ભાભર (બનાસકાંઠા)

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

ભાભર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાનું શહેર અને મુખ્ય મથક છે.

ભાભર
—  શહેર  —
ભાભરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°04′19″N 71°35′21″E / 24.071817°N 71.589231°E / 24.071817; 71.589231
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો થરાદ
તાલુકો ભાભર તાલુકો
વસ્તી ૨૧,૮૯૪[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ઇતિહાસની દ્રષ્ટિએ ભાભર કાંકરેજની નજીક હતું. મૂળભૂત રીતે તેરવાડા જિલ્લામાં રહેલા આ વિસ્તારને ૧૭૪૨માં રાજકીય અંધાધૂંધીનો લાભ લઇને કાંકરેજના હાથીજીએ ભાભર ગામની સ્થાપના કરી અને તેરવાડાની ઉજ્જડ જમીનનો કબ્જો મેળવ્યો. બ્રિટિશ શાસન સમયે, ગામની જમીન વધુ મોટા શાસન ભાયાતમાં ભેળવવામાં આવી હતી.[]

૧૮૨૦માં સંધિ વડે ભાભર બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. ભાભર બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ પાલનપુર એજન્સીમાં હતું,[] જે ૧૯૨૫માં બનાસ કાંઠા એજન્સી બની. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી તે બોમ્બે પ્રેસિડેન્સીમાં આવ્યું. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી તે બનાસકાંઠા જિલ્લાનો ભાગ બન્યું.

શૈક્ષણિક સંસ્થાઓ

ફેરફાર કરો
  • સર્વોદય વિદ્યામંદિર
  • આનંદ પ્રકાશ વિદ્યાલય
  • આદર્શ વિદ્યાલય
  • આર્ટસ અને કૉમર્સ કૉલેજ (ભાભર કેળવણી મંડળ દ્વારા સંચાલિત, ૨૦૦૪)
  • સરકારી વિનયન કૉલેજ (ગુજરાત સરકાર દ્વારા સંચાલિત જૂન ૨૦૧૬થી )
  1. "Bhabhar Population, Caste Data Banaskantha Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-01-02 પર સંગ્રહિત. મેળવેલ 2020-01-02.
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha ૨૦૧૫, p. ૩૩૮.
  3. Chisholm 1911, p. ૭૮૫.

પુસ્તકો

ફેરફાર કરો
  • Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૩૩૮.
  • ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Santalpur" . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. ૨૨ (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.


  આ લેખ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૩૨૯-૩૩૧, ૩૫૦-૩૫૧. માંથી હવે પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે.