બરડો

સૌરાષ્ટ્રનો એક પર્વત

બરડો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના નૈઋત્ય ભાગમાં પોરબંદર જિલ્લામાં આવેલી એક ડુંગરમાળા છે.[] બરડો સૌરાષ્ટ્રના મુખ્ય પર્વતોમાંનો એક ગણાય છે. બરડાની ડુંગરમાળા કુલ ૪૮ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે. બરડાની ટેકરીઓ ગોળ મથાળાં ધરાવે છે. તેનું આભપરા શિખર ૬૩૭ મીટર ઊંચાઇ સાથે સૌથી ઊંચું શિખર છે અને વેણું શિખર ૬૨૩.૯૫ મીટર ઊંચાઇ ધરાવે છે. બરડાની પૂર્વમાં અલેકની ટેકરીઓ આવેલી છે, જે સપાટ મથાળા ધરાવે છે.[]

બરડો
બરડો is located in ગુજરાત
બરડો
બરડો
ગુજરાતમાં સ્થાન
શિખર માહિતી
ઉંચાઇ637 m (2,090 ft)
મુખ્ય શિખરઆભપરા
અક્ષાંસ-રેખાંશ21°51′42″N 69°41′48″E / 21.8618°N 69.6967°E / 21.8618; 69.6967
પરિમાણો
વિસ્તાર48 ચો. કિમી.
ભૂગોળ
સ્થાનપોરબંદર જિલ્લો, ગુજરાત, ભારત

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. નકશામાં ગુજરાત (૧ આવૃત્તિ). યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. ૧૯૭૩. પૃષ્ઠ ૧૩.
  2. પ્રા. મંજુલાબેન બી. દવે-લેન્ગ. ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ (૧૦ આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૩૬-૩૭. ISBN 978-93-81265-83-3.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો