી.
- ૧૯૦૬ – અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપના ડક્કા, પૂર્વ બંગાળ, બ્રિટિશ ભારત (વર્તમાન ઢાકા, બાંગ્લાદેશ)ખાતે કરવામાં આવી.
- ૧૯૪૩ – સુભાષચંદ્ર બોઝે પોર્ટ બ્લેર ખાતે ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
- ૨૦૦૬ – ઈરાકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનને ફાંસીની સજા આપવામાં આવી.
જન્મ
ફેરફાર કરો- ૧૮૬૫ – રુડયાર્ડ કિપલિંગ, ભારતીય-અંગ્રેજી લેખક અને કવિ, નોબેલ પુરસ્કાર વિજેતા (અ. ૧૯૩૬)
- ૧૮૭૯ – રમણ મહર્ષિ, ભારતીય આધ્યાત્મિક ગુરુ અને દાર્શનિક (અ. ૧૯૫૦)
- ૧૮૮૭ – કનૈયાલાલ મુનશી, ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી (અ. ૧૯૭૧)
- ૧૯૨૩ – પ્રકાશવીર શાસ્ત્રી, ભારતીય શિક્ષણવિદ્ અને રાજકારણી (અ. ૧૯૭૭)
અવસાન
ફેરફાર કરો- ૧૯૭૧ – વિક્રમ સારાભાઈ, ભારતીય ભૌતિકશાસ્ત્રી અને શિક્ષણવિદ્ (જ. ૧૯૧૯)
- ૧૯૯૦ – રઘુવીર સહાય, ભારતીય લેખક, કવિ અને વિવેચક (જ. ૧૯૨૯)
- ૨૦૦૬ – ચંદ્રલેખા, ભારતીય નૃત્યાંગના અને નૃત્યનિર્દેશક (જ. ૧૯૨૮)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૫-૧૧ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર December 30 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.