પ્રબોધકાંત પંડ્યા
પ્રબોધકાંત દામોદરદાસ પંડ્યા (૧૯૪૩/૧૯૪૪ – ૨૨ ઓગસ્ટ ૨૦૨૧) ગુજરાતના રાજકારણી હતા.
પ્રબોધકાંત પંડ્યા | |
---|---|
મૃત્યુ | ૨૨ ઓગસ્ટ ૨૦૨૧ અમદાવાદ |
વ્યવસાય | રાજકારણી |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પરિવર્તન પાર્ટી |
પદની વિગત | વિધાનસભ્ય - ગુજરાત વિધાનસભા |
રાજકીય કારકિર્દી
ફેરફાર કરોપંડ્યા ૧૯૮૫થી ૧૯૯૦ સુધી જનતા પાર્ટીના સભ્ય તરીકે, ૧૯૯૦થી ૧૯૯૫ જનતા દળના સભ્ય તરીકે અને ૨૦૦૨થી ૨૦૦૭ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સભ્ય તરીકે સંતરામપુર બેઠકથી ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય હતા. તેઓ ચીમનભાઈ પટેલની સરકારમાં ગૃહ અને શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે ફરજ બજાવતા હતા.[૧][૨][૩] ૨૦૧૨માં તેઓ ભાજપ છોડીને ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જોડાયા હતા.[૧] તેઓ લુણાવાડા બેઠક પરથી ૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા.[૧] [૪][૫]
તેમણે ગુજરાતના કડાણા તાલુકાના નંદીનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે કામ કર્યું હતું.[૬]
મૃત્યુ
ફેરફાર કરો૨૨ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ અમદાવાદ ખાતે ૭૭ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. તેમના વતન કડાણા તાલુકાના જગુના મુવાડા ગામે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. [૭][૬]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "Prabodhkant Pandya: Former professor and education minister joins GPP". The Times of India (અંગ્રેજીમાં). 2012-08-09. મૂળ સંગ્રહિત માંથી 2021-08-28 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-28.
- ↑ "ગુજરાતના પૂર્વ ગૃહ અને શિક્ષણમંત્રી પ્રબોધકાંત પંડ્યાનું 77 વર્ષની વયે નિધન". Loksatta Jansatta. 2021-08-22. મૂળ સંગ્રહિત માંથી 2021-08-29 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-28.
- ↑ Goswami, Urmi A. "Raja's appeal to adivasis in Santrampur". The Economic Times. મૂળ માંથી 2021-08-29 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-28.
- ↑ "Pandya Prabodhkant Damodardas(GPP):Constituency- LUNAWADA(PANCHMAHALS) - Affidavit Information of Candidate". myneta.info. મૂળ સંગ્રહિત માંથી 2021-08-28 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-28.
- ↑ "Lunawada Election Result 2017 Live: Lunawada Assembly Elections Result Live Update, Vidhan Sabha Election Result & Live News". News18. મૂળ સંગ્રહિત માંથી 2021-08-28 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-28.
- ↑ ૬.૦ ૬.૧ "નિધન: ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રબોધકાંત પંડ્યાનું 77ની વયે અવસાન". Divya Bhaskar. 2021-08-23. મૂળ સંગ્રહિત માંથી 2021-08-28 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-28.
- ↑ "ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રબોધકાંત પંડ્યાનું 77 વર્ષની વયે નીધન થયુ". News on AIR. 2021-08-22. મૂળ સંગ્રહિત માંથી 2021-08-29 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-28.