નૌશાદ અલી (૨૫ ડિસેમ્બર ૧૯૧૯ – ૫ મે ૨૦૦૬) એક સંગીતકાર, સંગીત દિગ્દર્શકાને ફિલ્મ નિર્માતા હતા. તેઓ વ્યાપકપણે હિન્દી ફિલ્મ ઉદ્યોગના મહાન અને અગ્રણી સંગીત દિગ્દર્શકોમાંના એક માનવામાં આવે છે. તેઓ ખાસ કરીને ફિલ્મોમાં શાસ્ત્રીય સંગીતના ઉપયોગને લોકપ્રિય બનાવવા માટે જાણીતા છે.

નૌશાદ અલી

Naushadsaab1.jpg
નૌશાદ અલી (૨૦૦૫માં)
પાર્શ્વ માહિતી
જન્મ(1919-12-26)26 December 1919
લખનૌ, સંયુક્ત પ્રાત, બ્રિટીશ ભારત (વર્તમાન ઉત્તર પ્રદેશ, ભારત)
મૃત્યુ5 May 2006(2006-05-05) (ઉંમર 86)
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
શૈલીહિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત ભારતીય ફિલ્મ સંગીત
વ્યવસાયોસંગીતકાર, સંગીત દિગ્દર્શક, ફિલ્મ નિર્માતા, લેખક, કવિ, નિર્માતા
વાદ્યોહારમોનિયમ સિતાર પીઆનો તબલા વાંસળી ક્લેરીનેટ એકોર્ડીઅન મેન્ડોલિયન
સક્રિય વર્ષો૧૯૪૦ – ૨૦૦૫
સંબંધિત કાર્યોલતા મંગેશકર, પી. સુશીલા, આશા ભોસલે, મોહમ્મદ રફી, મુકેશ, શમશાદ બેગમ, કે. જે. યેશુદાસ, એસ. પી. બાલાસુબ્રમણ્યમ, શકીલ બદાયુની, મજરુહ સુલતાનપુરી, ડી. એન. માધોક

સ્વતંત્ર સંગીત દિગ્દર્શક તરીકેની તેમની પ્રથમ ફિલ્મ ૧૯૪૦માં રજૂ થયેલી પ્રેમ નગર હતી. તેમની પ્રથમ સફળ ફિલ્મ રતન (૧૯૪૪) હતી. નૌશાદને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં તેમના યોગદાન માટે અનુક્રમે ૧૯૮૧ અને ૧૯૯૨ માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યા હતા.

જીવન પરિચયફેરફાર કરો

સંગીતકાર નૌશાદ અલીનો જન્મ ૨૫ ડિસેમ્બર, ૧૯૧૯ના દિવસે ઉત્તર પ્રદેશમાં આવેલા લખનૌ ખાતે મુન્શી વાહિદ અલીને ત્યાં થયો હતો. તેઓ માત્ર ૧૭ વર્ષની ઉંમરે જ પોતાનું નસીબ અજમાવવા મુંબઈ પ્રયાણ કરી ગયા હતા. શરૂઆતના સંઘર્ષના દિવસોમાં એમને ઉસ્તાદ મુસ્તાક હુસૈન ખાં, ઉસ્તાદ ઝંડે ખાં તેમ જ પંડિત ખેમ ચંદ્ર પ્રકાશ જેવા ગુણવાન ગુરુઓની સોબત મળી હતી.

એમને પહેલી વાર સ્વતંત્ર સંગીતકાર તરીકે ઈ. સ. ૧૯૪૦ના વર્ષમાં પ્રેમનગર નામના ચલચિત્રમાં સંગીત પીરસવાની તક મળી હતી[૧]. પરંતુ એમની પોતાની ઓળખાણ પ્રસ્થાપિત કરવાની તક એમને ઈ. સ. ૧૯૪૪ના વર્ષમાં રજુ થયેલ રતન નામના ચલચિત્રમાં મળી હતી, જેમાં જોહરાબાઈ અમ્બાલેવાલી, અમીરબાઈ કર્ણાટકી, કરણ દિવાન અને શ્યામ જેવા સ્વરકારોએ ગાયેલાં ગીતો ખૂબ જ પ્રસિદ્ધ થયાં હતાં. આ ભવ્ય સફળતા સાંપડ્યા પછી એમણે ૩૫ જેટલી સિલ્વર જ્યુબીલી હીટ, ૧૨ ગોલ્ડન જ્યુબીલી તેમ જ ૩ ડાયમંડ જ્યુબીલી ફિલ્મો આપી ભવ્ય સફળતા મેળવી. એમને ભારતીય ચલચિત્ર ઉદ્યોગમાં કરેલા ઉત્તમ યોગદાન બદલ ઈ. સ. ૧૯૮૨ના વર્ષમાં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને ઈ. સ. ૧૯૯૨ના વર્ષમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા[૨].

સંદર્ભોફેરફાર કરો

  1. Ganesh Anantharaman (January 2008). Bollywood Melodies: A History of the Hindi Film Song. Penguin Books India. pp. 31–. ISBN 978-0-14-306340-7. Retrieved 26 January 2015
  2. http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/article3388728.ece%7Ctitle=The man, his music|accessdate=6 May 2012

બાહ્ય કડીઓફેરફાર કરો