ભાનુપ્રસાદ પંડ્યા
ભાનુપ્રસાદ મૂળશંકર પંડ્યા (૨૪ એપ્રિલ ૧૯૩૨ – ૯ એપ્રિલ ૨૦૨૨) એ ગુજરાતી ભાષાના કવિ અને વિવેચક હતા. તેમના સાહિત્યિક યોગદાન માટે તેમને કુમાર સુવર્ણ ચંદ્રક (૧૯૬૯), નરસિંહ મહેતા એવોર્ડ (૨૦૧૧), કવિશ્વર દલપતરામ એવોર્ડ (૨૦૧૧) અને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક (૨૦૧૬) પ્રાપ્ત થયા હતા.
ભાનુપ્રસાદ પંડ્યા | |
---|---|
જન્મ | 24 April 1932 |
મૃત્યુ | 9 April 2022[૧] | (ઉંમર 89)
વ્યવસાય | કવિ, વિવેચક |
ભાષા | ગુજરાતી |
નોંધપાત્ર પુરસ્કારો |
|
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા | |
શોધ નિબંધ | Gujarati Novel from 1950 to 1970 – a Critical Study (with Special Reference to Form) (1977) |
માર્ગદર્શક | અનંતરાય મણિશંકર રાવળ |
જીવન પરિચય
ફેરફાર કરોભાનુપ્રસાદ પંડ્યાનો જન્મ ૨૪ એપ્રિલ, ૧૯૩૨ના રોજ ગુજરાતના અમરેલી જિલ્લાના તોરી ગામમાં ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ પરિવારમાં માતા શિવકુંવરબહેન પંડ્યા અને પિતા મૂળશંકર પંડ્યાના ઘરે થયો હતો. તેમના પિતા શાળાના શિક્ષક અને આચાર્ય હતા અને તેમની પાસેથી ભાનુપ્રસાદને સાહિત્યિક વૃત્તિ વારસામાં મળી હતી. પંડ્યાએ તેમનું શાળાકીય શિક્ષણ અમરેલીમાં પૂર્ણ કર્યું હતું અને ૧૯૫૪માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. તેમણે ૧૯૫૮માં ગુજરાતી અને મનોવિજ્ઞાન વિષયો સાથે બી.એ. અને ૧૯૬૦માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે અનંતરાય રાવળના માર્ગદર્શન હેઠળ ૧૯૫૦થી ૧૯૭૦ દરમિયાન ગુજરાતી નવલકથા વિષય પર શોધનિબંધ રજૂ કરી પી.એચડી.ની પદવી મેળવી હતી.[૨]
૯ એપ્રિલ ૨૦૨૨ના રોજ તેમનું અવસાન થયું હતું.[૩]
સર્જન
ફેરફાર કરોતેમના કાવ્યસંગ્રહોમાં અડોઅડ (૧૯૭૨), ઓતપ્રોત (૧૯૮૭), શબ્દે કોર્યા શિલ્પ (૧૯૯૯), ક્ષણ સમીપે ક્ષણ દૂર દૂર (૨૦૦૩) અને શબ્દના અંતરપટે (૨૦૧૨)નો સમાવેશ થાય છે. ૨૦૧૯માં ગુજરાત સાહિત્ય અકાદમીએ શબ્દે કોર્યા શિલ્પ શીર્ષક હેઠળ તેમની સંપૂર્ણ કવિતાઓ પ્રકાશિત કરી હતી.[૩]
તેમની વિવેચન કૃતિઓમાં પ્રત્યુદ્ગાર (૧૯૭૮), ઇતરોદ્ગાર (૧૯૮૧, સોનેટ: શિલ્પ અને સર્જન (૧૯૮૧), અનુસ્પંદ (૧૯૮૭), અનુચરવન (૧૯૮૯), સમાલોક (૧૯૯૧), મનોવૈજ્ઞાનિક નવલકથા: સ્વરુપ અને વિકાસ (૨૦૦૧), અનુસંકેત (૨૦૦૩), સમપ્રતિતિ (૨૦૧૦), અને ઉભયાન્વય (૨૦૦૧૫) નો સમાવેશ થાય છે.[૩]
પુરસ્કાર
ફેરફાર કરોપંડ્યાને કુમાર સુવર્ણ ચંદ્રક (૧૯૬૯), નરસિંહ મહેતા એવોર્ડ (૨૦૧૧)[૪], કવિશ્વર દલપતરામ એવોર્ડ (૨૦૧૧) અને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક (૨૦૧૬) પ્રાપ્ત થયા હતા.[૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "કવિ વિવેચક- સૌરાષ્ટ્ર યુની.ના નિવૃત અધ્યાપક ડો.ભાનુપ્રસાદ પંડયાની ચીર વિદાય". www.akilanews.com. મેળવેલ 2022-04-19.[હંમેશ માટે મૃત કડી]
- ↑ ચૌધરી, અમૃત (January 1999). "પંડ્યા ભાનુપ્રસાદ મૂળશંકર". ગુજરાતી વિશ્વકોશ. મેળવેલ 2022-12-11.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ વડગામા, નિતિશ (May 2022). રાવલ, પ્રફુલ (સંપાદક). "પ્રશિષ્ટ સર્જક અને આદર્શ અધ્યાપક: ભાનુપ્રસાદ પંડ્યા". કુમાર. ખંડ 98 અંક 5. પૃષ્ઠ 50–52.
- ↑ "નરસિંહ મહેતા એવોર્ડ ભાનુપ્રસાદ પંડ્યાને: મોરારિબાપુ અર્પણ કરશે". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૧૯ એપ્રિલ ૨૦૨૨.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ગુજરાતી વિશ્વકોશમાં ભાનુપ્રસાદ પંડ્યા.
- ભાનુપ્રસાદ પંડ્યા ગુજલિટ પર.