મે ૨૯
તારીખ
૨૯ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૪૫૩ – કોન્સ્ટેન્ટીનોપલનું પતન: સુલતાન મહેમદ દ્વિતીય ફાતિહની આગેવાની હેઠળની ઓટ્ટોમન સેનાએ ૫૩ દિવસની ઘેરાબંધી પછી કોન્સ્ટેન્ટીનોપલ પર કબજો કર્યો અને બાઇઝેન્ટાઇન સામ્રાજ્યનો અંત આવ્યો.
- ૧૬૫૮ – સમુગઢની લડાઈ: મુઘલ સમ્રાટ શાહજહાંના પુત્રો વચ્ચે મુઘલ સામ્રાજ્યના ઉત્તરાધિકાર માટેની નિર્ણાયક લડાઈ.
- ૧૮૦૭ – મુસ્તફા ચોથા ઓટ્ટોમન સામ્રાજ્યના સુલતાન અને ઇસ્લામના ખલીફા બન્યા.
- ૧૮૮૬ – ફાર્માસિસ્ટ જ્હોન પેમ્બર્ટને કોકા કોલાની પ્રથમ વિજ્ઞાપન એટલાન્ટા જર્નલમાં પ્રકાશિત કરી.
- ૧૯૧૯ – આલ્બર્ટ આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંતની કસોટી આર્થર એડિંગ્ટન અને એન્ડ્રુ ક્લાઉડ ડી લા ચેરોઇસ ક્રોમેલિન દ્વારા કરવામાં આવી.
- ૧૯૫૩ – એડમંડ હિલેરી અને શેરપા તેનઝિંગ નોર્ગેએ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું.
- ૧૯૬૪ – પેલેસ્ટાઇનના પ્રશ્ન પર ચર્ચા કરવા માટે પૂર્વ જેરુસલેમમાં આરબ સંઘની બેઠક મળી, જેમાં પેલેસ્ટાઇન મુક્તિ સંગઠન (Palestinian Liberation Organization)ની રચનાની પહેલ કરવામાં આવી.
- ૧૯૯૯ – અવકાશ યાન 'ડિસ્કવરી'એ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (International Space Station) સાથે પ્રથમ વખત જોડાણ (ડોકીંગ) કર્યું.
જન્મ
ફેરફાર કરો- ૧૯૦૬ – ટી. એચ. વાઇટ, બ્રિટીશ ભારતમાં જન્મેલા અંગ્રેજી લેખક (અ. ૧૯૬૪)
- ૧૯૧૭ – જ્હોન એફ કેનેડી, અમેરિકાના ૩૫મા પ્રમુખ (અ. ૧૯૬૩)
- ૧૯૨૬ - ધીરુબેન પટેલ, ગુજરાતી સાહિત્યકાર
અવસાન
ફેરફાર કરો- ૧૯૮૭ – ચૌધરી ચરણ સિંહ, ખેડૂત રાજકારણી અને ભારતના પાંચમા વડાપ્રધાન. (જ. ૧૯૦૨)
- ૧૯૭૨ – પૃથ્વીરાજ કપૂર, ભારતીય સિનેમા અને હિંદી ફિલ્મ ઉદ્યોગના અગ્રણી અભિનેતા. (જ. ૧૯૦૬)
- ૨૦૦૩ – સવિતા આંબેડકર, ભારતીય સામાજિક કાર્યકર્તા, ડૉક્ટર અને બાબાસાહેબ આંબેડકરના બીજા પત્ની. (જ. ૧૯૦૯)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of United Nations Peacekeepers)
- નેપાળ: ગણતંત્ર દિવસ