મે ૫
તારીખ
૫ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૫મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૪૦ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૫૫૩ – કોન્સ્ટાન્ટિનોપલની દ્વિતીય પરિષદ શરૂ થઈ.
- ૧૨૬૦ – કુબ્લાઇ ખાન (Kublai Khan), મોંગોલ સામ્રાજ્ય (Mongol Empire)નો શાસક બન્યો.
- ૧૭૬૨ – રશિયા અને પર્શિયા વચ્ચે સેન્ટ પિટ્સબર્ગ સંધિ થઈ.
- ૧૮૦૯ – મેરી કીઝ, રેશમ અને દોરાથી સ્ટ્રો વણાટ કરવાની તકનીક માટે યુ.એસ. પેટન્ટ મેળવનાર પ્રથમ મહિલા બની.
- ૧૮૨૧ – દક્ષિણ એટલાન્ટીક મહાસાગરના 'સેન્ટ હેલેના' ટાપુ પર નજરકેદ નેપોલિયન ( Napoleon I)નું મૃત્યુ થયું.
- ૧૮૩૫ – બેલ્જીયમમાં (Belgium), યુરોપખંડની પ્રથમ રેલ્વે 'બ્રસેલ્સ' (Brussels) અને 'મેચેલેન' (Mechelen) વચ્ચે શરૂ થઇ.
- ૧૯૦૫ – સ્ટ્રેટન બ્રધર્સ કેસની સુનાવણી (લંડન, ઇંગ્લેન્ડ) શરૂ થઈ અને પહેલી વાર ફિંગરપ્રિન્ટ પુરાવાનો ઉપયોગ હત્યા માટે દોષિત ઠેરવવા થયો.
- ૧૯૨૫ – દક્ષિણ આફ્રિકા (South Africa)ની સરકારે, આફ્રિકાન્સ ભાષા (Afrikaans)ને સત્તાવાર ભાષા જાહેર કરી.
- ૧૯૫૫ – ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાએ પશ્ચિમ જર્મનીના સાર્વભૌમત્વને માન્યતા આપતી સંધિ અમલમાં મૂકી.
- ૧૯૬૧ – એલન શેપર્ડ પેટા-ઓર્બિટલ ફ્લાઇટમાં બાહ્ય અવકાશમાં મુસાફરી કરનારા પ્રથમ અમેરિકન બન્યા.
- ૧૯૬૪ – યુરોપિયન સમિતીએ '૫ મે' ને યુરોપ દિન જાહેર કર્યો.
જન્મ
ફેરફાર કરો- ૧૪૭૯ – ગુરુ અમરદાસ (Guru Amar Das), ત્રીજા શીખ ગુરુ (અ. ૧૫૭૪)
- ૧૮૧૮ – કાર્લ માર્ક્સ (Karl Marx), જર્મન રાજપુરુષ અને તત્વચિંતક (અ. ૧૮૮૩)
- ૧૯૧૧ – પ્રીતીલતા વાડ્ડેદાર, ભારતીય ઉપખંડના એક બંગાળી રાષ્ટ્રવાદી ક્રાંતિકારી. (અ. ૧૯૩૨)
- ૧૯૧૬ - જ્ઞાની ઝૈલસિંઘ, ભારતના ૭મા રાષ્ટ્રપતિ. (અ. ૧૯૯૪)
અવસાન
ફેરફાર કરો- ૧૮૨૧ – નેપોલિયન (જ. ૧૭૬૯)
- ૨૦૦૬ – નૌશાદ (Naushad), સંગીતકાર (જ. ૧૯૧૯)
- ૨૦૧૨ - રમણ સુરેન્દ્રનાથ (Raman Surendranath), ભારતીય ક્રિકેટર (જ. ૧૯૩૭)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- આંતરરાષ્ટ્રીય દાયણ દિવસ (દાયણ=બાળકનો જન્મ, સુવાવડ કરાવનાર મહિલા,નર્સ )
- યુરોપ: યુરોપ દિન
- ભારતીય આગમન દિવસ : કેરેબિયન, ફિજી અને મોરેશિયસના દેશોમાં ભારતીય ઉપખંડના લોકોને યુરોપિયન સંસ્થાનવાદી અધિકારીઓ અને તેમના એજન્ટો દ્વારા ગિરમીટિયા મજૂર તરીકે લવાયાની યાદમાં ઉજવવામાં આવે છે.