દેવસર

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

દેવસર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાનું નગર છે. દેવસર ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. દેવસર ગામ બીલીમોરા શહેરને અડીને ગણદેવી જતા માર્ગ ઉપર આવેલું છે અને આ કારણે ઘણા ખરા વિસ્તારમાં સોસાયટીઓ તેમ જ શોપીંગ સેન્ટરો બની ગયાં છે.

દેવસર
—  નગર  —
દેવસરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°49′00″N 72°59′00″E / 20.8167°N 72.9833°E / 20.8167; 72.9833
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ગણદેવી
વસ્તી ૮,૮૬૯ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

આ નગરના લોકો મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે.

૨૦૦૧ની વસતી ગણતરી મુજબ,[] દેવસરની વસતી ૮૮૬૯ વ્યક્તિઓની હતી.

  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ માંથી ૧૬ જૂન ૨૦૦૪ પર સંગ્રહિત. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૦૮.