ડોડા નદી અથવા સ્તોદ નદી (Stod River) ભારત દેશના લડાખના ઝંસ્કાર વિસ્તારમાં વહેતી એક ૭૯ કિલોમીટર લાંબી નદી છે.[][]

ડોડા નદી
સ્તોદ નદી
નદી
સ્તોદ નદી
દેશ ભારત
રાજ્ય જમ્મુ અને કાશ્મીર
વિસ્તાર ઝંસ્કાર ક્ષેત્ર, લડાખ
જિલ્લો કારગિલ
ઉપનદીઓ
 - જમણે ત્સરાપ નદી
સ્ત્રોત 33°47′40″N 76°20′22″E / 33.794578°N 76.339341°E / 33.794578; 76.339341
 - સ્થાન પેન્સી લા નજીકના દ્રાંગ દ્રુંગ ગ્લેશિયર ખાતેથી
 - ઉંચાઇ ૪,૫૬૦ m (૧૪,૯૬૧ ft)
મુખ 33°30′57″N 76°56′02″E / 33.515855°N 76.933805°E / 33.515855; 76.933805
 - સ્થાન પદુમ નજીક ત્સરાપ નદી સાથેના સંગમ પછી ઝંસ્કાર નદી બને છે
 - ઉંચાઇ ૩,૪૮૫ m (૧૧,૪૩૪ ft)
લંબાઈ ૭૯ km (૪૯ mi)
Discharge
 - સરેરાશ ૨૦૬ m3/s (૭,૨૭૫ cu ft/s)

સ્ત્રોત અને માર્ગ

ફેરફાર કરો

આ નદી પેન્સી લા (ઘાટ) નજીક સ્થિત દ્રાંગ દ્રુંગ ગ્લેશિયર ખાતેથી શરૂ થાય છે, કે જે દરિયાઈ સપાટીથી 6,550 મીટર (21,490 ફૂટ) ઊંચા ડોડા પર્વતના ઢોળાવ પર આવેલ છે.[][] જમ્મુ અને કાશ્મીર રાજ્યના ડોડા જિલ્લાનું અને નદીનું નામ આ જ પર્વત પરથી આવ્યું છે. અહીં ડોડા નદી દક્ષિણપૂર્વ કારગિલ-ઝંસ્કાર ધોરી માર્ગ સાથે સાથે વહેતી અક્શુ, અબ્રાન અને ફેયની વસાહતો પાસેથી પસાર થાય છે. પછી આ નદીનો ઝંસ્કારના મુખ્ય નગર પદુમ નજીક ત્સરાપ નદી સાથે સંગમ થાય છે અને પછી ઝંસ્કાર નદી કહેવાય છે. આગળ જતાં આ નદી સિંધુ નદીમાં વિલીન થઈ જાય છે.[]

શિયાળોની ઋતુમાં પેન્સી ઘાટ પર ભારે બરફવર્ષા થાય છે અને ડોડા નદી તે સમયે જામીને સ્થિર થઈ જાય છે.[]

ડોડા નદીનું ઝંસ્કાર ખીણ વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે ખૂબ જ મહત્વ છે. આ નદીના પાણી વડે જવ, ઘઉં, કુટુ (buckwheat) અને વટાણા ઉગાડવામાં આવે છે.

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. Hashmat Singh, Pallav Das, Jai Kumar Sharma (૨૦૦૨). Trekking in the Himalayas. Roli Books, 2002. પૃષ્ઠ -140. ISBN 9788174361066. મેળવેલ ૧૭ ઓગસ્ટ ૨૦૧૨.CS1 maint: uses authors parameter (link)
  2. Robert W. Bradnock, Roma Bradnock (૨૦૦૪). Footprint India Footprint India Handbook. Footprint, 2004. પૃષ્ઠ -532. ISBN 9781904777007. મેળવેલ ૧૭ ઓગસ્ટ ૨૦૧૨.CS1 maint: uses authors parameter (link)
  3. Janet Rizvi (૧૯૯૬). Ladakh: crossroads of high Asia. Oxford University Press, 1996. પૃષ્ઠ 30–. ISBN 9780195640168. મેળવેલ 17 August ૨૦૧૨.
  4. Kim Gutschow (૨૦૦૪). Being a Buddhist Nun: The Struggle for Enlightenment in the Himalayas. Harvard University Press, 2004. પૃષ્ઠ -40. ISBN 9780674012875. મેળવેલ ૧૭ ઓગસ્ટ ૨૦૧૨.
  5. "Expeditions and notes". himalayanclub. મૂળ માંથી 2016-03-24 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ ઓગસ્ટ ૨૦૧૨.
  6. Jasbir Singh (૨૦૦૪). The economy of Jammu & Kashmir. Radha Krishan Anand & Co., 2004. પૃષ્ઠ 223-. ISBN 9788188256099. મેળવેલ ૧૭ ઓગસ્ટ ૨૦૧૨.