પંચમહાલ જિલ્લો

ગુજરાતનો જિલ્લો
(પંચમહાલ જીલ્લો થી અહીં વાળેલું)

પંચમહાલ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે. પંચમહાલ એટલે કે પાંચ મહાલ (જિલ્લા). આ પાંચ જિલ્લા ગ્વાલિયરના સિંધિયા રાજાએ બ્રિટિશરોને સોંપ્યા હતા. પાંચ મહેલ દેવગઢ બારીયા, જાંબુઘોડા, લુણાવાડા, સંતરામપુર અને પાવાગઢ હતા. આ આખા વિસ્તારને બ્રિટિશરોએ પંચમહાલ તરીકે નામ આપ્યું હતું. પંચમહાલ જિલ્લાનું મુખ્યમથક ગોધરા ખાતે આવેલું છે.

પંચમહાલ જિલ્લો
જિલ્લો
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 22°45′N 73°36′E / 22.750°N 73.600°E / 22.750; 73.600
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકગોધરા
વિસ્તાર
 • કુલ૫,૦૮૩.૧૪ km2 (૧૯૬૨.૬૧ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૨૩,૮૮,૨૬૭
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
વેબસાઇટpanchmahaldp.gujarat.gov.in
પંચમહાલ જિલ્લો, ૧૮૯૬

અર્થતંત્ર

ફેરફાર કરો

ઇ.સ. ૨૦૦૬ના પંચાયતી રાજ મંત્રાલયના અહેવાલ અનુસાર પંચમહાલ જિલ્લાનો દેશના સૌથી પછાત ૨૫૦ જિલ્લામાં સમાવેશ થતો હતો.[] તે ગુજરાતના ૬ જિલ્લાઓમાં બેકવર્ડ રિજીયન ગ્રાંટ ફંડ પ્રોગ્રામ (BRGF) હેઠળ સહાય મેળવતો એક જિલ્લો છે.[]

પંચમહાલ જિલ્લામાં ધર્મ મુજબ વસ્તી
ધર્મ ટકા
હિંદુ
  
92.90%
ઇસ્લામ
  
06.63%

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ આ જિલ્લાની જનસંખ્યા ૨૩,૮૮,૨૬૭ હતી.[] ભારતના ૬૪૦ જિલ્લાઓમાં વસ્તી પ્રમાણે જિલ્લો ૧૮૭મો ક્રમ ધરાવે છે.[] જિલ્લાની વસ્તી ગીચતા 458 inhabitants per square kilometre (1,190/sq mi) છે.[] તેનો વસ્તી વધારાનો દર ૨૦૦૧-૨૦૧૧ દરમિયાન ૧૭.૯૨% રહ્યો હતો.[] પંચમહાલમાં લિંગ પ્રમાણ ૯૪૫ છે,[] અને સાક્ષરતા દર ૭૨.૩૨% છે.[]

ઐતિહાસિક વસ્તી
વર્ષવસ્તી±% p.a.
૧૯૦૧૨,૮૧,૮૭૬—    
૧૯૧૧૩,૬૪,૪૨૪+2.60%
૧૯૨૧૪,૨૩,૯૯૨+1.53%
૧૯૩૧૫,૦૪,૫૮૦+1.76%
૧૯૪૧૫,૮૦,૫૬૩+1.41%
૧૯૫૧૬,૯૪,૦૫૪+1.80%
૧૯૬૧૮,૮૮,૫૪૯+2.50%
૧૯૭૧૧૧,૦૬,૪૪૧+2.22%
૧૯૮૧૧૩,૭૫,૧૦૧+2.20%
૧૯૯૧૧૬,૮૨,૩૩૩+2.04%
૨૦૦૧૨૦,૨૫,૨૭૭+1.87%
૨૦૧૧૨૩,૯૦,૭૭૬+1.67%
સંદર્ભ:[]

તાલુકાઓ

ફેરફાર કરો

પંચમહાલ જિલ્લામાં ૭ તાલુકાઓ આવેલા છે:

રાજકારણ

ફેરફાર કરો

વિધાન સભા બેઠકો

ફેરફાર કરો
મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૧૨૪ શહેરા જેઠાભાઇ આહિર ભાજપ
૧૨૫ મોરવા હડફ (ST) નિમિષાબેન સુથાર ભાજપ
૧૨૬ ગોધરા સી. કે. રાઉલજી ભાજપ
૧૨૭ કાલોલ ફતેહસિંહ ચૌહાણ ભાજપ
૧૨૮ હાલોલ જયદ્રથસિંહ પરમાર ભાજપ
  1. ૧.૦ ૧.૧ Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. મૂળ (PDF) માંથી April 5, 2012 પર સંગ્રહિત. મેળવેલ September 27, 2011.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો