ઢાંચો:મહાભારતકાળના શક્તિશાળી યોદ્ધાઓ

શ્રેણી
યોદ્ધા
વિવરણ
શ્રેણી ૧
અર્જુન, શ્રીકૃષ્ણ, ભીષ્મ,
બલરામ, દ્રોણાચાર્ય, ભગદત્ત
આ એવા યોદ્ધાઓ હતા કે જેમણે યુદ્ધમાં કદી હારનો સ્વાદ ચાખ્યો જ નહોતો. તેઓની પાસે અનેક પ્રકારના દિવ્યાસ્ત્રો હતા. યુદ્ધકલામાં નિપુણ હતાં. મહાભારતમાં વર્ણન મુજબ તેઓ દેવતાઓને પણ હરાવવા માટે શક્તિમાન હતાં. અર્જુન અને શ્રીકૃષ્ણે અનેક વખત દેવતાઓને હરાવ્યા હતા. ભગવાન શિવને પણ યુદ્ધમાં સંતુષ્ટ કર્યા હતા. ભીષ્મએ ભગવાન પરશુરામને પરાજિત કર્યા હતા. ભગદત્ત ઇન્દ્રના મિત્ર હતા, તેમણે અનેક વખત દેવસુર સંગ્રામમાં દેવતાઓની સહાયતા કરી હતી.
શ્રેણી ૨
ભીમ, કર્ણ, જરાસંધ, સાત્યકિ,
કૃતવર્મા, ભૂરિશ્ર્વા, અશ્વત્થામા,
અભિમન્યુ, કંસ
આ એવા યોદ્ધાઓ હતાં જેમણે યુદ્ધમાં ખૂબ જ ઓછી વખત હાર મેળવી હતી. તેઓની પાસે પણ દિવ્યાસ્ત્રોની કોઈ કમી નહોતી એટલું જ નહીં પણ પાશુપત જેવાં અતિ વિશેષ પ્રકારના દિવ્યાસ્ત્રો હતાં. આ બધાં યુદ્ધકલામાં પૂર્ણ રીતે પારંગત હતા અને અનેક જનપદોને યુદ્ધમાં હરાવી ચૂક્યા હતાં.
શ્રેણી ૩
દુર્યોધન, ધૃષ્ટદ્યુમ્ન, શલ્ય, દ્રુપદ,
અલમ્બુષ, ઘટોત્કચ, કીચક
આ એવા યોદ્ધાઓ હતા જેમણે યુદ્ધમાં ઘણી ઓછી વખત હાર મેળવેલી. તેઓ ઉત્સાહ કે આવેશમાં આવીને મોટામાં મોટા યુદ્ધની બાજી પલટાવવાની ક્ષમતા ધરાવતાં હતાં. તેઓ યુદ્ધ કૌશલ્યમાં પ્રવીણ અને શ્રેષ્ઠ હતાં.
શ્રેણી ૪
કૃપાચાર્ય, જયદ્રથ, સુદક્ષિણ, બૃહદ્વલ,
શ્રુતાયુધ, નકુલ, સહદેવ, યુધિષ્ઠિર
આ વીરો યુધ્ધકળામાં પૂર્ણ રીતે પારંગત અને પ્રવીણ હતાં. પણ તેઓની પાસે વધું દિવ્યાસ્ત્રો નહોતાં. તેમ છતાં તેઓ સામાન્ય વીરોની તુલનાએ શ્રેષ્ઠ પ્રકારના યોદ્ધાઓ હતા.
મહાભારતકાળના ક્રમશઃ મહાશક્તિશાળી જનપદ અને તેના પ્રતિનિધિઓ
કુરુ - ભીષ્મ, મગધ - જરાસંધ, પ્રાગ્જ્યોતિષપુર - ભગદત્ત,
શૂરસેન - યાદવ, પાંચાલ - દ્રુપદ, બાહ્લિક - ભૂરિશ્ર્વા, મદ્ર - શલ્ય,
કામ્બોજ - સુદક્ષિણ, શાલ્વભોજ - શાલ્વ, મત્સ્ય - વિરાટ,
સૌરાષ્ટ્ર - ભોજ, અવન્તિ - વિન્દ અને અનુવિન્દ, સિન્ધ - જયદ્રથ, ચેદિ - શિશુપાલ
મહાભારત અનુસાર આ જનપદ મહાભારતકાળમાં સૌથી વધુ વિકસિત અને આર્થિક રીતે સુદૃઢ જનપદો હતા, તેને એ સમયના વિકસિત દેશ માનવામાં આવતા હતાં તથા તેમાં પણ કુરુ અને યાદવ તો સૌથી અધિક શક્તિશાળી હતા. માત્ર આ બે જ જનપદો હતા જેમણે એ સમયે અશ્વમેઘ અને રાજસૂય યજ્ઞ કર્યો હતો.