ધીરુબેન પટેલ

ગુજરાતી સાહિત્યકાર
(ધીરૂબેન પટેલ થી અહીં વાળેલું)

ધીરુબેન પટેલ (૨૯ મે ૧૯૨૬ - ૧૦ માર્ચ ૨૦૨૩[]) જાણીતા ગુજરાતી નવલકથાકાર, નાટ્ય લેખક અને ચલચિત્ર પટકથા અને બાળસાહિત્ય લેખિકા હતા.

ધીરુબેન પટેલ
ધીરુબેન પટેલ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, ફેબ્રુઆરી ૨૦૧૩
ધીરુબેન પટેલ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, ફેબ્રુઆરી ૨૦૧૩
જન્મ૨૫ મે ૧૯૨૬
વડોદરા, બરોડા સ્ટેટ, બ્રિટિશ ભારત
મૃત્યુ10 March 2023(2023-03-10) (ઉંમર 96)
અમદાવાદ, ગુજરાત, ભારત
વ્યવસાય
  • નવલકથાકાર
  • નાટ્ય લેખક
  • ચલચિત્ર પટકથા લેખક
  • અનુવાદક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાભારતીય
નોંધપાત્ર સર્જનઆગંતુક
નોંધપાત્ર પુરસ્કારો

ધીરૂબેનનો જન્મ ૨૯ મે, ૧૯૨૬ના દિવસે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા શહેર ખાતે થયો હતો. ચરોતર પ્રદેશનું ધર્મજ એ તેમનું મૂળ વતન હતું. ધીરુબેનનાં માતાનું નામ ગંગાબા અને પિતાનું નામ ગોરધનભાઈ હતું.

ધીરૂબેને પોતાનું પ્રાથમિક શિક્ષણ પોદ્દાર હાઈસ્કુલ, સાંતાક્રુઝ, મુંબઇ, મહારાષ્ટ્ર ખાતે લીધું હતું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ એલ્ફીન્સ્ટન કોલેજ, મુંબઇ ખાતે દાખલ થયા હતા. એમણે ઇ.સ. ૧૯૪૫ના વર્ષમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી હતી અને ઇ.સ. ૧૯૪૮ના વર્ષમાં અનુસ્નાતકની પદવી હાંસલ કરી હતી.

વ્યવસાય

ફેરફાર કરો
  • ૧૯૪૯ - ૧૯૬૩ - ભવન્સ કોલેજ, મુંબઈમાં અધ્યાપક
  • ૧૯૬૩ - ૧૯૬૪ - દહીંસરની કોલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક
  • ભારતીય વિદ્યાભવનમાં અધ્યાપક[]

જીવનઝરમર

ફેરફાર કરો
  • થોડો વખત 'આનંદ પબ્લીશર્સ'નું સંચાલન
  • ૧૯૬૩ના વર્ષથી - કલ્કી પ્રકાશન
  • ૧૯૭૫ સુધી - 'સુધા' સાપ્તાહીકનાં તંત્રી
  • ૧૯૮૦ - તેમના લખેલા નાટક પરથી કેતન મહેતાનું પ્રખ્યાત ચલચિત્ર ભવની ભવાઈ સર્જાયું છે.[][][]
  • ૨૦૦૩-૨૦૦૪ - ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • વાર્તા - અધુરો કોલ, એક લહર, વીશ્રંભકથા
  • નવલકથા - વડવાનલ, શીમળાંનાં ફુલ, વાવંટોળ , વમળ
  • લઘુનવલ - વાંસનો અંકુર, આગંતુક, આંધલી ગલી
  • હાસ્યકથાઓ - પરદુખભંજન પેસ્તનજી , ગગનનાં લગન, કાર્તિક અને બીજાં બધાં
  • નાટકો - પહેલું ઈનામ, પંખીનો માળો, વિનાશને પંથે,
    • એકાંકી - નમણી નાગરવેલ
    • રેડીયો નાટક - મનનો માનેલો, માયા પુરુષ (૧૯૫૫)
  • બાળસાહિત્ય - બતકનું બચ્ચું, મિત્રાનાં જોડકણાં, કાકુમાકુ અને પૂંછડીની પંચાત, ગાડાના પૈડા જેટલા રોટલાની વાત, મીનુની મોજડી, ડ્રેન્ડ્રીડાડ, મિસીસિસ્તુરબબુઆ અને વરસાદ
  • બાળનાટકો - અંડેરી ગંડેરી ટીપરી ટેન, ગોરો આવ્યો, ગગનચાંદનું ગધેડું, સૂતરફેણી, મમ્મી! તું આવી કેવી? પાઈપાઈ, આરબ અને ઉંટ
  • અનુવાદ - ટોમ સોયર, હક્કલબરી ફીનનાં પરાક્રમો
  • ટૂંકી વાર્તા - ચોરસ ટીપું (સંગ્રહ - ૨૦૧૮)
  • કાવ્યસંગ્રહ - કીચન પોએમ્સ (૨૦૧૧‌) (અંગ્રેજી), કીચન પોએમ્સ (૨૦૧૮) (ગુજરાતી)
  • ફિલ્મ - ભવની ભવાઈ (૧૯૮૦)

ધીરુબેન પટેલને ઇ.સ. ૧૯૮૦ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.[]

ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને ૧૯૮૧માં કે.એમ. મુન્શી સુવર્ણ ચંદ્રક અને ૨૦૦૨માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ૧૯૯૬માં તેમને નંદશંકર સુવર્ણ ચંદ્રક અને દર્શક પુરસ્કાર મળ્યો હતો. તેમની નવલકથા આગંતુક માટે ૨૦૦૧માં તેમને સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[][][]

  1. "Dhiruben Patel, the Gujarati doyenne of letters, leaves behind a pathbreaking trail at the age of 96". Hindustan Times (અંગ્રેજીમાં). 2023-03-11. મેળવેલ 2023-03-12.
  2. Raikar-Mhatre, Sumedha (૯ જુલાઇ ૨૦૧૪). ""'Older people deserve their space, which is often denied to them,' noted writer Dhiruben Patel"". Mid-Day. મેળવેલ 12 December 2014.
  3. ૩.૦ ૩.૧ Brahmabhatt, Prasad (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ (History of Modern Gujarati Literature – Modern and Postmodern Era). Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ ૨૪૮-૨૫૧. ISBN 978-93-5108-247-7.
  4. Tharu, Susie, Ke Lalita and (૧૯૯૩). "Dhiruben Patel" in Women Writing in India vol 1. Feminist Press at CUNY. પૃષ્ઠ ૨૨૪-૨૨૬. ISBN 9781558610293.
  5. "Dhiruben Patel". Muse India. મૂળ માંથી 2012-06-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ નવેમ્બર ૨૦૧૧.
  6. ૬.૦ ૬.૧ "Sanskrit Sahitya Akademi Awards 1955-2007". Sahitya Akademi Official website. મૂળ માંથી 2009-03-31 પર સંગ્રહિત. મેળવેલ 2016-04-19.
  7. Vyas, Daksha. "સાહિત્યસર્જક: ધીરુબેન પટેલ". Gujarati Sahitya Parishad.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો