નવેમ્બર ૨૧
તારીખ
૨૧ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૨૫મો (લિપ વર્ષ દરમ્યાન ૩૨૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૪૦ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૭૮૯ – નોર્થ કેરોલિનાએ યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને બહાલી આપી, અમેરિકાનું ૧૨મું રાજ્ય બન્યું.
- ૧૮૭૭ – થોમસ એડિસને અવાજને રેકોર્ડ (સંગ્રહ) કરી ફરી સંભળાવી શકે તેવા મશીન ફોનોગ્રાફની શોધની જાહેરાત કરી.
- ૧૯૦૫ – દ્રવ્યમાન–ઊર્જા સમતુલ્યતા સૂત્ર (ઇ = એમસી²) તરફ દોરી જતું આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું સંશોધનપત્ર અન્નાલેન ડેર ફિસિક જર્નલમાં પ્રકાશિત થયું.
- ૧૯૬૨ – ચીની પીપલ્સ લિબરેશન આર્મીએ ચીન-ભારત સરહદી સંઘર્ષમાં એકતરફી યુદ્ધવિરામની ઘોષણા કરી.
- ૧૯૭૧ – ભારતીય સૈનિકોએ, મુક્તી વાહિની (બંગાળી ગેરિલાઓ)ની આંશિક સહાયથી, ગરીબપુરના યુદ્ધમાં પાકિસ્તાન સૈન્યને હરાવ્યું.
- ૧૯૭૯ – પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકન રાજદૂતાવાસ પર ટોળાએ હુમલો કર્યો, આગ ચાંપી, જેમાં ચારના મોત થયા.
- ૨૦૦૨ – નાટોએ બલ્ગેરિયા, ઈસ્ટોનિયા, લાટવિયા, લિથુઆનિયા, રોમાનિયા, સ્લોવાકિયા અને સ્લોવેનિયાને સભ્ય બનવા આમંત્રણ આપ્યું.
- ૨૦૧૭ – રોબર્ટ મુગાબેએ ૩૭ વર્ષના કાર્યકાળ બાદ ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ પદેથી ઔપચારિક રીતે રાજીનામું આપ્યું.
જન્મ
ફેરફાર કરો- ૧૮૯૮ – રંગ અવધૂત, હિંદુ ધર્મના દત્ત પંથ (દત્તાત્રેયની ગુરૂચરિત્ર પરંપરા)ના સંત કવિ (અ. ૧૯૬૮)
- ૧૮૯૯ – હરિકરુષ્ના મહાતાબ, ભારતીય પત્રકાર અને રાજકારણી, ઓડિશાના પ્રથમ મુખ્યમંત્રી (અ. ૧૯૮૭)
- ૧૯૧૬ – જદુનાથસિંહ, ભારતીય ભૂમિસેનાના પરમવીર ચક્ર વિજેતા સૈનિક (અ. ૧૯૪૮)
- ૧૯૪૧ – આનંદીબેન પટેલ, ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, રાજકારણી અને શિક્ષણવિદ્.
- ૧૯૪૬ – રવિન્દ્ર પારેખ, ગુજરાતી ટૂંકી વાર્તા લેખક, નવલકથાકાર, નાટ્યકાર, કવિ, વિવેચક અને અનુવાદક
અવસાન
ફેરફાર કરો- ૧૯૭૦ – ડૉ. સી. વી. રામન, નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય ભૌતિકશાસ્ત્રી અને ભારતરત્ન (જ. ૧૮૮૮)
- ૧૯૯૬ – અબ્દુસ સલામ, નોબલ પુરસ્કાર વિજેતા પાકિસ્તાની સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની (જ. ૧૯૨૬)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- વિશ્વ ટેલિવિઝન દિવસ
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૧૦-૦૮-૨૮ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર November 21 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.