મણીભાઈ ભીમભાઈ દેસાઈ

ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સામાજીક કાર્યકર

મણીભાઈ ભીમભાઈ દેસાઈ (૨૭ એપ્રિલ, ૧૯૨૦ – ૧૪ નવેમ્બર, ૧૯૯૩) એ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા, જેમણે મહાત્મા ગાંધી સાથે આઝાદી માટેના આંદોલનમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. આઝાદી મળ્યા બાદ તેમણે આર્થિક અને સામાજિક ઉત્થાન માટે ગામડાંઓમાં કાર્ય કરવાનો સંકલ્પ કરી નિષ્ઠાપૂર્વક આ સંકલ્પ આજીવન નિભાવ્યો હતો.

મણીભાઈ દેસાઈ
જન્મની વિગત(1920-04-27)27 April 1920
કોસમાડા, સુરત, મુંબઈ પ્રાંત (વર્તમાન ગુજરાત)
મૃત્યુ14 November 1993(1993-11-14) (ઉંમર 73)
પુના, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયસામાજીક કાર્યકર
માતા-પિતા
  • ભીમભાઈ દેસાઈ (પિતા)
  • રાણીબેન દેસાઈ (માતા)
પુરસ્કારોપદ્મશ્રી
રેમન મેગ્સેસે પુરસ્કાર

બાળપણ ફેરફાર કરો

મણીભાઈ દેસાઈનો જન્મ ૨૭ એપ્રિલ, ૧૯૨૦ના રોજ ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલ કોસમાડા ગામમાં ભીમભાઈ ફકીરભાઈ દેસાઈ નામના ખેડૂતના ઘરે થયો હતો. એમના પિતા આસપાસના ૧૦-૧૫ ગામોમાં પ્રતિષ્ઠિત ખેડૂત ગણાતા હતા. તેઓ ચાર ભાઈ અને એક બહેન એમ પાંચ ભાઈબહેન હતા. એમની માતાનું નામ રાણીબહેન હતું. એમણે પ્રાથમિક શિક્ષણ ગામમાં લીધું હતું અને ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ સુરત ખાતે લીધું હતું. તેઓ વર્ગમાં પ્રથમ ક્રમાંક મેળવતા તેમ જ ખેલકૂદ અને સ્કાઉટમાં પણ અગ્રેસર રહેતા. મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા બાદ તેમણે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો.[૧]

સન્માન ફેરફાર કરો

એમની કર્મઠતા અને સેવાકિય પ્રતિબદ્ધતા માટે એમને વર્ષ ૧૯૮૨ના સમયમાં રેમન મેગ્સેસે પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.[૨] આ ઉપરાંત ભારત સરકાર દ્વારા વર્ષ ૧૯૬૮માં પદ્મશ્રી પુરસ્કાર તેમ જ ૧૯૮૩માં જમનાલાલ બજાજ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.[૩]

પ્રવૃત્તિઓ ફેરફાર કરો

એમની પહેલી મુખ્ય પ્રવૃત્તિ તરીકે એમણે મહારાષ્ટ્ર રાજ્યમાં પુના નજીક આવેલ ઉરુલીકાંચન ખાતે પ્રાકૃતિક સારવાર કેન્દ્રની શરુઆત કરી હતી, જે હાલ પણ કાર્યરત છે તેમ જ ભારતભરમાં પ્રસિદ્ધ છે. ત્યાં જ એમણે શૈક્ષેણિક કાર્ય પણ આરંભ્યું હતું.[૨] ૧૯૬૭ના વર્ષમાં એમણે બાઇફ (ભારતીય એગ્રો-ઈન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન-Bharatiya Agro-Industries Foundation)ની સ્થાપના કરી હતી. વિદેશથી સૌપ્રથમ હાઈબ્રીડ દુધાળાં પશુઓ ભારત ખાતે લાવનાર બાઇફ સંસ્થા હતી.[૪][૨]

મૃત્યુ ફેરફાર કરો

૧૪ નવેમ્બર ૧૯૯૩ના રોજ પુણે ખાતે તેમનું અવસાન થયું હતું.[૫]

સંદર્ભો ફેરફાર કરો

  1. "मनीभाई देसाई - भारतकोश, ज्ञान का हिन्दी महासागर". bharatdiscovery.org (હિન્દીમાં). મેળવેલ ૨૪ એપ્રિલ ૨૦૧૭.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "The Ramon Magsaysay Award Foundation • Honoring greatness of spirit and transformative leadership in Asia". www.rmaf.org.ph (અંગ્રેજીમાં). મૂળ માંથી 2007-03-12 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ એપ્રિલ ૨૦૧૭.
  3. "Jamnalal Bajaj Award". Jamnalal Bajaj Foundation. ૨૦૧૫. મેળવેલ ૧૩ ઓક્ટોબર ૨૦૧૫.[હંમેશ માટે મૃત કડી]
  4. Howard, Connie (૨૦૦૦). In Gandhi's Footsteps: The Manibhai Desai & BAIF Story. New Age International Ltd. પૃષ્ઠ 114. ISBN 81-224-1221-1.
  5. મૂળે, બાળકૃષ્ણ માધવરાવ (૧૯૯૭). "દેસાઈ, મણિભાઈ ભીમભાઈ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૯ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૪૩૨. OCLC 248969185.

બાહ્ય કડીઓ ફેરફાર કરો