પાબુમઠગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું સિંધુ ખીણની સંસ્કૃતિ કાળનું પુરાતત્વીય સ્થળ છે.[]

પાબુમઠ
પુરાતત્વીય સ્થળ
પાબુમઠ is located in ભારત
પાબુમઠ
પાબુમઠ
અક્ષાંશ-રેખાંશ: 23°37′N 70°31′E / 23.617°N 70.517°E / 23.617; 70.517Coordinates: 23°37′N 70°31′E / 23.617°N 70.517°E / 23.617; 70.517
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોકચ્છ
તાલુકોનખત્રાણા
સમય વિસ્તારUTC+૫.૩૦ (ભારતીય માનક સમય)

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ સ્થળે ૧૯૭૭-૭૮, ૧૭૭૮-૭૯ અને ૧૯૮૦-૮૧ દરમિયાન ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું.[]

૧૯૮૦-૮૧ના ખોદકામ દરમ્યાન એક મોટી ઈમારત સંકુલ, યુનીકોર્ન નું છાપ ધરાવતી મહોર, છીપલાની બંગડીઓ, મણકાઓ, તાંબાની બંગડીઓ, સોય, સુરમા ધાતુ (એન્ટીમની -antimony)ના સળિયા, અભ્રકના ઝીણા મોતી; માટીના વાસણોમાં મળ્યા છે. આ વાસણો મોટા અને મધ્યમ કદના છે જેમા કટોરો, થાળીઓ, વાસણ રાખવાનો ઘોડો, કાણા વાળી બરણી વગેરેનો સમાવેશ થાય છે. આ વાસણો લાલ માટીના બનેલા છે તેના પર કાળા રંગે ચિત્રકારી કરેલી છે.[] ઢોરો, ભેંસ, માછલી, ઘેટાં, જંગલી ડુક્કર અને સસલાં જેવા પ્રાણીના અવશેષો પણ અહીં મળી આવ્યા હતા.[]

અન્ય અવલોકનો

ફેરફાર કરો

આ સ્થળ કચ્છ જિલ્લામાં આવેલું છે. જ્યાં ઘણા સિંધુ સંસ્કૃતિના અવશેષો ધરાવતા અન્ય પુરાતત્ત્વિક સ્થળો જેમ કે ધોળાવીરા, દેશલપર, સુરકોટડા વગેરે આવેલા છે.[]આ સિવાય દેશલપર, નેત્રા-ખીસ્સાર, સુરકોટડા, ધોળાવીરા, કોટડા, મેઘપર, સેવકિયા, ચિત્રોડ, કનમેર વગેરે જેવા અન્ય સિંધુ સંસ્કૃતિના પુરાતત્ત્વિક સ્થળોએ કિલ્લેબંધી પણ જોવા મળી છે.[]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ Mittra, Debala, સંપાદક (૧૯૮૧). "Indian Archaeology 1980-81 A Review" (PDF). Indian Archaeology 1980-81 a Review. Calcutta: Government of India, Archaeological Survey of India: ૧૪. મૂળ (PDF) માંથી 2012-05-08 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-04.
  2. Gregory L.Possehl,, M.H. Raval, Y.M.Chitalwala (૧૯૮૯). Harappan civilization and Rojdi. New Delhi: Oxford & IBH Pub. Co. પૃષ્ઠ ૧૯૧. ISBN 978-81-204-0404-5.CS1 maint: extra punctuation (link)
  3. McIntosh, Jane R. (૨૦૦૮). The Ancient Indus Valley : New Perspectives. Santa Barbara, Calif.: ABC-CLIO. પૃષ્ઠ xi. ISBN 978-1-57607-907-2.
  4. Krishna Deva,, Lallanji Gopal, Shri Bhagwan Singh (૧૯૮૯). History and art: essays on history, art, culture, and archaeology presented to Prof. K.D. Bajpai in honour of his fifty years of indological studies. Ramanand Vidya Bhawan. પૃષ્ઠ ૨૬૫.CS1 maint: extra punctuation (link)

બાહ્ય કડીઓ

ફેરફાર કરો