૧ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૦૫મો (લિપ વર્ષ દરમ્યાન ૩૦૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૬૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

ફેરફાર કરો
 • ૧૬૦૪ – વિલિયમ શેક્સપિયરનું ઓથેલો નાટક પહેલી વાર લંડનના વ્હાઇટહોલ પેલેસમાં રજૂ કરવામાં આવ્યું.
 • ૧૮૦૦ – જ્હોન એડમ્સ વ્હાઇટ હાઉસ (તે સમયનું એક્ઝિક્યુટિવ મેન્શન)માં રહેનારા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.
 • ૧૯૧૮ – પશ્ચિમી યુક્રેન ઓસ્ટ્રિયા-હંગેરીથી અલગ થયું.
 • ૧૯૫૫ – ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ શામળદાસ આર્ટ્સ કૉલેજના હાલના મકાનનો પાયો નાખ્યો.
 • ૧૯૫૬ – રાજ્ય પુનર્ગઠન અધિનિયમ અંતર્ગત કેરળ, આંધ્ર પ્રદેશ અને મૈસૂરની રચના કરવામાં આવી.
 • ૧૯૫૬ – સૌરાષ્ટ્ર રાજ્યનું બૃહદ મુંબઇ રાજ્યમાં વિલિનીકરણ થયું.
 • ૧૯૭૩ – ભારતીય રાજ્ય મૈસૂરનું નામ બદલીને કર્ણાટક રાખવામાં આવ્યું.
 • ૧૯૮૧ – એન્ટીગુઆ અને બાર્બુડાને યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા મળી.
 • ૧૯૮૨ – હોન્ડા યુનાઇટેડ સ્ટેટ્સમાં કારનું ઉત્પાદન કરતી પ્રથમ એશિયન ઓટોમોબાઇલ કંપની બની.
 • ૨૦૦૦ – છત્તીસગઢ સત્તાવાર રીતે ભારતનું ૨૬મું રાજ્ય બન્યું, જે પૂર્વીય મધ્ય પ્રદેશના સોળ જિલ્લાઓમાંથી રચાયું છે.
 • ૧૯૩૩ – ઊર્મિલા ભટ્ટ, હિન્દી ચલચિત્ર અભિનેત્રી (અ. ૧૯૯૭)
 • ૧૯૩૯ – સુમન શાહ, ગુજરાતી સાહિત્યકાર.
 • ૧૯૪૦ – રમેશચંદ્ર લાહોટી, ભારતીય વકીલ અને ન્યાયશાસ્ત્રી, ભારતના ૩૫મા મુખ્ય ન્યાયાધીશ.
 • ૧૯૪૨ – પ્રભા ખેતાન, ભારતીય નવલકથાકાર, કવિ, ઉદ્યોગ સાહસિક અને નારીવાદી (અ. ૨૦૦૮)
 • ૧૯૪૫ – નરેન્દ્ર દાભોલકર, ભારતીય લેખક અને કાર્યકર્તા, મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સ્થાપક. (અ. ૨૦૧૩)
 • ૧૯૬૩ – નીતા અંબાણી, ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનાં પત્ની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર.
 • ૧૯૭૩ – ઐશ્વર્યા રાય, ભારતીય અભિનેત્રી તથા ભુતપૂર્વ વિશ્વસુંદરી (મિસ વર્લ્ડ)
 • ૧૯૭૪ – વી. વી. એસ. લક્ષ્મણ, ભારતીય ક્રિકેટર.
 • ૧૯૮૭ – ઇલિયાના ડીક્રુઝ, ભારતીય ફિલ્મ અભિનેત્રી.


તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો