થરાદ

ભારત દેશ ના ગુજરાત રાજ્યનું એક શહેર

થરાદ (ઐતિહાસિક રીતે થિરપુર તરીકે જાણીતું) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું મુખ્ય મથક છે. થરાદ ગુજરાતની સરહદ નજીક છે અને પાકિસ્તાનની સરહદ ૪૦ કિમી અને રાજસ્થાનની સરહદ ૧૫ કિમી દૂર આવેલ છે. આ શહેરમાં વાઘેલા રાજપૂતોનું શાસન રહ્યું હતું,[] અને મુખ્યત્વે અહીં હિંદુઓની વસ્તી છે. ખેતીવાડી અને હીરા ઉદ્યોગ અહીંનો વ્યવસાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૫ પર રહેલું ગુજરાતનું આ પ્રથમ મુખ્ય નગર છે.

થરાદ
—  નગર  —
થરાદનું મુખ્ય બજાર
થરાદનું મુખ્ય બજાર
થરાદનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°23′33″N 71°37′29″E / 24.392563°N 71.62484°E / 24.392563; 71.62484
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
વસ્તી ૨૭,૯૫૪[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 10 metres (33 ft)

કોડ
  • • પીન કોડ • ૩૮૫૫૬૫
    • ફોન કોડ • +૦૨૭૩૭
    વાહન • જીજે-૮

થિરકર, થારાપદ, થિરાપદ, થિરાદ થિરપુર થિરાદ જેવાં પ્રાચીન નામો ધરાવતું આ નગરનું નામ કાળક્રમે અપભ્રંશ થઇને આજે થરાદ તરીકે ઓળખાય છે. પ્રાચીન સમયનું થરાદ એક સમયે સંપત્તિવાન શ્રેષ્ઠીઓની નગરી તરીકે જાણીતું હતું. તેને ફરતે પાકો ગઢ હતો. જે વાઘેલા શાસનકાળમાં બનાવવામાં આવ્યો હતો. મારવાડનાં રજવાડાના આક્રમણથી રક્ષણ કરવા માટે આ ગઢની આજુબાજુ ૩૦ ફૂટ જેટલી ઊંડી ખાઇ ખોદવામાં આવી હતી.

થરાદ શહેરની સ્થાપના અંગે એક લોકવાયકા પ્રચલિત છે. તે મુજબ થિરપાલ ધરુએ સંવત ૧૦૧માં થિરાદની સ્થાપના કરી હતી.[] એમ માનવામાં આવે છે કે આજનું થરાદ સાતમી વારનું વસેલું છે.

દેલવાડાનાં કલાત્મક દેરાસરો બંધાવનારા વસ્તુપાળ અને તેજપાળની માતા કુમારદેવીનું વતન થરાદ હતું. ૨૦ માર્ચ ૨૦૧૮ના રોજ શહેરની સ્થાપનાને ૧૯૭૩ વર્ષ પૂર્ણ થયાં હતા.

થરાદ નગરની ઉત્તરે રાજસ્થાન રાજ્ય આવેલું છે. પૂર્વ દિશામાં ડીસા આવેલું છે. દક્ષિણે દિયોદર અને સુઇગામ આવેલાં છે. થરાદની પશ્ચિમે વાવ તાલુકો આવેલ છે. થરાદ કચ્છના રણને અડીને આવેલું છે.

થરાદની આબોહવા ગરમ છે. ઊનાળામાં થરાદ સહિત તાલુકામાં ભારે ગરમી પડે છે. ઊનાળામાં ૪૬ અંશ સેન્ટિગ્રેડથી પણ વધુ ગરમી પડે છે. થરાદ તાલુકો રણની કાંધીએ આવેલો હોઇને ઊનાળામાં ગરમ લૂ વાય છે. શિયાળામાં સખ્ત ઠંડી પડે છે.

અર્થતંત્ર

ફેરફાર કરો

પ્રાચીન સમયનું થિરાદ વિશાળ દરિયા કિનારે આવેલું હતું. થરાદના વિષમ વાતાવરણ અને ખારા પાણીના કારણે થરાદના વેપારીઓ બહાર જઇને વસ્યા હતા.

અહીંનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી અને વેપાર સાથે સંબંધિત છે. મુખ્ય ખેતી માર્કેટયાર્ડ શહેરના ખેતીવાડી વેપારનું કેન્દ્ર છે જેમાં ખેડૂતો તેમની પેદાશોની હરાજી કરે છે. અહીં ઘણી ડેરી, સહકારી મંડળીઓ અને કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. કાપડ અને હીરા ઉદ્યોગ પણ અહીં મહત્વનો ભાગ ભજવે છે.

જાણીતી વ્યક્તિઓ

ફેરફાર કરો

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પિતા થરાદના વતની હતા, તેઓએ હજુ પોતાનું જૂનું મકાન સાચવી રાખ્યું છે.[]

થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ જગતાભાઈ માવાભાઈ પટેલે ૧૯૮૬માં શ્રી ગાયત્રી વિદ્યાલય સ્થાપના કરી હતી, જ્યાં કોલેજ સુધીનો અભ્યાસ પ્રાપ્ત છે. અહીં ઇ.સ. ૧૯૯૭માં ઉ.મા. સામાન્ય પ્રવાહ સને ૧૯૯૮માં વિજ્ઞાન પ્રવાહની શરૂઆત થઈ હતી. આ ઉપરાંત અહીં જનતા હાઈસ્કુલ આવેલી છે તથા અન્ય ખાનગી વિદ્યાલયો આવેલા છે. સામાન્ય પ્રવાહ, વાણિજ્ય તથા વિજ્ઞાન પ્રવાહની કોલેજ પણ અહીં આવેલ છે. નહેરની બાજુમાં સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સીટીની જમીન પણ અત્રે ફાળવેલ છે.

વાહન વ્યવહાર

ફેરફાર કરો

થરાદથી ગુજરાત અને રાજસ્થાન પહોંચવા માટેની બસ સેવાઓ ઉપલબ્ધ છે. થરાદ ગુજરાતના બધાં મુખ્ય શહેરો સાથે માર્ગો વડે જોડાયેલું છે.

યાત્રાધામો

ફેરફાર કરો

થરાદમાં નારણદેવી માતાનું મંદિર આવેલ છે, ત્યાં ચૈત્ર સુદ ૧૩ નો મેળો ભરાય છે. શેણલ માંનું મંદીર, ચામુડાનું મંદીર તથા હનુમાનજી મંદીર પણ આવેલ છે. થરાદ તાલુકા નાં ધાર્મિક સ્થળો માં શેણલ માતાજી માંગરોળ, નકળંગ મંદિર લુણાલ સવપુરા મોટીપાવડ ઝેંટા ડોડગામ છે. આ ઉપરાંત નારોલી તુલસી છે.

  1. http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=536622
  2. "THARAD". members.iinet.net.au. મૂળ માંથી 2019-01-03 પર સંગ્રહિત. મેળવેલ 2019-03-22.
  3. "થરાદ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2023-06-17.
  4. "B'Day: થરાદમાં છે ગૌતમ અદાણીનું ઘર, યાદગીરી રૂપે સાચવી રાખ્યું છે". દિવ્ય ભાસ્કર. ૨૦૧૬. મેળવેલ ૩૦ ઓક્ટોબર ૨૦૨૩. Check date values in: |year= / |date= mismatch (મદદ)

બાહ્ય કડીઓ

ફેરફાર કરો